________________
| જીવાજીવ-વિભક્તિ
[ ૩૭૩ ]
સમયે અન્ય પરમાણ કે અંધ તેમાં જોડાઈ જાય તો તે નિષ્પન્ન થયેલ નવો સ્કંધ ભેદ-સંઘાતજન્ય કહેવાય છે.
પરમાણુની ઉત્પત્તિ કેવળ ભેદથી જ થાય છે. અર્થાત્ દ્ધિપ્રદેશી આદિ સ્કંધોનો ભેદ થવાથી પરમાણુઓ છૂટા પડી જાય છે. ક્ષેત્રથી– પુદ્ગલ સ્કંધ સમગ્ર લોકમાં અને લોકના દેશ વિભાગમાં પણ હોય છે. તેમાં એક પરમાણુ એક આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે, દ્ધિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશ પર પણ સ્થિત થઈ શકે છે અને બે આકાશ પ્રદેશ પર પણ રહી શકે છે. ત્રિપ્રદેશ સ્કંધ એક, બે કે ત્રણ આકાશ પ્રદેશ પર રહી શકે છે. આ રીતે કોઈ પણ સ્કંધ એક આકાશ પ્રદેશ પર સ્થિત થઈ શકે છે અને વધુમાં વધુ તે સ્કંધ જેટલા પ્રદેશી હોય, તેટલા આકાશ પ્રદેશ પર સ્થિત થાય છે. અનંતપ્રદેશી અંધ વધુમાં વધુ અસંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય છે કારણ કે લોકાકાશના અસંખ્યાત પ્રદેશો જ છે. અનંત પ્રદેશો નથી.
આ રીતે લોકના કેટલાક સ્કંધો લોકાકાશના એક પ્રદેશ પર, કેટલાક સ્કંધો બે પ્રદેશો પર યાવત કેટલાક સ્કંધો અસંખ્યાત પ્રદેશ પર સ્થિત થાય છે. પુદ્ગલાસ્તિકાયનો સહુથી મોટો અચિત્ત મહાત્કંધ સમગ્ર લોકવ્યાપી હોય છે. સંક્ષેપમાં પુદ્ગલ સ્કંધ સમગ્ર લોકમાં કે લોકના એક દેશમાં ભજનાથી હોય છે. કાલથી– સૂત્રકારે કાલથી આદિ, અનાદિ, સાંત અને અનંત તે ચાર પ્રકારની સ્થિતિનું કથન કર્યું છે.
સ્કંધ અને પરમાણુઓની સંતતિ અનાદિકાલથી ચાલી આવે છે અને તે જ પ્રકારે ચાલશે, તેથી પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ અને અનંત કહેવાય છે સ્થિતિ અને રૂપાંતરની અપેક્ષાએ તે સાદિ-સાંત છે તેનો આરંભ પણ છે અને સમાપ્તિ પણ છે. જેમ કે કોઈ સમયે પરમાણુઓ ભેગા થવાથી સ્કંધની ઉત્પત્તિ થાય છે અને સ્કંધમાંથી પરમાણુઓ છૂટાં પડતાં સ્કંધનો અંત આવે છે. સ્થિતિ– કોઈ પણ અંધ કે પરમાણની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની હોય છે. જો પરમાણુ અથવા સ્કંધ કોઈ એક વિવક્ષિત સ્થાન પર સ્થિતિ કરે તો તેની સ્થિતિકાલ ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે અસંખ્યાતકાલનો હોય છે. ત્યાર પછી કોઈ પણ નિમિત્તથી તે ત્યાંથી અલગ પડી જાય છે. અંતર– કોઈ પણ પુગલ સ્કંધ તે અવસ્થાને છોડી દે અને ફરી તે અવસ્થાને પ્રાપ્ત કરે, તેની વચ્ચેનો કાલ તે પુગલ સ્કંધનું અંતર કહેવાય છે. જેમ કે ત્રણ પ્રદેશી સ્કંધના ત્રણે પરમાણુ છૂટા પડી જાય તો ફરીથી જઘન્ય એક સમય પછી તે ત્રણે પરમાણુ ભેગા થઈ શકે છે અને ઉત્કૃષ્ટ અનંત કાલ પછી ભેગા થઈ શકે છે. પ્રસ્તુત ચૌદમી ગાથામાં સમુચ્ચય રૂપે પુગલ સ્કંધોનું જ અંતર દર્શાવ્યું છે, પરમાણુનું અંતર બતાવ્યું નથી. બીજા આગમ સૂત્રો અનુસાર પરમાણુનું જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર અસંખ્યકાલનું હોય છે. અનંતકાલનું તેનું અંતર હોતું નથી. સુમિ સવ્વ ... - આ ગાથાનો શબ્દાર્થ ભાવાર્થ સ્પષ્ટ છે અને તેનો ભાવ પૂર્વની ગાથા સાથે પ્રસંગાનુકૂલ પણ છે. પ્રતોમાં તે ગાથા કયાંક અર્ધી અને કયાંક પૂર્ણ મળે છે. તે ભિન્નતાનું કારણ અજ્ઞાત છે. આ જ રીતે આ અધ્યયનમાં ગાથા સંબંધી ભિન્નતા બે-ચાર સ્થાને જોવા મળે છે. પ્રસ્તુત સંસ્કરણમાં તે સર્વ સ્થળે પ્રસંગાનુકૂલ હોવાથી પૂર્ણ ગાથાને સ્વીકાર કરવામાં આવી છે. રૂપી અજીવના પ૩૦ ભેદઃ
वण्णओ गंधओ चेव, रसओ फासओ तहा । संठाणओ य विण्णेओ, परिणामो तेसिं पंचहा ॥