SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ યોજનનું સહજ સમજાઈ જાય છે, અન્યથા તે અંતરમાં અસમંજસ થાય છે. આ રીતે ગાથાઓમાં આવતા અનેક વિષયોને વાચકોના હૃદય સુધી પહોંચાડવા માટે અમે અમારા ક્ષયોપશમ અનુસાર ઘણાં-ઘણાં પ્રયત્નો કર્યા છે. તેમાં આગમ મનીષી ૫. ત્રિલોકમુનિ મ.સા.નું વિશાળ આગમજ્ઞાન આ કરતું રહે છે. અનંત ઉપકારી ગુણીમૈયા મુખ્ય સંપાદિકા ભાવયોગિની પૂ. શ્રી લીલમબાઈ મ.નો દીર્ઘ સંયમપર્યાય અને પરિપક્વ જ્ઞાનસાધનાનો અનુભવ અમારા સંપાદન કાર્યને ઉજ્જવળ બનાવી પ્રકાશિત કરે છે. ગુરુકૃપાએ પ્રાપ્ત થયેલી આ અપૂર્વ તક સાધનાની દષ્ટિએ ચૂકાઈ ન જાય તે માટે ગુણીમૈયા પૂ. વિરમતિબાઈ મ. અમોને વારંવાર જાગૃત કરે છે. આ ભગીરથ શ્રુતસેવાના કાર્યમાં તેઓશ્રી મૂકપણે સર્વ પ્રકારની અનુકૂળતા આપીને, આત્યંતરતાની મહાન સાધના કરી રહ્યા છે. ગુરુકુલવાસી સર્વ રત્નાધિકો, સહવર્તિની સર્વ ગુભગિનીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષપણે પ્રાપ્ત થતો સહયોગ, તે જ અમારો ઉત્સાહ છે. અંતે માત-તાત તરફથી પ્રાપ્ત થયેલું સંસ્કારબીજ આજે વિકસિત થઈ રહ્યું છે. કાર્યસંપન્નતાના પાવન પ્રસંગે સર્વ ઉપકારીજનો પ્રતિ અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુષ્ણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy