________________
લેશ્યા
[ ૩૫૧ ]
लेस्साहि सव्वाहिं, चरिमे समयम्मि परिणयाहिं तु ।
__ण हु कस्सइ उववाओ, परे भवे होइ जीवस्स ॥ શબ્દાર્થ:- વરિને = અંતિમ. ભાવાર્થ :- સર્વ લેશ્યાઓના(છએ વેશ્યાઓના) અંતિમ સમયમાં પરિણત કોઈ પણ જીવની બીજા ભવમાં ઉત્પત્તિ થતી નથી.
अंतोमुहुत्तम्मि गए, अंतोमुहुत्तम्मि सेसए चेव ।
लेस्साहिं परिणयाहिं, जीवा गच्छति परलोयं ॥ શબ્દાર્થ – સંતોમુદુત્તમ = અંતર્મુહૂર્ત = વ્યતીત થયા પછી સંતોમુહુર્નાગ્નિ = અંતર્મુહૂર્ત તેલ = બાકી રહે ત્યારે પરિવાથÉ= પરિણત થવા પર તે É = લેશ્યાઓ સહિત થઈને નવા = જીવ પરોય = પરલોકમાં છંતિ = જાય છે. ભાવાર્થ- જ્યારે કોઈ પણ એક વેશ્યાની પરિણતિનું અંતર્મુહુર્ત વ્યતીત થઈ જાય અને તેની સમાપ્તિનો અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તે જીવ પરલોકમાં જાય છે.. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં 'આયુષ્ય દ્વાર'ના માધ્યમથી આયુષ્યની સમાપ્તિ અને પ્રારંભ સમયે વેશ્યાનું પરિણમન કેવી રીતે થાય, તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
છએ વેશ્યાઓના પ્રથમ સમયમાં જીવનો પરભવમાં જન્મ થતો નથી અને અંતિમ સમયમાં પણ જીવનો પરભવમાં જન્મ થતો નથી. કોઈ પણ લેશ્યાની પ્રાપ્તિ થયા બાદ અંતર્મુહૂર્ત વ્યતીત થયા પછી અને અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જ તે જીવ પરલોકમાં જન્મ લે છે.
સામાન્યતયા નિયમ છે કે બન્નેને મર તત્તેરે ૩૧૬ જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે છે તે લેગ્યામાં જ તેનો જન્મ થાય છે. અર્થાત્ મૃત્યુ અને ત્યાર પછીના જન્મ સમયની એક જ લેશ્યા હોય છે. જીવના મૃત્યુ સમયે આગામી ભવની વેશ્યાના પરિણામ અંતર્મુહૂર્ત પહેલા જ આવી જાય છે અને ઉત્પત્તિ સમયે તેના અતીત ભવની વેશ્યાના પરિણામ ન્યૂનતમ(ઓછામાં ઓછો) અંતર્મુહૂર્ત પર્યત રહે છે.
કોઈ પણ લેશ્યાના પરિણામોના પ્રથમ સમયે જીવનું મૃત્યુ થતું નથી કારણ કે એક જ સમયમાં તે લેશ્યા પૂર્ણપણે પરિણત થતી નથી. અંતર્મુહૂર્ત વ્યતીત થાય, ત્યારે તે વેશ્યાના ભાવો તરૂપે પૂર્ણપણે પરિણત થાય છે. ત્યાર પછી જીવનું મૃત્યુ થાય અને તે જ વેશ્યાના પરિણામો પરભવમાં ઉત્પત્તિ સમયે સાથે રહે છે.
તે લેશ્યા પરિણામના અંતિમ સમયે જીવનું મૃત્યુ થતું નથી કારણ કે મૃત્યુ સમયની વેશ્યા જ નવા જન્મ સમયે અંતર્મુહૂર્ત સુધી રહે છે.
નૈરયિકો અને દેવોમાં અવસ્થિત લેશ્યા હોય છે. તેથી તે જીવોને પૂર્વના ભવના અંતર્મુહૂર્તથી લઈને પછીના ભવના અંતર્મુહૂર્ત પર્યત એક જ વેશ્યા હોય છે. તેથી તેની વેશ્યાની સ્થિતિ પોતાના આયુષ્યથી બે અંતર્મુહૂર્ત અધિક થાય છે. મનુષ્ય અને તિર્યંચમાં અવસ્થિત લેશ્યા નથી તેમ છતાં તે