________________
[ ૮૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
= ગાય વગેરે (૩) નાના સ્થાવર = પાણી વગેરેના જીવ (૪) મોટા સ્થાવર = વૃક્ષ વગેરે. સમજુનના સમણુના નિઃ-મહાવ્રતના આ પ્રતિજ્ઞા પાઠમાં પહેલાં વિદ્યર્થ ક્રિયાથી મહાવ્રતના વિષયને કહ્યું છે અને પછી ઉત્તમ પુરુષની ક્રિયા દ્વારા પ્રત્યાખ્યાનના સંકલ્પ રૂપ પ્રતિજ્ઞા વચન છે. તેથી સૂત્રમાં ઉક્ત બે પ્રકારની ક્રિયાનો પ્રયોગ છે. આ રીતે સૂત્રને બે વિભાજનથી સમજતાં વિદ્યર્થ અને ઉત્તમ પુરુષની ક્રિયાઓનો સમન્વય થઈ જાય છે.
ટીકાકારે આ બંને શબ્દોને એક રૂપે સ્વીકાર્યા છે અને દર્શાવ્યું છે કે તેમના માં પ્રાકૃત હોવાથી વિભક્તિનો વ્યત્યય થયો છે. તેથી તેઓએ બંને સ્થળે ઉત્તમ પુરુષનો જ અર્થ કર્યો છે. વિદ્યર્થનો અર્થ કર્યો નથી. પરંતુ પ્રસ્તુત સંસ્કરણમાં બંને ક્રિયાઓના ભિન્ન-ભિન્ન પ્રયોગને સ્વીકારતાં ભિન્ન-ભિન્ન અર્થ કર્યા છે એટલે વિભક્તિ વ્યત્યય ન માની ઉપલબ્ધ ક્રિયા પ્રયોગ અનુસાર વિદ્યર્થ અને ઉત્તમ પુરુષનો અર્થ કર્યો છે. દ્રવ્યાદિ અપેક્ષાએ આ મહાવતનો વિષય - (૧) દ્રવ્ય દષ્ટિએ પ્રાણાતિપાત (જીવ હિંસા)નો વિષય છ જીવનિકાય છે. તેમાં ત્રસ સ્થાવર સર્વ જીવોનો સમાવેશ થાય છે. (૨) ક્ષેત્ર દષ્ટિએ પ્રાણાતિપાતનો વિષય સમગ્રલોક છે. (૩) કાળદષ્ટિએ પ્રાણાતિપાતનો વિષય સર્વકાળ છે. કારણ કે દિવસ હોય અથવા રાત હોય, દરેક સમયે સૂક્ષ્મ, બાદર, જીવોની હિંસા થવાની સંભાવના છે. (૪) ભાવની દષ્ટિએ હિંસાનો હેત રાગ અને દ્વેષ છે. જેમ કે શરીર આદિ માટે રાગથી તથા શત્રુ આદિની દ્વેષથી હિંસા થાય છે. તે સિવાય દ્રવ્યહિંસા ભાવહિંસા આદિ અનેક વિકલ્પ છે. કરણ, કરાવણ અને અનુમોદન આ ત્રણ કરણ અને ત્રણ યોગ પણ પ્રાણાતિપાતના વિષય છે. દ્રવ્યાદિ ચારે ય દષ્ટિએ વિષય બનતાં પ્રાણાતિપાતનો સર્વથા ત્યાગ આ પ્રથમ મહાવ્રતમાં થાય છે. પક્વામિ :- પ્રત્યાખ્યાન કરું છું. પ્રત્યાખ્યાનનો સંકલ્પ પ્રતિજ્ઞાનો પ્રાણ છે. પ્રત્યેક મહાવ્રતની પ્રતિજ્ઞાના પ્રારંભમાં પચ્ચકખામિ શબ્દ આવે છે. પ્રત્યાખ્યાનનો વ્યુત્પત્તિ લભ્ય અર્થ આ પ્રમાણે છે. તેમાં ત્રણ શબ્દ છે– પ્રતિ + આ + ખ્યાન. પ્રતિ શબ્દ(ઉપસર્ગ) નિષેધ અર્થમાં છે; - અભિમુખ અર્થમાં છે. ખ્યા ધાતુ કથન કરવાના અર્થમાં છે. આ ત્રણે શબ્દો મળીને પ્રત્યાખ્યાનનો અર્થ થાય = ગુરુની સમુખ પાપ પ્રવૃત્તિનો નિષેધ કરવો. પાંચે ય મહાવ્રતમાં આ શબ્દ દ્વારા સંવૃત આત્મા ગુરુની સમક્ષ ઉપસ્થિત થઈ ભવિષ્યમાં તે પાપ ન કરવા માટે પ્રત્યાખ્યાન કરે છે, વચનબદ્ધ થાય છે.. ગાવવાપ:- મહાવ્રતની કાલ મર્યાદા જીવન પર્વતની છે. તેમાં કોઈ વિકલ્પ અહીં દર્શાવેલ નથી. તેથી વર્ષ, બે વર્ષ કે ઇચ્છિત સમય માટે મહાવ્રતને ધારણ ન કરી શકાય. મહાવ્રતની પ્રતિજ્ઞા વિધિ – ગુરુ સમક્ષ અતીતકાલીન પાપોનું પ્રતિક્રમણ, તે દોષની આત્મસાક્ષીએ નિંદા, ગુરુ સાક્ષીએ ગહ કરીને, ભવિષ્યકાલમાં તે પાપ ન કરવાની પ્રતિજ્ઞા ત્રણ કરણ અને ત્રણ યોગથી કરાય છે. તેનું સ્પષ્ટીકરણ પૂર્વવત્ જાણવું. પદને બન્ને ! મહબૂણ ૩વદિનિ :- પ્રથમ મહાવ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કર્યાનું આ અંતિમ પદ