________________
[ ૧૫૮ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
તસ્થ = તે આહાર પ
ડ્યું એષણીય-નિર્દોષ જ
હોય.
ભાવાર્થ:- અચિત્ત પદાર્થોથી ખરડાયેલા હાથ, કડછી અને વાસણથી અપાતો આહાર જો નિર્દોષ હોય તો મુનિ ગ્રહણ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પણ ગ્રહણષણા સંબંધી પૂર્વકર્મ દોષ, લિપ્ત દોષ અને પશ્ચાત્કર્મ દોષનું વિશ્લેષણ છે. પુવનેશ:- પૂર્વકર્મદોષ. સાધુને ભિક્ષા દેવા પહેલાં સાધુ માટે સચિત્ત પાણીથી હાથ વગેરે ધોવા રૂપ જે આરંભ થાય તે પૂર્વકર્મ દોષ છે.
તેથી દાતાએ મુનિને વહોરાવવા માટે કોઈ પદાર્થથી ખરડાયેલા હાથ વગેરેને સચેત પાણીથી ધોવા જોઈએ નહીં પરંતુ અચિત્ત પાણી ઘરમાં હોય તો વિવેકથી ધોઈ શકાય અન્યથા વસ્ત્રથી લૂછીને વહોરાવી શકાય છે.
લિપ દોષ :- દાતાના હાથ કે વાસણ અકલ્પનીય-સચિત્ત પદાર્થોથી લિપ્ત–ખરડાયેલા હોય અને તે હાથ કે વાસણથી વહોરાવે તો તે લિપ્ત દોષ કહેવાય છે. અર્થાત્ સચિત્ત પાણી, મીઠું, લીલોતરીની છાલ કે તેનું કચુંબર વગેરેથી ખરડાયેલા હાથ કે વાસણથી લેવું કલ્પતું નથી. પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે આ લિપ્ત દોષના ઉદાહરણ રૂપે અનેક પદાર્થોના નામ સ્પષ્ટ કર્યા છે. આવો જ વિસ્તૃત પાઠ શ્રી આચારાંગ સૂત્ર અને નિશીથ સૂત્રમાં પણ છે. આ રીતે ત્રણે ય આગમોમાં લગભગ એક સમાન પાઠ છે. નિશીથ ભાષ્ય ચૂર્ણમાં આ વિષયને અને શબ્દાર્થોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તનુસાર જ પ્રસ્તુતમાં શબ્દાર્થ ભાવાર્થ કરવામાં આવ્યા છે. તે સર્વનું સંકલન આ પ્રમાણે છે– (૧) ટપકતા પાણીવાળા હાથ, ચમચો, વાટકી વગેરે (૨) પાણીથી ભીના હાથ વગેરે (૩) પૃથ્વી ખોદવાથી ઉડતી રજ સચિત્ત હોય છે તે રજથી યુક્ત હાથ વગેરે (૪) કાળી-પીળી વગેરે માટી (૫) પાંશુખાર–ઊખરભૂમિમાં હોય છે તે (૬) હરતાલરાતા રંગની કઠોર માટી (૭) હિંગળો–એક પ્રકારની પૃથ્વી (૮) મનઃશીલ-પીળી કઠોર માટી (૯) સુરમાપૃથ્વીનો એક પ્રકાર (૧૦) લવણ-મીઠું (૧૧) ગેરુ–કઠોર લાલ માટી (૧૨) પીળી માટી-રંગ કરવાના ઉપયોગમાં આવે તે. (૧૩) ખડિયા માટી (૧૪) ફટકડી.પિષ્ટ = નં. ૪ થી ૧૪ સુધીની પૃથ્વીના ચૂર્ણથી ખરડાયેલા હાથ વગેરે આિ પિષ્ટ શબ્દ સ્વતંત્ર પદાર્થ માટે નથી પણ ઉપરના પદાર્થોના ચૂર્ણ માટે છે) (૧૫) લીલોતરીના છાલ, છોતરા (૧૬) અત્યંત બારીક પીસેલી લીલોતરીની તત્કાલની ચટણી વગેરેથી યુક્ત હાથ (૧૭) અસંસષ્ટ = કોઈપણ સચેત કે અચેત પદાર્થથી ન ખરડાયેલા હાથ, ચમચો કે વાટકી વગેરે વાસણ (૧૮) સંસ્કૃષ્ટ = ખરડાયેલા હાથ વગેરે.
આ અઢારમાંથી પ્રારંભના બે બોલ અપ્લાય સંબંધી છે. ત્રીજો બોલ ઉડીને આવેલી સચિત્ત રજનો છે. ચોથાથી ચૌદ સુધીના બોલ પૃથ્વીકાયના ચૂર્ણ સંબંધી છે; તે અગિયાર શબ્દો માટે પિષ્ટ શબ્દ સહુથી