________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૧૨૭
કર્મનો ક્ષય કરે છે. જો સર્વ કર્મનો ક્ષય થાય, તો સિદ્ધગતિ રૂપ સુગતિને પામે છે અને કર્મ શેષ રહે તો દેવ ગતિરૂપ સુગતિને પ્રાપ્ત કરે છે.
પૃચ્છા જિ તે પાયા:- અઠયાવીસમી ગાથામાં પાછલી ઉંમરે આત્મકલ્યાણની ભાવનાએ દીક્ષા લેનાર સાધકોને પ્રોત્સાહન આપ્યું છે, સાથે જ તેઓની તપસંયમમાં જાગરૂક્તાની શરત સૂચિત કરી છે. યથા- જેને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય આદિ ગુણો પ્રિય છે અર્થાત્ તે ગુણોની પ્રાપ્તિ માટે જે પ્રયત્નશીલ અને તલ્લીન રહે છે તેવા સાધક વૃદ્ધાવસ્થામાં ચારિત્ર અંગીકાર કરી, તપ-સંયમનું પાલન કરી શીધ્ર દેવલોકને પ્રાપ્ત કરે છે. મોક્ષ પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ ચારિત્ર છે. તો પણ પાછલી અવસ્થામાં શક્તિ ક્ષીણતાના કારણે કદાચ ચારિત્ર પાલનમાં ક્યારેક મંદતા આવી જાય પરંતુ મનનો ઉત્સાહ અને શદ્ધ આત્મપરિણામોથી સુગતિને પ્રાપ્ત કરી શકે છે. અહીં ભાવવિશુદ્ધિની મહત્તા પ્રતીત થાય છે.
gિM :- શીઘ્ર. વૃદ્ધાવસ્થામાં સંયમ ગ્રહણ કરનારની અત્યલ્પ ઉંમર અવશેષ હોય છે. તેમાં ઉત્કૃષ્ટ સંયમ અને તપમાં પરાક્રમ કરવાથી તે શીધ્ર કલ્યાણ સાધી લે છે અર્થાતુ બે–ચાર કે પાંચ-દશ વર્ષમાં જ તેનો બેડો પાર થઈ જાય છે.
२९
ઉપસંહાર :
इच्चेयं छज्जीवणियं, सम्मद्दिट्ठी सया जए ।
दुल्लहं लहित्तु सामण्णं, कम्मुणा ण विराहिज्जासि ॥ त्ति बेमि ॥ છાયાનુવાદઃ ફત્યંત ઉન્નનિચિવ, સચદષ્ટિ સવા યતઃ |
दुर्लभं लब्ध्वा श्रामण्यं, कर्मणा न विराधयेत् ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ - = સદા ગાયતના કરનાર સદી સમ્યગ્દષ્ટિજીવ તુલ્લા દુર્લભસાન - સાધુપણાને આંદg = પ્રાપ્ત કરીને રૂવેય = આ પ્રમાણે છળીવળયે= ષકાયની જમ્મુળ = મન, વચન, કાયાની ક્રિયાથી જ વિહિન = વિરાધના ન કરે ત્તિ = આ પ્રમાણે તેમને હું કહું છું.
ભાવાર્થ:- આ પ્રમાણે સમ્યગુદષ્ટિ સાધુ હંમેશાં છ જીવનિકાયની જતના કરે અને દુર્લભ સાધુતાને પામીને તે છે જીવનિકાયની મન, વચન અને કાયાથી વિરાધના ન કરે.
શ્રી સુધર્મા સ્વામી શ્રી બૂસ્વામીને કહે છે કે હે જંબૂ! જે પ્રમાણે મેં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસેથી ષડજીવનિકાયનામક અધ્યયનનો અર્થ શ્રવણ કર્યો છે, તે પ્રમાણે મેં તને કહ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથા અધ્યયનના ઉપસંહારરૂપ છે. તેમાં છજીવનિકાયનું જ્ઞાન પ્રાપ્ત કરી, પંચ મહાવ્રતના