________________
[ ૪૦૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૨૨૪
ભાવાર્થ:- પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાયના જીવો અનાદિ અને અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ અને સાંત છે.
. तिण्णेव अहोरत्ता, उक्कोसेण वियाहिया ।
। आउठिई तेऊण, अतोमुहुत्त जहणिया ॥ શબ્દાર્થ:- કાઈ = અગ્નિકાયના જીવોની તિજોવ = ત્રણ ગણોરા = અહોરાત્ર(દિન-રાત) આદિ = આયુ-સ્થિતિ. ભાવાર્થ:- અગ્નિકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની કહી છે.
। असंखकालमुक्कोसा, अंतोमुहुत्तं जहणिया ।
" कायठिई तेऊणं, तं कायं तु अमुचओ ॥ ભાવાર્થઃ- પોતાની તે કાયાને છોડ્યા વિના અર્થાત્ અગ્નિકાયમાં જન્મ મરણ કરતાં અગ્નિકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની હોય છે. 5. સતાણમુજો, સંતોમુહુ નાણN I S" વિનદગ્નિ સE #S, તે નવાજ અંતર II ભાવાર્થ - અગ્નિકાયના જીવો સ્વીકાયને છોડીને ફરીથી સ્વકામમાં જન્મ ધારણ કરે ત્યાં સુધીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું થાય છે. - एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ ।
संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ:- અગ્નિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં અગ્નિકાયના જીવોના ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું કથન છે. અગ્નિકાય– અગ્નિ જ જેનું શરીર છે, તેને અગ્નિકાય કહે છે. તેના પણ સૂક્ષ્મ-બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, તે ચાર ભેદ છે. અગ્નિના એક તણખામાં અસંખ્યાતા જીવો હોય છે, તે બધા પ્રત્યેક શરીરી છે. તેના ભેદપ્રભેદ તેમજ તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ ભાવાર્થથી સ્પષ્ટ છે. તેનું વિવેચન પૃથ્વીકાયની સમાન છે. વાયુકાય:
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा । ११८
पज्जत्तमपज्जत्ता य, एवमेव दुहा पुणो ॥ ભાવાર્થ - વાયુકાયના જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે તથા તેના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે-બે ભેદ છે.