________________
**
શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨
साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो । अण्णो वि संसओ मज्झं, तं मे कहसु નોયમા II
३४
ભાવાર્થ :- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સર્ચલક અને અચેલક ધર્મ(સાધન) વિષયક શ્રીકેશીસ્વામીની જિજ્ઞાસા અને તેનું ગૌત્તમ સ્વામી દ્વારા થયેલું સમાધાન છે.
સચેલ-અચેલ :– ચેલ એટલે વસ્ત્ર. વસ્ત્ર સહિત હોય તે સચેલ અને વસ્ત્ર રહિત હોય તે અચેલ; આ તેનો શાબ્દિક અર્થ છે. તેનો પ્રાસંગિક અર્થ કંઈક વિશિષ્ટ થાય છે– 'અચેલ' શબ્દમાં 'અ' અલ્પ અર્થમાં પ્રયુક્ત થયો છે તેથી અલ્પ એટલે શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર વસ્ત્રોને ધારણ કરે, તે અચેલ. પહેલા અને ચોવીસમાં તીર્થંકરના સાધુઓ પ્રમાણોપેત અને સામાન્ય વસ્ત્રો ધારણ કરે છે તેથી તેમના ધર્મને અચેલધર્મ અને કોઈ પણ પ્રકારની મર્યાદા વિના વિશિષ્ટ કે સામાન્ય ઈચ્છાનુસાર વસ્ત્રોને ધારણ કરે, તે સચેલક ધર્મ મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓને વસ્ત્રના વિષયમાં કોઈ પ્રતિબંધ નથી; તેથી તેમના ધર્મને સ૨ેલકધર્મ કહે છે. લોક વ્યવહારમાં પણ જેની પાસે અલ્પ ધન હોય તેના માટે નિર્ધન અને અધિક ધન હોય તેના માટે ધનવાન શબ્દનો પ્રયોગ થાય છે.
ભગવાન મહાવીરના શાસનમાં વક્ર-જડ અને પ્રથમ તીર્થંકરના શાસનમાં ઋજુ-જડ શિષ્યોની બહુલતા હોવાથી અલ્પમૂલ્યવાન અને પ્રમાણોપેત વસ્ત્રો રાખવાના નિયમો છે. વક્ર-જડ કે જુ–જડ વ્યક્તિઓ માટે દરેક વિષયમાં અનુશાસન પ્રાયઃ અનિવાર્ય બની જાય છે. મધ્યવર્તી તીર્થંકરોના શિષ્યો પ્રાયઃ ઋજુપ્રાક્ષ હોવાથી તેમને વસ્ત્ર સંબંધી કોઈ પ્રતિબંધ હોતો નથી. તે અલ્પમૂલ્ય, બહુમૂલ્ય, સામાન્ય કે વિશેષ કોઈપણ પ્રકારના વસ્ત્રો ધારણ કરી શકે છે.
=
સાધુવેશના ત્રણ મુખ્ય પ્રયોજન :– (૧) પન્વવત્સ્ય - લોક એટલે ગૃહસ્થ વર્ગની પ્રતીતિ માટે, સાધુવેશ અને તેના કેશલોચ આદિ આચાર જોઈને લોકોને પ્રતીતિ થઈ જાય છે કે આ સાધુ છે કે નહીં. અન્યથા પાખંડી લોકો પણ પોતાની પૂજા વગેરે માટે 'અમે સાધુ છીએ, મહાવ્રતી છીએ, એમ કહેવા લાગે. આવું થાય તો સાચા સાધુઓ પ્રત્યે લોકોને અપ્રતીતિ થઈ જાય. આ સ્થિતિ નિવારવા માટે વિવિધ ઉપકરણોનું વિધાન છે. (૨) ખત્ત્વત્થ = સંયમ યાત્રાના નિર્વાહ માટે સાધુવેશ આવશ્યક છે. વર્ષાઋતુમાં તેમજ ગ્લાન, વૃદ્ઘ કે તપસ્વી સાધુ માટે આહાર-પાણી આદિ લાવવામાં પાત્રાદિ ઉપકરણ ઉપયોગી થાય છે. રજોહરણ જીવદયાના પાલન માટે જરૂરી છે. વસ્ત્ર લજ્જા નિવારણ માટે સહાયક બને છે. (૩) TTTળË = ગ્રહણાર્થ. પરીષહના સમયે સંયમમાં અરતિ થાય ત્યારે હું સાધુ છું, મેં સાધુવેશ પહેર્યો છે, હું આવું અપકૃત્ય કેમ કરી શકું' આ પ્રકારનો બોધ ગ્રહણ થાય તે માટે સાધુવેશનું પ્રયોજન છે. વેશ પણ સાધુ ધર્મનું રક્ષણ કરે છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ.
આ રીતે સાધુનો વેશ, રજોહરણ, પાત્રાદિ ઉપકરણો, સાધ્વાચાર સંબંધી બાહ્ય ક્રિયાઓ; આ બધા વ્યવહારોથી સાધુની ઓળખ થાય છે. સાધુવેશ બાહ્ય સાધન છે તેમ છતાં તે આંતરિક સાધન જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિમાં અને આત્મવિકાસમાં સહાયક બને છે તે જ તેનું પ્રયોજન છે. બંને તીર્થંકરોના શાસનકાલમાં