________________
| જીવાજીવ-વિભક્તિ
૩૮૩
વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં પૂર્વપ્રજ્ઞાપન નય–ભૂતકાળની અપેક્ષાએ સિદ્ધોની વિવિધતાનું દર્શન કરાવ્યું છે.
જેણે સર્વ કર્મોનો સર્વથા નાશ કર્યો હોય, તેને સિદ્ધ કહે છે. સિદ્ધ થયા પછી સર્વ આત્માઓ એક સમાન બની જાય છે. પૂર્ણતામાં કોઈ ભેદ શક્ય નથી. સિદ્ધ થયા પૂર્વે સર્વ જીવોમાં લિંગ, અવગાહના, ક્ષેત્રાદિની અપેક્ષાએ વિવિધતાઓ હોય છે. તે ભૂતકાળની અપેક્ષાએ સિદ્ધોના ભેદોનું કથન કરવામાં આવે છે. પ્રસ્તુત ગાથાઓમાં સ્ત્રી લિંગ આદિ ચૌદ પ્રકારે સિદ્ધોનું નિરૂપણ છે અને અપેક્ષા વિશેષથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં સિદ્ધોના પંદર ભેદોનું કથન છે. તે આ પ્રમાણે છે. (૧) તીર્થસિદ્ધા– તીર્થકરો તીર્થની સ્થાપના કરે, ત્યાર પછી જે દીક્ષા લઈ મોક્ષ પામે, તે તીર્થસિદ્ધ કહેવાય. જેમ કે- ગણધરો આદિ કોઈ પણ સાધુ. (ર) અતીર્થસિવા- પ્રથમ તીર્થકર તીર્થ સ્થાપના કરે તે પહેલાં જે સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવામાતા. તે ઉપરાંત કોઈ તીર્થકરના શાસનમાં તીર્થ વિચ્છેદ થાય, તે વિચ્છેદ કાલમાં જે સ્વયંબુદ્ધ થઈ મોક્ષે જાય તે અતીર્થ સિદ્ધ કહેવાય. (૩) તીર્થંકરસિદ્ધા– તીર્થંકરપણે સિદ્ધ થાય છે. જેમ કે ૨૪ તીર્થકરો. (૪) અતીર્થંકરસિલા– તીર્થકર સિવાય જે સામાન્ય કેવળી થઈ સિદ્ધ થાય, તે અતીર્થકર સિદ્ધ કહેવાય. જેમ કે જંબૂસ્વામી આદિ. (૫) ગૃહસ્થલિંગસિદ્ધા- ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય છે. જેમ કે મરુદેવા માતા. () અન્ય લિંગસિદ્ધા– સંન્યાસી, તાપસ આદિના વેષમાં સિદ્ધ થાય છે. જેમ કે વલ્કલચિરિ. (૭) સ્વલિંગસિદ્ધા– જૈન સાધુના વેષમાં સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી આદિ. (૮) સ્ત્રીલિંગસિદ્ધા- સ્ત્રી શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે ચંદનબાળા આદિ. (૯) પુરુષલિંગસિદ્ધા- પુરુષ શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે જંબૂસ્વામી આદિ. (૧૦) નપુંસકલિંગસિદ્ધા- નપુંસક શરીરથી સિદ્ધ થાય છે. જેમ કે ગાંગેય અણગાર. (૧૧) પ્રત્યેક બુદ્ધસિદ્ધા– કોઈ પદાર્થને જોઈને તેના ચિંતનથી પ્રતિબોધ પામીને સિદ્ધ થાય છે. જેમ કે નમિ રાજર્ષિ, કરકંડુ આદિ. (૧૨) સ્વયં બુદ્ધસિદ્ધા– ગુરુના ઉપદેશ વિના સ્વયં બોધ પામીને સિદ્ધ થાય છે. જેમ કે કપિલકેવળી. (૧૩) બુદ્ધબોધિતસિદ્ધા- કોઈના ઉપદેશથી બોધ પામીને મોક્ષે જાય છે. જેમ કે ગૌતમ સ્વામી આદિ. (૧૪) એક સિદ્ધા– એકાકીપણે સિદ્ધ થાય છે. જેમ કે મહાવીર સ્વામી. (૧૫) અનેક સિદ્ધા– એક સાથે અનેક જીવો સિદ્ધ થાય છે. જેમ કે ત્રષભદેવ સ્વામી.
આ પંદરમાંથી પ્રસ્તુત ગાથાઓમાં ગૃહસ્થલિંગસિદ્ધા આદિ છ ભેદોનું કથન છે.
સિદ્ધ થવાની સાધના તે આધ્યાત્મિક પુરુષાર્થ છે, વૈભાવિક વૃત્તિઓનું જ પરિવર્તન છે, રાગ દ્વેષ આદિ કષાયોનો નાશ કરવાનો છે, તે સાધના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો કોઈ પણ વેશમાં, અઢીદ્વીપના કોઈ પણ ક્ષેત્રમાંથી કરી શકે છે. તેમાં લિંગ આદિના બાહ્ય કારણો બાધક બનતા નથી.