________________
લેશ્યા
૩૪૭.
મુહુર્ત અધિક ભાવાર્થ – શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની જાણવી જોઈએ. । एसा खलु लेसाणं, ओहेण ठिई वणिया होइ ।
चउसु वि गइसु एत्तो, लेसाणं ठिइं तु वोच्छामि ॥ શબ્દાર્થ – હેપ = ઓઘરૂપે, સામાન્યરૂપે લાપ = વેશ્યાઓની સ્લ = આત્રિ સ્થિતિ વધવા હો= કહી છે પત્તો = અહિંથી આગળ વડલ્સ વિ= ચારે ય = ગતિઓમાં વોછાનિ= કહીશ. ભાવાર્થ:- સામાન્ય રૂપથી લેશ્યાઓની આ સ્થિતિઓનું કથન કર્યું. હવે ચારે ય ગતિઓની અપેક્ષાએ લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં છ એ વેશ્યાની સમુચ્ચય સ્થિતિનું કથન છે.
કોઈ પણ લેશ્યાના પરિણામો અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે, ત્યાર પછી તેમાં અવશ્ય પરિવર્તન થઈ જાય છે. તેથી ભાવલેયાની સ્થિતિ અંતર્મહતની જ હોય છે. દ્રવ્યલેશ્યા નારકી અને દેવોમાં જન્મથી મૃત્યુ પર્યત એક જ હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં અધ્યવસાય પ્રમાણે દ્રવ્ય લશ્યાનું પરિવર્તન અંતર્મુહૂર્તમાં પણ થયા કરે છે. પ્રસ્તુત પ્રસંગમાં દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ સ્થિતિનું કથન છે. છએ વેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે.
કૃષ્ણલયાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની છે. તે સાતમી નરકના નૈરયિકોની અપેક્ષાએ છે. સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તેમજ જીવ જે લેગ્યામાં મૃત્યુ પામે તે જ લેગ્યામાં જન્મ પામે છે, તેથી પૂર્વભવના અંતિમ અંતર્મુહૂર્તમાં અને સાતમી નરકમાંથી નીકળીને જ્યાં ઉત્પન થશે ત્યાં પણ ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં કૃષ્ણલેશ્યા જ હોય છે. તેથી તે બે અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ થાય છે. અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદ હોવાથી અહીં બે અંતર્મુહૂર્તનો સમાવેશ એક અંતર્મુહૂર્તમાં કરીને અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની સ્થિતિ કહી છે. આ રીતે છ એ વેશ્યામાં અંતર્મુહૂર્ત અધિકસ્થિતિનું કથન, પૂર્વભવ અને પછીના ભવના સમ્મિલિત અંતર્મુહૂર્તની અપેક્ષાએ સમજવું.
નીલલેશયાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશસાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે પાંચમી નરકની પ્રારંભિક સ્થિતિઓની અપેક્ષાએ છે. તેમાં પૂર્વ-પશ્ચિાત્ ભવના અંતર્મુહૂર્તનો સમાવેશ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં થઈ જાય છે, તેથી તેનું પૃથક્ કથન નથી.
કાપોતયાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે ત્રીજી નરકની પ્રારંભિક સ્થિતિઓની અપેક્ષાએ છે.
તેજો લેયાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે બીજા ઈશાન દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે.
પાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત અધિક દશ સાગરોપમની છે. તેમાં દશ સાગરોપમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતર્મુહૂર્ત પૂર્વ-પશ્ચિાત્ ભવની અપેક્ષાએ છે.