________________
[ ૩૩૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
= ચંદન આદિ સુગંધિત પદાર્થોની જેવી સુગંધ હોય છે તિ૬ = ત્રણે ય પત્થાન = પ્રશસ્ત લેશ્યાઓની (તેજોલેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યાની) ભાવાર્થ:- સુગંધિત પુષ્પ અને ઘસાતા ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોની જેવી સુગંધ હોય છે, તેનાથી અનંતગુણી અધિક સુગંધ ત્રણે ય પ્રશસ્ત લેશ્યાઓ(તેજો, પધ, શુક્લ)ની હોય છે. વિવેચન - - પ્રસ્તુત ગાથાઓમાં છએ વેશ્યાના પુદ્ગલોની ગંધનું નિરૂપણ છે. અપ્રશસ્ત ત્રણ વેશ્યાઓની (કૃષ્ણ, નીલ, કાપોતની) ગંધ દુર્ગધિત દ્રવ્યોથી પણ અનંતગુણી અનિષ્ટ હોય છે. અહીં કાપોત, નીલ અને કૃષ્ણ આ વ્યુત્કમથી અપ્રશસ્ત લેશ્યાઓમાં દુર્ગધનું તારતમ્ય સમજવું જોઈએ. કારણ કે કૃષ્ણ, નીલ અને કાપોત, તે ત્રણે અશુભ લેશ્યાઓમાં ક્રમશઃ વિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. તેથી દુર્ગધની અપેક્ષાએ કાપોતલેશ્યાથી નીલલેશ્યાની દુર્ગધ અનંતગુણી અધિક અને નીલલેશ્યાથી કૃષ્ણલેશ્યાની દુર્ગધ અનંતગુણી અધિક હોય છે. તે જ રીતે ત્રણ પ્રશસ્ત વેશ્યાઓની ગંધ સુગંધિત દ્રવ્યોથી અનંતગુણી છે. જેમાં તેજો, પદ્મ, શુક્લ તે ત્રણે ય પ્રશસ્ત લેશ્યાઓમાં પણ સુગંધનું તારતમ્ય ક્રમશઃ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતર સમજવું જોઈએ. (૫) સ્પર્શ દ્વાર :
जह करगयस्स फासो, गोजिब्भाए व सागपत्ताणं ।
एत्तो वि अणंतगुणो, लेसाणं अपसत्थाणं ॥ શબ્દાર્થ –ાયસ = કરવતનો વિશ્વાણ = ગાયની જીભનો લાપત્તા = શાકના વેલાઓના પાંદડાઓનો, પIો = સ્પર્શ કર્કશ, ખરબચડો, મળતો = અનંતગુણો અધિક કર્કશ, ખરબચડો. ભાવાર્થ:- કરવત, ગાયની જીભ અને શાકના પાંદડાઓનો સ્પર્શ જેવો ખરબચડો હોય છે, તેનાથી અનંતગુણો ખરબચડો સ્પર્શ ત્રણે ય અપ્રશસ્ત લેશ્યાઓનો હોય છે.
जह बूरस्स व फासो, णवणीयस्स व सिरीसकुसुमाणं ।
एत्तो वि अणतगुणो, पसत्थ लेसाण तिण्ह पि ॥ શબ્દાર્થ - વૂર = બૂર નામની વનસ્પતિનો સ્પર્શ ખવાયત્ત = નવનીત, માખણનો સ્પર્શ સિરીસાસુનાળ = શિરીષના ફૂલોનો તો = સ્પર્શ કોમળ તિ૬ પિ= ત્રણે ય. ભાવાર્થ – બૂર નામની વનસ્પતિનો, માખણનો અને શિરીષના ફૂલોનો સ્પર્શ જેવો કોમળ, મુલાયમ હોય છે, તેનાથી અનંતગુણો મુલાયમ સ્પર્શ ત્રણે ય પ્રશસ્ત વેશ્યાઓનો હોય છે. વિવેચન : -
પ્રસ્તુત બે ગાથામાં છએ વેશ્યાના પગલોના સ્પર્શનું કથન છે. ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓનો સ્પર્શ કરવત જેવી ખરબચડી વસ્તુથી અનંતગુણો અધિક ખરબચડો હોય છે. અહીં પણ ગંધની જેમ કાપોત, નીલ અને કૃષ્ણ આ વ્યુત્ક્રમથી અપ્રશસ્ત વેશ્યાઓના સ્પર્શમાં ક્રમશઃ અનંતગુણી તરતમતા સમજવી જોઈએ. ત્રણ પ્રશસ્ત વેશ્યાઓનો સ્પર્શ માખણ જેવી કોમળ વસ્તુથી અનંતગુણો અધિક મુલાયમ હોય છે. જે તેજો, પધ, શુક્લ તે ત્રણ લેશ્યામાં ઉત્તરોત્તર અધિક સમજવું.