________________
તપોમાર્ગ ગતિ
[ ૨૪૭ ]
શબ્દાર્થ – સુસમાહિ- સુસમાધિવંત સાધુ મટ્ટાન = આર્તધ્યાન અને રીદ્ર ધ્યાનને વશ્વિત્તા = છોડીને થHસુવાડું ફાગાડું = ધર્મધ્યાન અને શુક્લધ્યાન – આ બે ધ્યાનોનું જ્ઞાપના = ધ્યાન કરે તે તેને ગુફા = બુદ્ધ, તત્ત્વજ્ઞાની ફાળ = ધ્યાન વ = કહે છે. ભાવાર્થ:- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને સુસમાધિવંત થઈને મુનિ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન કરે છે, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. વિવેચનઃધ્યાન:- (૧) ધ્યાવતે વસ્તુ અને તિ ધ્યાનમ્ ! જેના દ્વારા વસ્તુનું ચિંતન કરાય તે ધ્યાન. (૨) ચંચળ ચેતના તે ચિત્ત અને સ્થિર ચેતના તે ધ્યાન. (૩) અંતર્મુહૂર્ત સુધી ચિત્તને કોઈ પણ એક વસ્તુના ચિંતનમાં સ્થિર કરવું તે છદ્મસ્થોનું ધ્યાન છે અને યોગનો વિરોધ કરવો, તે કેવળીનું ધ્યાન છે. (૪) મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન. સંક્ષેપમાં મોક્ષની સાધનામાં સહાયક તત્ત્વમાં એકાગ્ર-તલ્લીન થઈ જવું તે ધ્યાન તપ છે.
સામાન્ય રીતે ધ્યાનના ચાર પ્રકાર છે– આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. પરંતુ પ્રસ્તુત પ્રસંગમાં કર્મ નિર્જરાના કારણભૂત ધ્યાન તપનું વર્ણન છે તેથી ચાર ભેદમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો સમાવેશ આ ધ્યાન તપમાં થતો નથી, કારણ કે તે બંને અશુભ ધ્યાન કર્મ બંધના હેતુ હોવાથી સાધનાનાક્ષેત્રમાં સર્વથા ત્યાજ્ય છે. આર્ત અને રૌદ્રધ્યાનજન્ય એકાગ્રતા સાધકની સાધનામાં વિદ્ગકારક છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન નિર્જરાના હેતુ અને મોક્ષ સાધક હોવાથી તે બંને ધ્યાન આત્યંતર તપ છે. ચારે ય ધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે છે(૧) આર્તધ્યાન:- તેનો મુખ્ય આધાર આર્ત–વેદના અથવા પીડા છે. સુખાકાંક્ષા કે કામાશંસાના નિમિત્તથી આર્તધ્યાન થાય છે. નિમિત્ત ભેદથી તેના ચાર પ્રકાર છે– ૧-૩. ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ અને રોગ, તે ત્રણે પરિસ્થિતિ દૂર કરવા માટે સતત ચિંતવના કરવી. ૪. ઇચ્છિત સુખ સાધનની પ્રાપ્તિ અને સુરક્ષા માટે સતત વિચારણા કરવી, નિયાણ કરવું તે આર્તધ્યાન છે. આર્તધ્યાનનું પ્રગટીકરણ તેના ચાર લક્ષણ દ્વારા થાય છે. પીડામાં ઘેરાયેલી વ્યક્તિ પોતાના મનોભાવ ૧.રડીને, ૨. શોક કરીને ૩. આંસુ વહાવીને અને ૪. વિલાપ કરીને પ્રગટ કરે છે. તેથી આક્રંદ, શોક, અશ્રુપાત અને વિલાપ તે ચાર આર્તધ્યાનના લક્ષણો છે. (૨) રૌદ્રધ્યાન - રૌદ્રધ્યાનનો મુખ્ય આધાર ક્રૂરતા છે. રૌદ્રપરિણામની એકાગ્રતા, તે રૌદ્રધ્યાન છે. નિમિત્તભેદથી તેના પણ ચાર પ્રકાર છે– (૧) હિંસાનુબધી હિંસક ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૨) મૃષાનુબંધી– અસત્ય ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૩) તેયાનુબંધી– ચોરીના ભાવોની પરંપરા સતત ચાલુ રહે તે. (૪) સંરક્ષણાનુબંધી- સુખોપભોગના સાધનોના સંરક્ષણનું સતત ચિંતન કરવું તે. તેના ચાર લક્ષણો છે– (૧) હિંસા વગેરે પાપપ્રવૃત્તિથી મોટા ભાગે વિરક્ત ન થવું (૨) હિંસા વગેરે પ્રવૃત્તિઓમાં જ રત રહેવું (3) અજ્ઞાન વશ પાપમાં પ્રવૃત્ત રહેવું (૪) પાપ કરવા છતાં પશ્ચાત્તાપ ન થવો. (૩) ધર્મધ્યાન - ધર્માનુષ્ઠાનરૂપ સંયમ, તપ, દાન, શીલ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે જે આચરણો છે, તે આચરણોમાં જેટલા સમય સુધી સાધકના ચિત્તની એકાગ્રતા, તલ્લીનતા થઈ જાય તે ધર્મધ્યાન તપ છે અને તે એકાગ્રતા સિવાયના સમયે તે સર્વ અનુષ્ઠાનો સંયમ–સંવર સ્વરૂપે રહે છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે–
૧. આશારિચય– જિનાજ્ઞાની વિચારણા કરવી. સાધુ અને શ્રાવકો માટે જિનેશ્વરની શું આજ્ઞા છે? તેની વિચારણામાં ચિત્તને એકાગ્ર કરવું તે. ૨. અપાયરિચય- દુઃખની વિચારણા. ચારગતિરૂપ