________________
પ્રમાદસ્થાન
૩૦૯
પાલન ન કરનારને વ્રતચોર, શક્તિ હોવા છતાં તપ ન કરનારને તપચોર, સંયમના વિવિધ અનુષ્ઠાનોનું યથાર્થ પાલન ન કરનારને આચારચોર કહે છે. તે જ રીતે જે સાધક ઇન્દ્રિયોનું દમન કરતા નથી, પોતાની ઈચ્છાનુસાર વિષયોનો ભોગવટો કરે છે, તે ઇન્દ્રિયચોર કહેવાય છે.
તો સે જ્ઞાતિ... :– ઈચ્છાઓ પર નિયંત્રણ ન કરનાર વ્યક્તિ વિવિધ ઈચ્છાઓ પૂર્ણ કરવા પુરુષાર્થ કરે છે પરંતુ ઈચ્છાઓનો અંત ન હોવાથી તે વ્યક્તિ આશા, તૃષ્ણારૂપ મોહસાગરમાં ડૂબી જાય છે. ઈચ્છાને આધીન બનેલા જીવો કલ્પિત સુખ પામવા અને દુઃખ દૂર કરવામાં જ રાત-દિન ઉદ્યમવંત રહે છે. તેમ છતાં તેના સુખ પ્રાપ્તિના પ્રયત્નો મૃગજલ સમ મિથ્યા નીવડે છે. ઈચ્છાઓની પૂર્તિ માટે, સુખ પ્રાપ્તિ માટે તે હિંસા, અસત્ય આદિ પાપાચરણોનો આશ્રય લે છે પરંતુ જ્યાં સુધી દુઃખ અને દુઃખની કારણ ભૂત ઈચ્છાઓ-આશાઓનો અંત ન થાય ત્યાં સુધી અનેક પ્રયત્નો કરવા છતાં સુખ પ્રાપ્તિ થઈ શકતી નથી.
આ રીતે સૂત્રકારે સંયમી સાધકોને મહાસમુદ્રમાં ડૂબી જવાના ભયસ્થાનો પ્રદર્શિત કરતા કહ્યું છે કે સંયમનો સ્વીકાર કર્યા પછી સાધક શિષ્યની લાલસા ન કરે, સંયમી જીવનમાં કયારે ય દુ:ખ ગર્ભિત પશ્ચાત્તાપ ન કરે કે તપસ્યાનું નિદાન ન કરે.
વિષયોથી વિરક્તિ અને તેનું સુફળ :
१०६
विरज्जमाणस्स य इंदियत्था, सद्दाइया तावइयप्पगारा ।
ण तस्स सव्वे वि मणुण्णयं वा, णिव्वत्तयंति अमणुण्णयं वा ॥ શબ્દાર્થ:-કૃવિયત્થા = પાંચ ઇન્દ્રિયોના વિષય સદ્દાવા = શબ્દાદિ તાવડ્ય—T= બધા પ્રકારના, આ લોકમાં જેટલા પ્રકારના છે તે સબ્વે વિ = બધા તલ્સ = તે વિષ્નમાળH = વિરક્ત સાધકને માટે મણુળયું = મનોજ્ઞતા અમણુળ્વયં = અમનોજ્ઞતા પ બિલ્વત્તયંતિ = ઉત્પન્ન કરી શકતા નથી. ભાવાર્થ:- પાંચ ઇન્દ્રિયોના જેટલા પણ શબ્દાદિ વિષયો છે, તે સર્વ વિષયોની મનોજ્ઞતા કે અમનોજ્ઞતાનો વિરક્ત સાધક પર કોઈ પ્રભાવ થતો નથી.(તે વિષયોને ત્યાં આશ્રય મળતો નથી, માટે બધા ઇન્દ્રિય વિષયો વિરક્ત પુરુષો પાસેથી નિષ્પ્રભ થઈ, પાછા ફરી જાય છે.)
१०७
एवं स संकप्प विकप्पणासु, संजायइ समयमुवट्ठियस्स । अत्थे य संकप्पयओ तओ से, पहीयए कामगुणेसु तन्हा ॥ શબ્દાર્થ:- સ સંપ્પ વિષ્પબાસુ = સ્વ સંકલ્પોની વિચારણામાં અર્થાત્ આ સંકલ્પ વિકલ્પ અનર્થના કારણ છે, એ પ્રકારે વક્રિયલ્સ = ઉપસ્થિત રહેનારને, વિચાર કરનારને સમય = સમતા, સમભાવની સંગાયજ્ઞ = પ્રાપ્તિ થાય છે તો = ત્યારપછી અત્થ = પદાર્થોમાં સંર્પીયો - સમ્યક્ વિચાર કરતાં કરતાં છે – તે જીવની વગનનુળેલુ = કામગુણોની તFT = તૃષ્ણા પીયમ્ - નષ્ટ થઈ જાય છે. ભાવાર્થ:- પૂર્વોક્ત પ્રકારે વિરક્ત અને સંયમ ભાવોમાં ઉપસ્થિત સાધકને સંકલ્પ-વિકલ્પોના પ્રસંગમાં પણ સમભાવની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પદાર્થોના વિષયમાં સદ્વિચાર કરનારની શબ્દાદિ કામગુણોમાં વધેલી તૃષ્ણા નષ્ટ થઈ જાય છે.
=
१०८
स वीयरागो कयसव्वकिच्चो, खवेइ णाणावरणं खणेणं । तहेव जं दंसणमावरेइ, जं चंतरायं पकरेइ कम्मं ॥