________________
**
‘સમિતિ-ગુપ્તિ’ના ભાવો અલૌકિક છે, જૈન તત્ત્વજ્ઞાનમાં તેના ઉપર તત્ત્વવિદો એ પ્રકાશ પાથરીને મોતી વેર્યા છે.
ઉપસંહાર– અહીં ‘ઉત્તર ઉપદેશ’ની આ સમીક્ષા સમાપ્ત કરતાં ઉત્તરાધ્યયન સૂત્રના આ અતિ પવિત્ર અધ્યયનો વાગોળતા અમોને અનહદ આનંદ થયો છે અને ઉત્તમ પ્રકારના આધ્યાત્મિક રસોનું જે આસ્વાદન થયું છે, તે ખરેખર અકથ્ય છે. તેથી ઉત્તરાધ્યયનનાં પાઠકોને અને સુજ્ઞ વાચકોને અમારી ભાવભરી પ્રેરણા છે કેઉત્તરાધ્યયન વાંચો, વિચારો, સ્વાધ્યાય કરો, તેનું પારાયણ કરો, તો પદે-પદે ભગવાનની વાણીનો નંદીઘોષ સંભળાશે.
‘ગુરુપ્રાણ ફાઉન્ડેશન’ના કાર્યકર્તાઓ અને તેમાં સંલગ્ન થયેલા વિદ્વાન સંત તથા સતીજીઓએ જે ભગીરથ પ્રયાસ કર્યો છે અને તેમાં એકબિંદુ માત્ર અમોને સંલગ્ન થવા માટે જે ઉત્તમ અવસર અર્પણ કર્યો છે, તે બદલ તેમના ઉપકારને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ નથી. તેઓએ ભગીરથ પ્રયાસ કરી, ગુજરાતની પ્રજાને જૈન આગમોનું આલોકન કરવા માટે શાસ્ત્ર પદ્માકરનું નિર્માણ કર્યું છે. તેનો બદલો ગુજરાત કે ગુજરાતી જનતા ક્યારે ય પણ પૂરો કરી શકશે નહીં. આ આગમ પ્રકાશનથી અઢી હજાર વર્ષ પહેલાનું મગધ અને તેના પાર્શ્વવર્તી બીજા પ્રદેશોની તે વખતની ધમધમતી સંસ્કૃતિ સાથે અર્વાચીન ગુજરાત માટે એક મહાન મહાસેતુ બનાવ્યો છે. વિદ્વાનો જેના ઉપર યાત્રા કરી, બંને સંસ્કૃતિઓનું અધ્યયન કરી, એક ઊંચું તાદાત્મ્ય સ્થાપિત કરશે, તે નિશ્ચિત છે. પુનઃ બધાને હાર્દિક ધન્યવાદ સાથે આનંદ મંગલ ...
AB
28
જયંતિમુનિ પેટરબાર