________________
[ ૪૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
શબ્દાર્થ-તે = આપની પUM = પ્રજ્ઞા, બુદ્ધિ સીદુ = સાધુ-શ્રેષ્ઠ છે એ = મારો = આ સંતો = સંશય fછળો = દૂર કરી દીધો માં – મારો આખો લિ = બીજો પણ, મને સંશય છે તે = તે વિષયમાં ને = મને વાસુ = કહો, સંશય દૂર કરો. ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તેનું સમાધાન મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સપરિવાર એકત્રિત થયેલા બંને સંતોની વચ્ચે પ્રારંભ થયેલી ધર્મચર્ચાનું પ્રતિપાદન છે.
કેશીસ્વામી પોતાના શિષ્યોની જિજ્ઞાસાને જાણતા હતા. તેથી ધર્માનુશાસનને જાણીને બધા શિષ્યો તરફથી જ સ્વયં પ્રશ્નનો પ્રારંભ કર્યો.
એક મોક્ષરૂપ લક્ષ્યની સિદ્ધિ માટે ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મ, તેમ બે પ્રકારના ધર્મના ભેદનું કારણ શું? ગોતમ સ્વામીએ તેનો ઉત્તર આપ્યો કે પછી સમજણ થ....ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા દ્વારા નિશ્ચિત્ત થાય છે. લક્ષ્ય એક હોવા છતાં વ્યક્તિની પાત્રતાના ભેદ અનુસાર ધર્મોપદેશમાં ભેદ થાય છે. તીર્થંકર પાર્શ્વનાથના સમયના સાધુઓ અને ભગવાન મહાવીરના સમયના સાધુઓની પ્રજ્ઞામાં એટલે સત્-અસત્નો વિવેક કરનાર બુદ્ધિમાં મોટું અંતર હતું. અંતિમ તીર્થકરના સાધુઓની બુદ્ધિ પ્રાયઃ વક્ર-જડ હોય છે, જેથી તેઓ સાધુઓના આચારને સરળતાથી સમજતા નથી અને કદાચ સમજે, તો પણ તેનું પાલન કરવામાં કદાગ્રહી હોવાથી તેમની બુદ્ધિ કુતર્ક-વિકલ્પની જાળમાં ફસાઈને જડ થઈ જાય છે. તેથી તેમના માટે પંચમહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. જ્યારે બીજાથી ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના મધ્યના બાવીસ તીર્થંકરના સાધુઓ ઋજુપ્રાજ્ઞ હોય છે. તેઓ પ્રાજ્ઞ હોવાથી બુદ્ધિમત્તાથી સાધ્વાચારને સરળતાથી ગ્રહણ કરી લે છે અને સરળ હોવાથી તેનું સારી રીતે પાલન કરે છે, તેથી પાર્શ્વનાથ ભગવાને તેમના સાધુઓને માટે ચાતુર્યામ(ચાર મહાવ્રત)રૂપ ધર્મ કહ્યો છે. તેઓ ચાર મહાવ્રતી હોવા છતાં અપરિગ્રહ વ્રતમાં બ્રહ્મચર્યનો સમાવેશ કરે છે. કારણ કે સ્ત્રી પ્રત્યેની આસક્તિ અને કામવાસના આત્યંતર પરિગ્રહરૂપ છે, તેથી પરિગ્રહ ત્યાગમાં તેનો સમાવેશ થઈ જાય છે.
પ્રથમ તીર્થંકરના સાધુઓ સરળ પરંતુ જડ હતા. તેઓ સાધ્વાચારને સરળતાથી ગ્રહણ કરી લેતા પરંતુ જડબુદ્ધિ હોવાના કારણે એ ધર્મતત્ત્વ સમજવામાં ભૂલ કરી બેસતા; તેથી તેમના દ્વારા આચાર શુદ્ધિનું કાર્ય કઠિન બની જતું.
સંક્ષેપમાં ધર્મતત્ત્વનો નિશ્ચય કેવળ શ્રવણમાત્રથી થતો નથી, પરંતુ પ્રજ્ઞાથી થાય છે. જેની જેવી પ્રજ્ઞા હોય છે તે અનુસાર તે ધર્મતત્ત્વનો નિશ્ચય કરે છે.
આ રીતે ગૌતમ સ્વામી દ્વારા જિજ્ઞાસાનું સમાધાન થતાં કેશીસ્વામીએ પ્રસન્નતાપૂર્વક તેનો સ્વીકાર કર્યો અને બીજી જિજ્ઞાસા પ્રગટ કરી. (ર) અચલક અને સચેલક ધર્મ - ___अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो ।
देसिओ वद्धमाणेण, पासेण य महाजसा ॥