________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
૧૫૫
ના પાડી દે. અર્થાત્ તે ઘરમાંથી આખા દિવસમાં કોઈપણ વસ્તુ ગ્રહણ ન કરે. આ બીજા અર્થ માટે વર્તમાનમાં તેનું ઘર અસૂજતું થઈ ગયું એવા વાક્યનો પ્રયોગ રૂઢ છે. આ પરિક્ષા ન દોષને પિંડનિર્યુક્તિની ગાથામાં ય દોષ કહ્યો છે.
સમ્મરનાણી :- દાતા સાધુને આહાર વહોરાવવા માટે આવતા બે–ચાર કદમ ચાલે કે હાથ, પગનું હલનચલન કરે, ત્યારે તેના હાથ પગ કે શરીરના કોઈ પણ અંગોપાંગ દ્વારા ત્રસ જીવ બીજ, ધાન્ય લીલોતરી વગેરે કચરાઈ જાય, તેનો સંઘટ્ટો-સ્પર્શ થઈ જાય; અસાવધાનીથી તે ચીજો ઠેબે ચઢે ત્યારે વેરાય જાય, તેથી ત્રસ કે સ્થાવર જીવની વિરાધના થાય છે. દાતા દ્વારા થતી તે વિરાધનાને દાયક દોષ કહેવાય છે.
સાઇટ્સ(સાઇરિય):- આ દોષના વિષદ અર્થ થાય છે– (૧) એક વાસણમાં રાખેલા સચિત્ત પદાર્થોને બીજા વાસણમાં નાખી તે વાસણને ખાલી કરી તેનાથી ભિક્ષા આપે (૨) સચિત્ત પાણી, અગ્નિના સંઘટ્ટામાં રહેલા વાસણમાંથી દૂધ વગેરે પદાર્થને બીજા વાસણમાં કાઢીને લાવે (૩) મોટા વાસણમાં રાખેલા અચિત્ત નિર્દોષ પદાર્થ નાના વાસણમાં કાઢીને લાવે (૪) બે–ચાર નાના વાસણની વસ્તુ(ચા વગેરે)ને એક વાસણમાં એકત્રિત કરીને વહોરાવે (૫) સામાન્ય વાસણમાં ખાદ્ય પદાર્થ હોય તો પોતાનો સારો દેખાવ કરવા બીજા મનોજ્ઞ વાસણમાં નાખે. આ સર્વ વિકલ્પોમાં જ્યાં જીવ વિરાધના છે તે અકલ્પનીય છે. તેમજ વહોરાવ્યા પછી પણ જ્યાં વિરાધનાનો સંભવ હોય તો તે પણ અકલ્પનીય છે. જીવ વિરાધના રહિત વિકલ્પ કલ્પનીય સમજવાં.
આ વિષયમાં બે પ્રકારની ચૌભંગી થાય છે યથા– (૧) નિર્દોષ વાસણમાંથી નિર્દોષ વાસણમાં આહાર કાઢવો. (૨) નિર્દોષ વાસણમાંથી સદોષ વાસણમાં આહાર કાઢવો. (૩) સદોષ વાસણમાંથી નિર્દોષ વાસણમાં આહાર કાઢવો. (૪) સદોષ વાસણમાંથી સદોષ વાસણમાં આહાર કાઢવો.
સચિત્ત-અચિત્તના મિશ્રણને પણ સાહરિય દોષમાં સમાવિષ્ટ કરવાની અપેક્ષાએ ચૌભંગી આ પ્રમાણે થાય છે– (૧) સચેતમાં સચેત મેળવવું. (૨) સચેતમાં અચેત મેળવવું. (૩) અચેતમાં સચેત મેળવવું. (૪) અચેતમાં અચેત મેળવવું. આ સર્વે ભંગો જિનકલ્પી, પડિમાધારી વગેરે માટે અકલ્પનીય હોય છે અને સામાન્ય સ્થવિર કલ્પી સાધુ માટે જેમાં જીવ વિરાધના થતી હોય તે જ અકલ્પનીય હોય છે.
વિરાળ –આ શબ્દના બે અર્થ થાય છે– (૧) નાંખીને ફેંકીને (૨) રાખીને, મૂકીને. ૧.વહોરાવવા પૂર્વે દાતા હાથ વગેરેમાંથી કોઈ વસ્તુને ફેંકી દે, વહોરાવતા સમયે પણ કોઈ પદાર્થને ફેંકી દે તો તે દાતા દ્વારા ભિક્ષા ન લેવાય. ૨. વહોરાવવા પૂર્વે કે વહોરાતા સમયે દાતા કોઈ અચિત્ત વસ્તુને સચિત્ત વસ્તુ કે પાણી વગેરેના ઉપર રાખી મુકે તો તે દાતા દ્વારા ભિક્ષા ન લેવાય. આ પ્રકારની પ્રવૃત્તિને દાયક દોષ કહેવાય છે.
દત્ત ક્રિયાળ - ઘક્રિત દોષ વહોરાવતા સમયે દાતા બીજ, લીલોતરી, મીઠું કે અગ્નિ વગેરે સચેતનો સ્પર્શ કરે તો પણ ભિક્ષા લેવી કલ્પે નહીં. આ દોષ પણ દાયક દોષ કહેવાય છે.
૩
- પાણી સંબંધી ત્રણ વિરાધનાઓનું સૂચન ૩૦-૩૧મી ગાથાઓમાં છે– (૧) દાતા પાણીને