________________
પ્રમાદસ્થાન
| ૨૮૭ ]
P
કરે ત્યારે જ આ બધાં દુઃખોનો અંત થાય છે. તેથી જ આ ગાથાના અંતિમ ચરણમાં કહ્યું – તત્સતાં गच्छइ वीयरागो । ઈન્દ્રિય વિજય :
जे इंदियाणं विसया मणुण्णा, ण तेसु भावं णिसिरे कयाइ ।
ण यामणुण्णेसु मण पि कुज्जा, समाहिकामे समणे तवस्सी ॥ શબ્દાર્થ - સનારિજાને સમાધિનો ઇચ્છુક સમર્થ = શ્રમણ તવીર તપસ્વી વિઘા = ઇન્દ્રિયોના ને= જેમા = મનોજ્ઞવિલય = વિષય છે તેવું = તેમાં વા= ક્યારે ય માવં= રાગભાવ ન રાશિરે = ન કરે = અને અનુસુ= અમનોજ્ઞ વિષયોમાં માં પિ= મનથી પણ તુગા = દ્વેષભાવ ન કરે. ભાવાર્થ - સમાધિનો ઈચ્છુક તપસ્વી શ્રમણ ઇન્દ્રિયોના શબ્દ, રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ ન કરે અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સમાધિની પ્રાપ્તિમાં ઇન્દ્રિય વિજયની પ્રધાનતાનું નિરૂપણ કર્યું છે.
પાંચે ય ઇન્દ્રિયોના શબ્દાદિ મનોજ્ઞ વિષયોમાં રાગ અને અમનોજ્ઞ વિષયોમાં દ્વેષ કરવો, તે અસમાધિનું કારણ છે. તેના ત્યાગ વિના સાધુને સમાધિની પ્રાપ્તિ થતી નથી. જ્યારે ઇન્દ્રિયજન્ય વિષયના રાગનો ત્યાગ કરવામાં આવે ત્યારે તેમાં પ્રવૃત્તિ થતી નથી અને અપ્રિય વિષય પ્રત્યેના દ્વેષનો ત્યાગ કરવામાં આવે ત્યારે કષાયોની નિવૃત્તિ થઈ જાય છે. આ પ્રમાણે રાગ અને દ્વેષની નિવૃત્તિ થઈ જાય ત્યારે ચિત્તની એકાગ્રતા રૂપ સમાધિ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે મનની આકુળતા-વ્યાકુળતાના કારણ રાગદ્વેષ છે. તેનાથી નિવૃત્ત થવાથી સાધક નિરાકુળતા અને સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે, તે જ સમાધિ છે. તેથી સમાધિની ઇચ્છા રાખનાર સાધક પ્રિય અને અપ્રિય વિષયમાં થતા રાગદ્વેષના ભાવો ન કરે. જ યા મધુ માં પિ ના :- આ ગાથામાં સંયમ સમાધિના એટલે સંયમ આરાધનાના ઈચ્છુક શ્રમણોને મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયો પ્રત્યે મનથી પણ વિચાર કરવાનો નિષેધ કર્યો છે, તો પછી ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થવું તે તો કિંચિત્ માત્ર પણ યોગ્ય નથી. ચક્ષુરિન્દ્રિય વિજય :
। चक्खुस्स रूवं गहणं वयंति, तं रागहेउं तु मणुण्णमाहु ।
| तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ - વ = રૂપને વધુ = ચક્ષુ ઇન્દ્રિય નાદ = ગ્રહણ કરનારી વયંતિ = કહેવાય છે મgs = જે રૂપ મનોજ્ઞ છે રહેવું= તેને રાગનો હેતુ આદુ = કહે છે અમyou = જે રૂ૫ અમનોજ્ઞ છે તેને વહેવું= દ્વેષનો હેતુ કહે છે નો= જે તેવું = મનોજ્ઞ અને અમનોજ્ઞ રૂપમાં સન = સમભાવ રાખે છે સ= તે વાયરો વીતરાગ છે. ભાવાર્થઃ- ચક્ષુ ઇન્દ્રિય રૂપને ગ્રહણ કરે છે. તે રૂપ મનોજ્ઞ હોય, તો તે રાગનું કારણ બને છે અને અમનોજ્ઞા હોય, તો તે દ્વેષનું કારણ બને છે. જે બંને પ્રકારના રૂપમાં સમભાવ રાખે છે તે વીતરાગ કહેવાય છે.
२२
व