________________
૧૨૬ ]
શ્રી દશવૈકાલિક સત્ર
(૩) મિસીસ - નિકામશાયી. આવશ્યક સૂત્રમાં //સિગ્ગા અને ગામના આ બે શબ્દ નિદ્રા દોષના પ્રતિક્રમણના પાઠમાં છે. ત્યાં પ્રથમ પદનો અર્થ છે- અધિક સમય નિદ્રા લેવી અને બીજા પદનો અર્થ છે– વારંવાર નિદ્રા લેવી કે દિવસમાં નિદ્રા લેવી. પ્રસ્તુત ગાથામાં એક જ શબ્દમાં બે શબ્દનો સમાવેશ છે તેથી તેનો અર્થ છે અમર્યાદિત સમય માટે અને વારંવાર સૂનાર નિદ્રાશીલ સાધકની સગતિ થવી દુર્લભ છે અર્થાત્ તેની સંયમની આરાધના થતી નથી. સ્થવિર કલ્પી માટે વધુમાં વધુ રાત્રિના બે પ્રહરનો અને જિનકલ્પી માટે એક પ્રહરનો નિદ્રાનો સમય છે. કોમલ અને અધિક પ્રમાણની પથારી કરનાર પણ નિકામશાયી કહેવાય છે. (૪) ૩છોતબાપોયરૂ વસ્ત્ર, ઉપકરણ અને અંગોપાંગને ધોવાની અનાવશ્યક અને અમર્યાદિત પ્રવૃત્તિ કરનાર. તાત્પર્ય એ છે કે વિભૂષા વૃત્તિ અને શરીર શુક્રૂષામાં તલ્લીન સાધક માટે સુગતિ એટલે કે સંયમ આરાધના મુશ્કેલ થઈ જાય છે.
છવ્વીસમી ગાથામાં કથિત આ ચારે ય દોષોમાં સાધુની દેહલક્ષી પ્રવૃત્તિ અને ભૌતિક સુખની સ્પૃહા અનુલક્ષિત થાય છે. તેવા સાધુનો આધ્યાત્મિક વિકાસ અવરુદ્ધ થઈ જાય છે. સંયમ જીવન સ્વીકારવા છતાં તેઓને સંયમના સુફલરૂપ સદ્ગતિ કે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં.
આ પ્રમાણે છવ્વીસમી ગાથામાં અયોગ્ય સાધકના ચાર અવગુણો કહ્યા પછી સત્યાવીસમી ગાથામાં યોગ્ય સાધકના પાંચ ગુણ કહ્યા છે. યથા(૧) તવો મુખપ્પાઇક્સ - તપોગુણ પ્રધાન. જેનામાં તપસ્યાનો મુખ્ય ગુણ હોય અર્થાત્ જે સાધક નાની મોટી તપસ્યા હંમેશાં કરતા જ હોય. (૨) ૩જુમડુ – ઋજુમતિ. (૧) જેની મતિ સરળ હોય, જે માઈ–કપટી ન હોય. (૨) જેની બુદ્ધિ ઋજુ અર્થાત્ મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત હોય. (૩) ઉત્તિયમ્સ :- ક્ષતિપરાયણ. હરિ શબ્દથી બે અર્થ પ્રગટ થાય છે– ક્ષમા અને સહિષ્ણુતા(તિતિક્ષા). આ બંને ગુણ જેનામાં હોય તેના કષાય મંદ હોય છે તેમજ તેની સહનશક્તિ વિકસિત થાય છે અને તે રત્નત્રયની સાધના ઉત્સાહપૂર્વક કરી શકે છે.
લયસ્ત = સંયમરતી. ૧૭ પ્રકારના સંયમમાં લીન તેમજ સંયમ સંબંધી નિયમોપનિયમના પાલનમાં દત્તચિત્ત રહેનાર. (૫) પરીદે નિરંતર્સ = પરીષહ વિજયી. મોક્ષમાર્ગથી ચુત થયા વિના નિર્જરાના હેતુથી સમભાવપૂર્વક કષ્ટ સહન કરનાર; તે પરીષહો પર વિજય પ્રાપ્ત કરનાર કહેવાય છે. મુનિના બાવીસ પરીષહોનું વિસ્તૃત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર બીજા અધ્યયનમાં છે.
આ પાંચે ગુણ સાધકની અંતરમુખી વૃત્તિને પ્રગટ કરે છે. તેવા સાધુ સંયમ તપની આરાધનાથી