________________
૪૦૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
1 सत्तेव सहस्साई, वासाणुक्कोसिया भवे ।
મા િમાળ, સંતોમુહુરં નહાયા છે શબ્દાર્થ - મi = અષ્કાયના જીવોની વાત કરવા સદા = સાત હજાર વર્ષની છે. ભાવાર્થ - અષ્કાયના જીવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સાત હજાર વર્ષની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
असंखकालमुक्कोस, अंतोमुहुत्तं जहण्णयं । ९०
कायठिई आऊणं, तं कायं तु अमुंचओ ॥ ભાવાર્થ – પોતાની તે કાયાને છોડ્યા વિના અર્થાત્ તે જીવ વારંવાર અપ્લાયમાં જ જન્મ-મરણ કરે તો તે જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની હોય છે.
अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ।।
विजढम्मि सए काए, आउजीवाण अंतर ।। ભાવાર્થ – સ્વકાયને છોડીને પરકાયમાં જઈને ફરીથી તે જ કાયમાં આવવા સુધીનો અષ્કાય જીવોનો અંતરકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે.
। एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ । स संठाणादेसओ वावि, विहाणाई सहस्ससो ॥ ભાવાર્થ - અષ્કાયના જીવોના, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં અપ્લાયના સ્વરૂપ વિષયક વિસ્તૃત વિવેચન છે. અપ્લાય- પાણી જ જેનું શરીર છે, તેને અપ્લાયિક જીવ કહે છે. કૂવાનું, નદીનું, તળાવનું, વરસાદનું આદિ બધા પ્રકારના પાણીમાં અપ્લાયિક જીવ હોય છે. પાણીના એક ટીપામાં અસંખ્યાત જીવો હોય છે. તેનું પણ એક શરીર છદ્મસ્થ જીવોને દષ્ટિગોચર થતું નથી. પાણીના અસંખ્યાતા જીવો એકરૂપે એકત્રિત થાય, ત્યારે તેને જોઈ શકાય છે. તે દરેક જીવના શરીર જુદા-જુદા હોય છે.
તેના સૂક્ષ્મ તથા બાદર, તેમ બે ભેદ અને તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે-બે ભેદ મળી કુલ ચાર ભેદ થાય છે. સૂક્ષ્મ અપ્લાય જીવો આખા લોકમાં ઠસોઠસ ભરેલા છે. તેના કોઈ ભેદ નથી. બાદર અષ્કાયિક જીવોના પાંચ ભેદ છે, તે શબ્દાર્થ-ભાવાર્થથી સ્પષ્ટ છે.
ભવસ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭,000 વર્ષની છે. કાયસ્થિતિ- પૃથ્વીકાયની જેમ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. અંતર- પૃથ્વીકાયની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. વનસ્પતિ કાય:
दुविहा वणस्सई जीवा, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥