________________
| ચરણ વિધિ
[ ૨૫૫ ]
નિવૃત્ત થવું જોઈએ અને સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં ચરણવિધિના ૩૩ બોલોનું વર્ણન છે. આ ગાથામાં પ્રથમ એક સંખ્યાના બોલમાં સંયમ-અસંયમનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાધકને અસંયમનો ત્યાગ કરવાનો હોય છે અને સંયમમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. જેમાં અસંયમ સ્વરૂપી હિંસા, અસત્ય, અદત્તરગ્રહણ, મૈથુન, પરિગ્રહ આદિ આસવ દ્વારોનો વિરોધ કરવો અને સંયમ સ્વરૂપી અહિંસા, સત્ય, દત્ત ગ્રહણ, બ્રહ્મચર્ય પાલન, અપરિગ્રહ આદિ પાંચ મહાવ્રતોનું પાલન કરવું. ૧૭ પ્રકારના અસંયમનો ત્યાગ કરી ૧૭ પ્રકારના સંયમનું પાલન કરવું. બે બોલ :
रागदोसे य दो पावे, पावकम्म-पवत्तणे ।
जे भिक्खू रुभइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ –પવષ્પ પત્તળ = પાપકર્મોમાં પ્રવૃત્તિ કરાવનારા રાતોલે ય = રાગ અને દ્વેષ વો = બે પાવે = પાપ છે ને = જેfમg= સાધુ, ભિક્ષ વિં = નિત્ય, સદા તેને હંમદ્દ રોકે છે = તે મડ = મંડલમાં, ચતુર્ગતિરૂપ સંસારમાં જ અચ્છ = પરિભ્રમણ કરતો નથી. ભાવાર્થ:- પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનારા રાગ અને દ્વેષ, તે બે પાપ છે. જે ભિક્ષુ હંમેશાં તેનો નિરોધ કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચનઃ
રાગ અને દ્વેષ કર્મના બીજ સ્વરૂપ છે. તે બીજમાંથી અનેક પ્રકારની પાપપ્રવૃત્તિનું વટવૃક્ષ ખીલે છે. તેથી જે સાધક રાગ-દ્વેષરૂપ બીજને જ બાળી નાખે છે, તેની પાપ પ્રવૃત્તિ સહજ રોકાઈ જાય છે, ત્યાર પછી ક્રમશઃ કર્મોનો સંવર અને નિર્જરા કરતાં તે જીવનો મોક્ષ થઈ જાય છે. આ રીતે જે સાધક રાગદ્વેષનો ત્યાગ કરે છે, તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડતું નથી. ત્રણ બોલ :
दंडाणं गारवाणं च, सल्लाणं च तियं तियं ।
जे भिक्खू चयइ णिच्च, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ -રંડાનું નિયંત્રણ દંડ TRવાનું નિયંત્રણ ગારવ, ત્રણ ગર્વસત્તામાં ત્રણ શલ્યો તેને વય = છોડી દે છે. ભાવાર્થ:- જે ભિક્ષુ ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યોનો ત્યાગ કરે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી.
दिव्वे य जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे ।
जे भिक्खू सहइ णिच्चं, से ण अच्छइ मंडले ॥ શબ્દાર્થ - ફિલ્વે = દેવ સંબંધી વિચ્છ = તિર્યંચ સંબંધી બાપુને મનુષ્ય સંબંધી ૩૧ = ઉપસર્ગોનોવિં - નિત્ય = સહન કરે છે.