________________
૧૫૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
સંઘટો કરીને અથવા સ્પર્શીને ૩૬ સપપુસ્તિયા = પાણીને હલાવીને દફા = અવગાહન કરીને વનિત્તા = ચાલીને મોય = પાણી અને ભોજનને આદરે = લાવે.
ભાવાર્થ :- કોઈપણ સદોષ સ્થાનમાંથી લાવીને કે સદોષ વાસણથી કાઢીને અથવા સદોષ કે સચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ મેળવીને સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને સચિત્ત વસ્તુનો સંઘટ્ટો કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ ઘરમાં વરસાદનું પાણી ભરાયેલું હોય તેમાં અવગાહન કરીને(તેમાંથી ચાલીને) અથવા તેને ચલિત કરીને અર્થાત્ તે સચિત્ત વસ્તુને આઘી–પાછી કરીને, બાજુ પર મૂકીને જો આહાર પાણી લાવે તો તે દેનારી વ્યક્તિને સાધુ કહે કે તેવા પ્રકારના આહાર–પાણી મને કલ્પતા નથી. T૩૦-૩૧ll
વિવેચન :
પ્રસ્તુત પાંચ ગાથાઓમાં ગ્રહણષણા સંબંધી વિવેક દર્શાવતાં સત્યાવીસમી ગાથામાં સામાન્ય રૂપે કલ્પનીય અકલ્પનીયનું કથન છે. ત્યારપછીની ગાથાઓમાં ય દોષ, વાયવ દોષ, સાહરિય(સંહત્ય) દોષ, નિત્ત(નિક્ષિપ્ત) દોષ એ ચાર દોષોનું વર્ણન છે. દાતા દ્વારા થતી જે વિરાધનાઓનો સમાવેશ અન્ય કોઈ દોષમાં ન થાય તો તે સર્વ દોષનો સમાવેશ દાયક દોષમાં થાય છે. તે અનુસાર સચિત્ત પદાર્થોનો સંઘટ્ટો (સ્પર્શ) અને પાણીના જીવોની વિરાધના સંબંધી ગાથાઓમાં દર્શાવેલી વિવિધ પ્રવૃત્તિ દાયક દોષ છે.
વધિ- ખિઃ - કલ્પનીય-અકલ્પનીય. આ બંને શબ્દો સંગ્રાહક શબ્દ છે. તેમાં સમસ્ત દોષ યુક્ત પદાર્થોનું અને સર્વ નિર્દોષ પદાર્થોનું સૂચન હોય છે.
કલ્પ શબ્દના અર્થ છે– નીતિ, આચાર, મર્યાદા, વિધિ અથવા સમાચારી. આ કલ્પ અનુસાર ગ્રાહ્ય પદાર્થો અથવા કરણીય કાર્ય કલ્પનીય કહેવાય છે અને કલ્પથી વિપરીત પદાર્થ કે કાર્યોને અકલ્પનીય કહેવાય છે અર્થાત્ જે કાર્ય જ્ઞાન, શીલ કે તપ આદિમાં સહાયક બને અને દોષોથી રહિત હોય તે કલ્પનીય છે અને જે કાર્ય સમ્યક્ત્વ કે જ્ઞાન આદિનો નાશ કરે અને દોષયુક્ત હોય તે અકલ્પનીય છે.
તાત્પર્ય એ છે કે ગૌચરીના બેતાલીશ દોષ તેમજ અન્ય અનેક દોષ ટાળીને આહાર ગ્રહણ કરવો તે જ એષણીય કે કલ્પનીય છે.
પરિણાલેષ :- વેર વિખેર કરતાં, ઢોળતાં–ઢોળાતાં વહોરાવે. વસ્તુ લઈને આવતાં માર્ગમાં ખાદ્ય પદાર્થ કે પાણી ઢોળાવાથી ગૃહસ્થ દ્વારા વાયુકાયની વિરાધના થાય અને ત્રસ જીવોની પણ વિરાધના થાય, તેમજ વેરાયેલા ખાધ કણ ઉપર કીડીઓ આવતાં તેની વિરાધના થાય; આ જ રીતે વહોરાવતા સમયે પણ ઢોળાવાથી જીવ વિરાધના થાય છે. માટે છકાયના રક્ષક, સૂક્ષ્મતમ અહિંસાપાલક મુનિને વેરતા વેરતા વહોરાવનાર વ્યક્તિથી ભિક્ષા લેવી કલ્પતી નથી, તેથી દાતાને ના પાડી દે. આ વિષયમાં બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઢોળાતી વિખેરાતી તે વસ્તુ માટે ના પાડી દે (૨) તે ઘરમાં પૂર્ણ રીતે દિવસ ભર માટે