________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૬૩]
(૨) ચારિત્રધર્મ - સૂ. ૭ થી ૧૩માં પંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણ વ્રત રૂપ ચારિત્રધર્મનું પ્રતિપાદન છે. (૩) યતના:- સૂ. ૧૪ થી ૧માં અહિંસા ધર્મની પુષ્ટિ માટે છકાય જીવોની હિંસાથી નિવૃત્ત થવાની વિસ્તૃત વિધિનું પ્રતિપાદન છે.
આ રીતે ત્રણ અધિકાર ગધમાં પૂર્ણ થયા પછી પધાંશનો પ્રારંભ થાય છે. (૪) ઉપદેશ :- ગાથા ૧ થી ૧રમાં સાધક જીવનના અત્યંત મહત્વના વિષયભૂત કર્મબંધ અને અબંધનો માર્મિક અને સચોટ ઉપદેશ છે. તેમાં જીવનની આવશ્યક ક્રિયા કરતાં અયતનાથી કર્મબંધ અને યતનાથી કર્મનો અબંધ કહ્યો છે. સૂત્રકારે આવા તલસ્પર્શી ઉપદેશથી સાધકને યતના માટે સાવધાન કર્યા છે. ત્યાર પછી ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનપૂર્વક થાય છે, તેવું સ્પષ્ટ કથન કરી જ્ઞાનની મહત્તા પ્રદર્શિત કરી છે.
(૫) ધર્મફળ :- ગાથા ૧૩ થી રપમાં સાધનાના આધ્યાત્મિક વિકાસનો ક્રમ સૂચિત કર્યા છે. જેમ કે- જે વ્યક્તિને જીવાજીવનું જ્ઞાન હોય છે, તે તેની વિવિધ પ્રકારની ગતિ અને તેના કારણભૂત પુણ્ય, પાપ, બંધ, મોક્ષ તત્ત્વને જાણે છે. ત્યાર પછી ક્રમશઃ તેને ભોગ પ્રતિ નિર્વેદ ભાવ, બાહ્ય–આત્યંતર સંયોગનો ત્યાગ, સંયમ સ્વીકાર, ઉત્કૃષ્ટ સંવર અને અનુત્તર ધર્મની સ્પર્શના, પૂર્વકૃત કર્મનાશ, કેવળજ્ઞાન-દર્શનની પ્રાપ્તિ, લોકાલોકનું જ્ઞાન, યોગનિરોધ, શેલેશી–અવસ્થાની પ્રાપ્તિ અને અંતે ઊર્ધ્વગતિએ જઈ લોકાગ્રે શાશ્વત કાલ પર્યત સ્થિત થવાનું વર્ણન છે.
આ રીતે સમ્યજ્ઞાનથી પ્રારંભ થયેલી સાધના સમ્યક ચારિત્રને પામી અંતે અખંડ જ્ઞાન ગુણમાં, સ્વરૂપ રમણતામાં પૂર્ણ થાય છે. * સુત્રકારે સાધનાનો માર્ગ, સાધકના યોગ્ય ગુણો અને સાધના માર્ગ પર આવેલા સાધકને સાધનાના સાતત્ય માટે વિરાધના ન કરવાનો અંતિમ ઉપદેશ આપી અધ્યયન પૂર્ણ કર્યું છે. * સાધક જીવન માટે આ અધ્યયન પ્રાણ સમાન છે. કારણ કે નવદીક્ષિત સાધુને અપાતા છેદોપસ્થાપનીય ચારિત્રવડી દીક્ષાના દિવસે અપાતા) પંચમહાવ્રત અને રાત્રિભોજન ત્યાગ તેમજ છકાય જીવોની રક્ષાના પ્રતિજ્ઞા સૂત્રો આ અધ્યયનમાં છે. * નવદીક્ષિત સાધુ અથવા સાધ્વી માટે જીવ તત્ત્વથી મોક્ષ તત્ત્વ સુધી હેય, શેય, ઉપાદેય તત્ત્વોનો બોધ તથા સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રની દષ્ટિએ સમ્યક આરાધનાનો નિષ્કર્ષ તેમજ આ અધ્યયનમાં મોક્ષમાર્ગના અધિકારી સાધકને મોક્ષ માર્ગની આરાધના કરવાની સાંગોપાંગ વિધિ આ અધ્યયનમાં દર્શાવી છે. સિદ્ધિના આરોહ ક્રમને જાણવાની દષ્ટિએ પણ આ અધ્યયન અતિ ઉપયોગી છે.
નિર્યુક્તિકારના મતાનુસાર આ અધ્યયન સાતમા આત્મપ્રવાદ પૂર્વમાંથી લેવામાં આવ્યું છે.