________________
૧૦૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
व्यजन्तं वा न समनुजानीयात् यावज्जीवं त्रिविधं त्रिविधेन मनसा वाचा कायेन न करोमि न कारयामि कुर्वन्तमप्यन्यं न समनुजानामि। तस्य भदन्त ! प्रतिक्रमामि निन्दामि गामि आत्मानं व्युत्सृजामि ॥१७॥ શબ્દાર્થ – સિM = શ્વેત ચામરથી વિદુયોગ = પંખાથી તાતિયા = તાડ વૃક્ષના પંખાથી પત્તળ = કમળ આદિના પાનથી પરમ ખ = કેળના પાંદડાના ટુકડાથી સાફા = શાખાથી સારામન = શાખાઓના ટુકડાથી પિદુન = મયૂરની પીંછીથી પિદુગાદલ્થ વ = મોરપીંછાઓની પૂંજણીથી વેત્તા=વસ્ત્રથી વેતપત્ર વસ્ત્રના ટુકડાથી, વસ્ત્રના છેડાથી પ્રત્યેક = હાથથી મુખ = મુખથી અપ્પો વા યંત્ર પોતાના શરીરને વારં વા વિ પુi - બહારના પુગલોને નમુનિના = ફૂંક મારે નહિ વાઘMાં પંખાદિથી વીંઝે નહિ પણ = બીજા દ્વારા જ જુનવિષ્ણા વા = ફૂંક મરાવે નહિ જ વીયાવિMા = પંખાદિથી વીંઝાવે નહિ અને
મત વા = ફૂંક મારતા હોય વાયત વ = પંખાદિથી પવન વીંઝતા હોય અw = બીજી કોઈ વ્યક્તિની જ સમજુનાગના = અનુમોદના કરે નહિ. ભાવાર્થ - મહાવ્રત ધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાલના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ ચામરથી, પંખાથી, તાડપત્રથી, પાંદડાથી કે પાંદડાના ટુકડાથી, વૃક્ષની શાખાથી કે શાખાના ટુકડાથી, મોરપીંછથી કે મોરપીંછના સમૂહથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી; પોતાની કાયાને (ગરમીથી રક્ષણ કરવા માટે) કે બહારના ઉષ્ણ યુગલને ઠારવા માટે ફૂંક મારવી નહીં કે વીંજણાથી વાયુ નાખવો નહીં, બીજા પાસે ફૂંક મરાવવી નહીં કે વીંજણાથી વાયુ નંખાવવો નહીં, અન્ય કોઈ ફૂંક મારતો હોય કે વીંજણાથી વાયુ નાખતો હોય તો તેની અનુમોદના કરવી નહીં.
હે ભગવન્! વાયુસંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવનપર્યત મનથી, વચનથી, કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તત્સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદુ છું અને આપની સમક્ષ તે પાપની ગહ કરું છું તેમજ હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાયુની વિરાધનાના સાધનો અને વિરાધનાની રીત પ્રદર્શિત કરીને તત્સંબંધી પ્રતિજ્ઞા વચનનું કથન છે. વાયકાયની વિરાધનાના સાધનો - સૂત્રમાં વાયુકાયની વિરાધનાના ચામરાદિ ૧૩ સાધનોનું કથન કર્યું છે અને તે વિરાધનાના આધારભૂત પદાર્થ શરીર અને પુગલને કહ્યા છે– શરીરમાં થતી ગરમીને શાંત કરવા અને ઉષ્ણજલ આદિને શીતલ કરવા માટે સૂત્રોક્ત વાયુકાયની વિરાધનાજન્ય પ્રવૃત્તિ થાય છે. ભિક્ષુ