________________
[ ૩૪૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અને આત્માનું દમન કરનાર, પાંચ સમિતિઓથી યુક્ત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, અલ્પ રાગી કે વીતરાગી, ઉપશાંત અને જિતેન્દ્રિય, ઇત્યાદિ લક્ષણોથી યુક્ત જીવ શુક્લલેશ્યાના પરિણામવાળા હોય છે.૩૧૩રા વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં વેશ્યાઓના લક્ષણોનું નિરૂપણ છે.
લેશ્યા આત્મપરિણામરૂપ છે અને આત્માના પરિણામો અરૂપી હોય છે, તેમ છતાં તે તે પરિણામવાળા જીવોની બાહ્ય પ્રવૃત્તિના આધારે તે તે વેશ્યાઓને જાણી શકાય છે.
છ એ વેશ્યાના પરિણામો ક્રમશઃ ઉત્તરોત્તર શુદ્ધ, વિશુદ્ધ થતાં જાય છે. પૂર્વાચાર્યોએ છ લશ્યાના પરિણામોને જાંબુવૃક્ષના દષ્ટાંતથી સમજાવ્યા છે.
છ મિત્રો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં જાંબવૃક્ષને જોઈને છએ મિત્રોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. જાંબુ મેળવવા માટે છ મિત્રોએ પોત પોતાની ભિન્નભિન્ન વિચારધારા પ્રગટ કરી.
પ્રથમ મિત્રે કહ્યું– જાંબુવૃક્ષને કાપીને આપણે અઢળક જાંબુ મેળવીએ અને આપણી ઈચ્છાપૂર્તિ કરીએ. બીજા મિત્રે કહ્યું– સમસ્ત વૃક્ષને શા માટે કાપવું? વૃક્ષના જે વિભાગમાં જાંબુ છે તે મોટી મોટી શાખાને કાપવાથી જાંબુ મળી જશે, ત્રીજા મિત્રે કહ્યું– મોટી શાખાને કાપવાની પણ જરૂર નથી. જાંબુ તો નાની ડાળ પર જ લટકી રહ્યા છે, તેને જ તોડી લઈએ. ચોથા મિત્રે કહ્યું– નાની કે મોટી કોઈ પણ શાખાને તોડવાની જરૂર નથી; જાંબુના લટકતા ગુચ્છને તોડી લઈએ. પાંચમા મિત્રે કહ્યું– તે ગુચ્છમાં રહેલા પાંદડા વગેરેની પણ જરૂર નથી, આપણે જાંબુ જ જોઈએ છે, તો જાંબુને જ તોડી લઈએ. છઠ્ઠા મિત્રે કહ્યુંજાંબુ જ ખાવા છે, તો નીચે ઘણા જાંબુ પડ્યા છે, તેને ગ્રહણ કરીને આપણી ઈચ્છા પૂર્ણ કરીએ. તેમાં વૃક્ષને કે વૃક્ષના કોઈ પણ વિભાગને પીડા પહોંચાડવાની જરૂર નથી.
એક જ પ્રયોજનને સિદ્ધ કરવા માટે છ એ મિત્રોની વિચારધારાને જોતાં સ્પષ્ટ થાય છે કે પ્રથમ મિત્રની વિચારધારા અત્યંત ક્રૂર છે. પોતાની ઈચ્છા પૂર્ણ કરવા તે સમગ્ર વૃક્ષનો નાશ કરવા તૈયાર છે, ત્યાર પછીના મિત્રોની વિચારધારા ક્રમશઃ શુદ્ધ, વિશુદ્ધ છે. તે છ એ મિત્રોની વિચારધારા ક્રમશઃ છ લશ્યાના પરિણામોને
સ્પષ્ટ કરે છે. સૂત્રકારે છએ વેશ્યાના લક્ષણો વિસ્તારથી સમજાવ્યા છે, તે ગાથાર્થથી સ્પષ્ટ છે. સંક્ષેપમાં કૃષ્ણ લેશ્યામાં ક્રૂરતા અને સ્વાર્થ વૃત્તિની પ્રધાનતા છે; તેમજ નીલેશ્યામાં ઈર્ષ્યા, અદેખાઈ અને તુચ્છવૃત્તિ છે; કાપોતલેશ્યામાં માયાકપટ; તેજોલેશ્યામાં નમ્રતા, વિનય, વિવેક; પદ્મલેશ્યામાં કષાયોની ઉપશાંતતા અને ઇન્દ્રિયવિજય; શુક્લ લેગ્યામાં ધર્મધ્યાન, શુક્લધ્યાનના પુરુષાર્થ રૂપ લક્ષણો પ્રધાનપણે પ્રતીત થાય છે.
છ વિર = પૃથ્વીકાયાદિ ષટ્કાય જીવોની હિંસા આદિથી વિરામ પામેલો ન હોય. નિષ્ણાનંબ-પછિ = શરીરથી અને અધ્યવસાયથી આરંભ-સમારંભમાં જે રચ્યોપચ્યો હોય છે, તે તીવ્રારંભ પરિણત કહેવાય. ખિલ-પરિણામો = નિર્દયતાના પરિણામવાળો. જેના મનના પરિણામમાં આ લોક અને પરલોકમાં મળનારા દુઃખ અથવા દંડાદિનો કોઈ વિચાર જ ન હોય, અન્ય પ્રાણીઓના દુઃખની પણ કોઈ વિચારણા ન હોય. સાયલાવે = અહર્નિશ પોતાના જ સુખની ચિંતામાં રહેતો હોય. “મને સુખ મળે” તેની જ શોધમાં સતત તલ્લીન રહેતો હોય છે. પોતાના કો = આ પૂર્વોક્ત લક્ષણોથી યુક્ત, સૂત્રોક્ત આ લક્ષણોમાં મન, વચન, કાયાને રોકી રાખનાર. ૩ને તુ પરાને = કાપોતલેશ્યાના પરિણામવાળો છે અર્થાતુતેની મનઃપરિણતિ કાપોતલેશ્યાની છે. આ જ રીતે બીજી વેશ્યાઓની બાબતમાં સમજવું. વિળીય-વિષાણ = વિનયોપનત, પોતાના ગુરુ આદિનો ઉચિત વિનય કરવામાં