________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
છું અર્થાત્ મન, વચન, કાયાથી હિંસા કરીશ નહિ, કરાવીશ નહિ કે હિંસા કરનારને અનુમોદન આપીશ નહિ અને ભૂતકાળમાં હિંસા દ્વારા જે પાપ કર્યું છે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું. આપની પાસે તેની ગર્તા કરું છું અને હવે તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છે. હે ભગવન્! એ પ્રમાણે પહેલા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં હું ઉપસ્થિત થાઉં છું.
વિવેચન :
આ સૂત્રમાં પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ અને તેની પ્રતિજ્ઞાવિધિનું કથન છે.
પૂર્વના સૂત્રમાં સામાન્યરૂપે છ કાયના જીવો પ્રતિ દંડ-સમારંભના ત્યાગનું નિરૂપણ છે. ત્યારપછી હવે આ સુત્રથી પાંચ મહાવ્રત અને રાત્રિભોજન વિરમણ વ્રતનું કથન છે.
પદને મહિબ્લg :- પ્રથમ શબ્દ અન્યની અપેક્ષા રાખે છે. અન્ય મહાવ્રતોની અપેક્ષાએ અહિંસા મહાવ્રત પ્રથમ છે. તેથી તેના માટે પ્રથમ શબ્દ પ્રયોગ છે.
સર્વ પાપોમાં હિંસા, એ મુખ્ય પાપ છે. અસત્ય, ચોરી આદિ પાપ પ્રવૃત્તિ આત્મગુણોની હિંસાનું કારણ હોવાથી તે સર્વ પાપ પણ એક દષ્ટિકોણથી હિંસામાં સમાવિષ્ટ થઈ શકે છે. તેથી હિંસાની નિવૃત્તિરૂપ અહિંસા મહાવ્રત પ્રધાન છે. શેષ મહાવ્રતોનું કથન અહિંસા મહાવ્રતની સફળતા માટે છે. તેથી પ્રત્યેક તીર્થકરોએ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતને પ્રાથમિકતા આપી છે.
મહાવ્રત શબ્દ પણ અન્ય લઘુવ્રત (અણુવ્રત)ની અપેક્ષા રાખે છે. વ્રત એટલે પાપ પ્રવૃત્તિથી વિરામ પામવું. તે વ્રતના બે ભેદ છે, યથા– અણુવ્રત અને મહાવ્રત. અપૂર્ણ વિરતિવાળા વ્રતો અણુવ્રત કહેવાય છે અને સંપૂર્ણ વિરતિવાળા વ્રતો મહાવ્રત કહેવાય છે. તેને જ અનુક્રમે દેશ વિરતિ અને સર્વવિરતિ પણ કહેવાય છે. મહાવ્રતોની મહાનતા - (૧) અણુવ્રતોની અપેક્ષાએ મહાવ્રતો ત્યાગમાં મહાન(વિશાળ) હોય છે. (૨) તે સંસારના સર્વોચ્ચ મહાધ્યેય એવા મોક્ષના સાધક હોય છે. (૩) આ વ્રતોનો ધારક આત્મા અતિમહાન અને ઉચ્ચ થઈ જાય છે, તેને ઈન્દ્ર અને ચક્રવર્તી પણ નમસ્કાર કરે છે, (૪) ચક્રવર્તી, રાજા, મહારાજા આદિ તીવ્ર વૈરાગ્ય સંપન્ન મહાન વીરપુરુષ અને વીરાંગનાઓ પણ તેનું પાલન કરે છે. (૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સકલરૂપથી તે અંગીકાર કરાય છે. આ રીતે અનેક પ્રકારે મહાન હોવાથી તે મહાવ્રત કહેવાય છે. સળ :- આ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે– (૧) સર્વ પ્રકારે = ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર તે સર્વ પ્રકારના જીવોની હિંસાથી નિવૃત્ત થાઉં છું. (૨) સર્વવિકલ્પથી = પાપ કરવાના જેટલા વિકલ્પો છે તે સર્વનો ત્યાગ કરું છું. અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ યોગરૂપે નવકોટિથી પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. (૩) સર્વ = નિરવશેષ, સંપૂર્ણ રીતે. કોઈ પણ પ્રકારના આગાર(છૂટ) રાખ્યા વિના પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું. (૪) સર્વ પ્રકારની = મહા આદિ સર્વ(દશ) પ્રકારે જીવની વિરાધના થાય છે તે દશે ય પ્રકારની હિંસાનો