________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
બત્રીસમું અધ્યયન
પ્રમાદસ્થાના
અધ્યયન પ્રારંભઃहै अच्चंतकालस्स समूलगस्स, सव्वस्स दुक्खस्स उ जो पमोक्खो।
तं भासओ मे पडिपुण्णचित्ता, सुणेह एगंतहिय हियत्थं ॥ શબ્દાર્થ – સવંતતિ-અનાદિકાળથી સમૂત-મિથ્યાત્વાદિમૂળ કારણ સહિત સળરૂ = બધાં કુરહસ્ય = દુઃખોથી પોણો = છોડાવીને મોક્ષ આપનાર ગો = જે સંદર્ય = એકાંત, હિતકારી દિયલ્થ = કલ્યાણકારી ઉપાય છે તે = તેનું, ને હું માસીક કથન કરું છું વિત્તા = પ્રતિપૂર્ણ ચિત્તે, એકાગ્ર ચિત્તે સુદ = સાંભળો. ભાવાર્થ:- હે ભવ્ય જીવો ! અનાદિ કાલીન સર્વ દુઃખોથી અને તેનાં મૂળ કારણોથી મુક્ત થવા માટે એકાંત હિતકારી તેમજ કલ્યાણકારી ઉપાય હું કહું છું. તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. વિવેચન :
પ્રસ્તુત ગાથા અધ્યયનની ઉત્થાનિકારૂપ છે. તેમાં અધ્યયનના વિષયનું માહાસ્ય અને તેના કથનની પ્રતિજ્ઞા કરી છે.
જીવ અનાદિકાળથી દુઃખના મૂળ કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ અને વિષય-કષાયોથી યુક્ત છે. તે કારણોથી જ કર્મબંધ અને તેના ફલસ્વરૂપે સર્વ પ્રકારના દુઃખોનું એટલે સંસાર પરિભ્રમણનું સર્જન થાય છે, તે સર્વદુઃખોથી મુક્ત કરાવનાર અને સંસાર ચક્રથી છોડાવનાર એકાન્ત હિતકારી તથા પરમ કલ્યાણકારી ઉપાયો આ અધ્યયનમાં પ્રદર્શિત કર્યા છે. અહીં હિયં = એકાન્ત હિતકારી વિશેષણથી તે ઉપાયોની ઉપાદેયતાનું સૂચન છે. અવતol૪ - જીવ સાથે રહેલા કર્મોનો અને તજ્જન્ય દુઃખોનો સંબંધ અત્યંત પ્રાચીન એટલે અનાદિકાલીન છે. તેથી અહીં અનાદિ અર્થમાં અવતાર શબ્દનો પ્રયોગ થયો છે. સમૂનિસ :- મૂળ સહિત. દુઃખનું મૂળ છે– અજ્ઞાન, મોહ, રાગ-દ્વેષ અને કર્મ. આ અધ્યયનમાં તે સર્વના નાશનો ઉપાય પ્રદર્શિત કર્યો છે. કવિ :- પ્રતિપૂર્ણ ચિત્તથી એટલે ચિત્તને બીજા વિષયોમાં ન જવા દેતા સ્થિર રાખી, એકાગ્રચિત્તે સાંભળો. શાશ્વત સુખ પ્રાપ્તિના ઉપાય :
णाणस्स सव्वस्स पगासणाए, अण्णाण मोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, एगत सोक्ख समुवेइ मोक्खं ॥