________________
[ ૮૬]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન, કાયાએ કરી મૈથુન સેવન કરીશ નહીં, બીજા પાસે મૈથુન સેવન કરાવીશ નહીં અને મૈથુન સેવનારને અનુમોદન પણ આપીશ નહીં. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું, આપની પાસે તે પાપની ગહ કરું છું અને હવે પછી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું. હે ભગવન્! આ પ્રમાણે હું ચોથા મૈથુન વિરમણ મહાવ્રતમાં ઉપસ્થિત થાઉં છું.
વિવેચન :
Tલબ્ધ વા... - પ્રસ્તુત સૂત્રમાં ચોથા મહાવ્રતની પ્રતિજ્ઞામાં ત્રણ પ્રકારના મૈથુનથી નિવૃત્ત થવાનું સૂચન છે. સામાન્યતયા મનુષ્યની એક જ પ્રકારની એટલે કે મનુષ્ય સંબંધી મૈથુન પ્રવૃત્તિ હોય છે. પરંતુ ક્યારેક કોઈ મનુષ્ય તિર્યંચ(પશુ) સાથે અને ક્યારેક દેવ સાથે પણ મૈથુન પ્રવૃત્તિ કરે છે. તેથી મહાવ્રતના આ પ્રતિજ્ઞા પાઠમાં ત્રણે ય પ્રકારના મૈથુન સંબંધી પ્રત્યાખ્યાનનું કથન ઉપયુક્ત છે. દ્વવ્યાદિની અપેક્ષાએ મૈથન વિરમણ વ્રત - (૧) દ્રવ્યદષ્ટિએ મૈથુન વિરમણનો વિષય દેવ, મનુષ્ય અને તિર્યંચ છે. (૨) ક્ષેત્રદષ્ટિએ ત્રણે ય લોક છે. (૩) કાલદષ્ટિએ દિવસ અને રાત્રિ આદિ સર્વકાલ છે. (૪) ભાવદષ્ટિએ વેદમોહોદય અને ત્રણ કરણ, ત્રણ યોગ છે. મૈથુન સંજ્ઞા - સ્થાનાંગ સૂત્રમાં મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિના ચાર કારણ કહ્યા છે. યથા– (૧) શરીરમાં માંસ રક્ત વીર્યની વૃદ્ધિ થવાથી (૨) વેદ મોહનીયકર્મના ઉદયથી. (૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી (૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી.
સમવાયાંગ સૂત્રમાં બ્રહ્મચર્યની નવ વાડ કહી છે અને ઉત્તરાધ્યયન સૂત્રમાં બ્રહ્મચર્યના દસ સમાધિ સ્થાન કહ્યા છે, તેનાથી વિપરીત આચરણ કરવાથી મૈથુન ભાવ કે વિકાર ભાવ જાગૃત થવાની શક્યતા રહે છે. માટે સાધકે બ્રહ્મચર્ય સંબંધી સૂત્રોક્ત દરેક સૂચનો અને આદેશોનું યથાર્થ પાલન કરવું જોઈએ.
અન્યત્ર મૈથુનનાં આઠ અંગ કહ્યા છે– સ્મરણ, કીર્તન, ક્રિીડા, પ્રેક્ષણ, એકાંતભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને ક્રિયા નિષ્પત્તિ.
મહાવ્રતનો સાધક મુમુક્ષુ આત્મા સર્વ પ્રકારના મૈથુનનો ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યત ત્યાગ કરી બ્રહ્મચર્ય ભાવમાં ઉપસ્થિત થાય છે.
પાંચમું મહાવત ઃ પરિગ્રહ વિરમણ :
११ अहावरे पंचमे भंते महव्वए परिग्गहाओ वेरमणं; सव्वं भंते परिग्गह पच्चक्खामि । से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा, णेव सयं परिग्गह परिगिण्हेज्जा णेवण्णेहिं परिग्गहं परिगिण्हाविज्जा