________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૪૦૧ ]
અંતર કહે છે. જેમ કે પૃથ્વીકાયનો જીવ મરીને કોઈ બીજી કાયમાં ચાલ્યો જાય અને અન્યત્ર જન્મ-મરણ કરતાં કરતાં ફરીથી પૃથ્વીકાયમાં આવે ત્યાં સુધી ઓછામાં ઓછો અને વધારેમાં વધારે જેટલો સમય લાગે, આ સમયને પૃથ્વીકાયનું અંતર કહે છે. તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે. કોઈ જીવ પૃથ્વીકાય છોડીને અપ્લાય આદિ અન્યકામાં જન્મ ધારણ કરે. ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ પૃથ્વીકાયમાંથી વનસ્પતિકાયમાં જાય ત્યાં અનંતકાળની કાયસ્થિતિમાં રહે અને ત્યાર પછી પુનઃ પૃથ્વીકાયમાં જન્મ ધારણ કરે, તો પૃથ્વીકાયના જીવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું થાય છે.
પ્રસ્તુત ગાથામાં કથિત ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર ઇત્યાદિ એક જીવની સ્થિતિની અપેક્ષાએ છે. સંતતિ-પ્રવાહની અપેક્ષાએ પૃથ્વીકાય અનાદિ અનંત છે. કારણ કે કોઈ કાળમાં પૃથ્વીકાયનો સદ્ભાવ ન હોય એવું નથી. તેથી તેમાં ભવસ્થિતિ, કાયસ્થિતિ કે અંતર હોતું નથી.
દક્ષણો :- ગાથામાં સહસશઃ શબ્દ પ્રયોગ છે તેનો અર્થ હજારો થાય છે. તે હજારોમાં સંખ્યાત અને અસંખ્યાત સુધીનો સમાવેશ થાય છે. અકાયિક:
दुविहा आउजीवा उ, सुहुमा बायरा तहा ।
પનત્તમપારા, પવને કુરા પુણો II ભાવાર્થ - અષ્કાયના જીવોના બે ભેદ છે– સૂક્ષ્મ અને બાદર. તે બંનેના બે બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત.
बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया ।
सुद्धोदए य उस्से य, हरतणु महिया हिमे ॥ શબ્દાર્થ -પંer = પાંચ પ્રકારના વિત્તિય = કહ્યા છે સુદ્ધોવા = શુદ્ધ પાણી, આકાશમાંથી પડેલું વરસાદનું પાણી ૩સ્તે = ઓસબિંદુ, પ્રાતઃ કાળે થતી અતિ સૂક્ષ્મ વૃષ્ટિનું જળ. તy = વનસ્પતિનું ઝરતું પાણી મહિલા = મહિકા, ધૂઅર રિને = હિમ, બરફનું પાણી. ભાવાર્થ:- જે બાદર પર્યાપ્ત અપ્લાયિક જીવો છે તેના પાંચ પ્રકાર કહ્યા છે– (૧) વરસાદનું જળ (૨) ઓસબિંદુ (૩) વનસ્પતિમાંથી ઝરતું પાણી (૪) ધુમ્મસ (૫) બરફ. ટા પ્રવિરમગા , સુદુમાં તત્થ વિયોદય !
सुहुमा सव्वलोगम्मि, लोगदेसे य बायरा ॥ ભાવાર્થ – સુક્ષ્મ અષ્કાયના જીવો વિવિધ ભેદોથી રહિત કેવળ એક પ્રકારના છે; સૂક્ષ્મ અપ્લાયના જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે અને બાદર અષ્કાયના જીવો લોકના એક દેશમાં સ્થિત છે. । संतई पप्पणाईया, अपज्जवसिया वि य ।।
ठिइ पडुच्च साईया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ:- અષ્કાય પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
૮૬
८८