________________
[ ૨૫૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ભાવાર્થ:- જે સાધુ દેવ, તિર્યંચ અને મનુષ્ય તરફથી આપવામાં આવતા ઉપસર્ગોને સદા સહન કરે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.. વિવેચન : - દંડળ :- જેમ અપરાધ કરવાથી વ્યક્તિ રાજા આદિ દ્વારા દંડિત થાય છે, તે દ્રવ્ય દંડ છે. તેમજ હિંસાદિની પ્રવૃત્તિઓથી થતાં કર્મબંધને કારણે આત્મા દંડાય છે, તેને ભાવદંડ કહે છે. ભાવદંડના ત્રણ પ્રકાર છેમનદંડ, વચનદંડ અને કાયદંડ. દુષ્પવૃત્તિમાં સંલગ્ન મન, વચન અને કાયા એ ત્રણે ય આત્માને દંડરૂપ થાય છે. તેથી સાધુએ આ ત્રણ દંડનો ત્યાગ કરવો અને પ્રશસ્ત મન, વચન અને કાયામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. TIRવા :- ત્રણ ગારવ. અહંકારથી ઉત્પન્ન ચિત્તની વિકૃત સ્થિતિને ગારવ અથવા ગર્વ કહે છે. તેના પણ ત્રણ પ્રકાર છે– ઋદ્ધિ ગારવ- પોતાને પ્રાપ્ત થયેલી ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિનું અભિમાન કરવું. રસ ગારવ– મનોજ્ઞ, પ્રિય રસવંતા ભોજનની ઉપલબ્ધિનું અભિમાન કરવું. શાતા ગારવ– શાતાવેદનીય કર્મજન્ય ભૌતિક સુખોનું અભિમાન કરવું. સાધકે આ ત્રણે ય પ્રકારના ગર્વથી નિવૃત્ત થઈને નિરભિમાનતા, મૃદુતા, નમ્રતા અને સરલતામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. સત્તાનું :- ત્રણ શલ્ય. કાંટાની તીણતા(અણી) દ્રવ્ય શલ્ય છે. તે પગ વગેરેમાં પ્રવિષ્ટ થઈને જેમ તીવ્ર પીડા આપે છે, તેમ સાધકના આત્મામાં પ્રવિષ્ટ દોષરૂપ ભાવશલ્ય નિરંતર પીડા કરે છે, આત્મામાં ખટક્યા કરે છે. આ ભાવશલ્યના ત્રણ પ્રકાર છે– (૧) માયાશલ્ય- કપટયુક્ત આચરણ, (૨) નિદાનશલ્ય- તપ ત્યાગ વગેરેથી ઐહિક-પારલૌકિક, ભૌતિક સુખોની વાંછા કરવી અને (૩) મિથ્યાદર્શનશલ્ય- નવ તત્ત્વ સંબંધી મિથ્યા માન્યતા, વિપરીત દષ્ટિકોણ. આ ત્રણે ય શલ્યથી નિવૃત્તિ આવશ્યક છે. નિઃશલ્ય થવાથી જ વ્યક્તિ વતી અથવા મહાવ્રતી બની શકે છે. તેમજ મહાવ્રતોની આરાધના પણ નિઃશલ્ય રહેવાથી જ થાય છે. ત્રણ ઉપસર્ગ :- કોઈ પણ આપત્તિ કે કષ્ટોનું સર્જન થાય તેને ઉપસર્ગ કહે છે. ઉપસર્ગના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે– (૧) દેવ સંબંધી ઉપસર્ગ– દેવો દ્વારા હાસ્યવશ, ષવશ અથવા પરીક્ષા કરવાના નિમિત્તે આપવામાં આવતા કષ્ટો. (૨) તિર્યંચ સંબંધી ઉપસર્ગ– તિર્યંચો દ્વારા ભય, પ્રદ્વેષ, આહાર, સ્વસંતાન રક્ષણ અથવા સ્વસ્થાન રક્ષણને માટે આપવામાં આવતા કષ્ટો. (૩) મનુષ્ય સંબંધી ઉપસર્ગ– મનુષ્ય દ્વારા હાસ્ય, દ્વેષ, સ્વાર્થવશ કે કુશીલ સેવનને માટે આપવામાં આવતા કો.
સાધુ ત્રણ પ્રકારના ઉપસર્ગોને સમતાથી સહન કરે પરંતુ ઉપસર્ગ આપનારની સામે કોઈપણ જાતની પ્રતિક્રિયા કરી સામનો કરે નહીં; તેમજ ઉપસર્ગના સમયે રાગ-દ્વેષના ભાવો પણ કરે નહીં. આ રીતે વીરતા અને ક્ષમા ભાવપૂર્વક સહન કરવાથી તે સાધક પરીષહજયી બની જાય છે. તે સંસાર ભ્રમણને રોકીને મોક્ષ તરફ પ્રયાણ કરે છે. ચાર બોલ :
विगहा-कसाय-सण्णाणं, झाणाणं च दुयं तहा ।
जे भिक्खू वज्जइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શદાર્થ-વિમલ-વાય-સUMાખ ર = ચાર વિકથા, ચાર કષાયો અને ચાર સંજ્ઞાઓ ફાળા કુવં = બે ધ્યાન (આર્તધ્યાન અને રૌદ્રધ્યાન) ના
છે,