________________
૨૪૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
૨૪
પાલન, સંયમ સહાય, દાન, નિવિચિકિત્સા, પ્રવચન પ્રભાવના, પુણ્યસંચય તથા કર્તવ્યનો નિર્વાહ વગેરે.
આ રીતે તૈયાવચ્ચતપ મહાન તપ છે. વૈયાવચ્ચ કરનાર સ્વયં અનેક ગુણોને પ્રગટ કરે છે અને અન્યની સાધનામાં સહાયક બને છે. તેથી વૈયાવચ્ચ સ્વ-પર લાભદાયક આવ્યંતર તપ છે. (૪) આત્યંતર તપઃ સ્વાધ્યાય। वायणा पुच्छणा चेव, तहेव परियट्टणा ।
अणुप्पेहा धम्मकहा, सज्झाओ पंचहा भवे ॥ શબ્દાર્થ - વાયા = વાચના (ગુરુ પાસેથી સૂત્ર–અર્થની વાચના લેવી) પુચ્છળ = પૂછવું, શંકાની નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવા તહેવક આ પ્રકારે પરિક્ષા = શીખેલા જ્ઞાનની પુનરાવૃત્તિ કરવી મજુરા = અનુપ્રેક્ષા, ચિંતન-મનન કરવું ધમ્મદ = ધર્મોપદેશ આપવો પવેદ = આ પાંચ ભેદ સા = સ્વાધ્યાય તપના ભવે = થાય છે. ભાવાર્થ - વાચના, પૃચ્છના, પુનરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા; આ રીતે સ્વાધ્યાય તપના પાંચ પ્રકાર છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં સ્વાધ્યાયનું સ્વરૂપ દર્શન છે.
| (૧) “સ્વ” એટલે પોતાના આત્માને હિતકારી “અધ્યયન' કરવું, તે સ્વાધ્યાય છે. (૨) આળસનો ત્યાગ કરી જ્ઞાન આરાધના કરવી, તે સ્વાધ્યાય તપ છે. (૩) તત્ત્વજ્ઞાનનું પઠન-પાઠન અને સ્મરણ (પુનરાવર્તન) કરવું વગેરે સ્વાધ્યાય છે. (૪) પૂજા-પ્રતિષ્ઠાથી નિરપેક્ષ રહીને ફક્ત કર્મમલ શુદ્ધિ માટે જિનપ્રણીત શાસ્ત્રોનું ભક્તિપૂર્વક અધ્યયન-અધ્યાપન કરવું, કરાવવું, તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના પ્રકાર :- સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે– (૧) વાચના- શાસ્ત્રપાઠ સ્વયં વાંચવા અથવા યોગ્ય વ્યક્તિને શાસ્ત્રપાઠની વાચના દેવી. (૨) પુચ્છના– શાસ્ત્રોના અર્થને વારંવાર પૂછીને સ્થિર અને પૂર્ણ શુદ્ધ કરવા. વાચના લીધેલા શાસ્ત્રપાઠ અંગે કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે ગુર્નાદિકને પ્રશ્ન પૂછીને સમાધાન પ્રાપ્ત કરવું. (૩) પરિવર્તના-વાંચેલા તેમજ કંઠસ્થ કરેલા શાસ્ત્રોનું વારંવાર પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા– ભણેલા શાસ્ત્રપાઠનો વિશેષાર્થ સમજવા માટે ચિંતન, મનન, પર્યાલોચન કરવું. (૫) ધર્મકથા– વાંચન અથવા મનન કરેલા શાસ્ત્રના આધારે લોકોપભોગ્ય સરળ ભાષામાં ધર્મોપદેશ કરવો. સ્વાધ્યાયના લાભ – જ્ઞાન, વિજ્ઞાન, આચાર નિષ્ઠા, શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય, શ્રુત સંપન્નતા, બહુશ્રુતતા, ધેર્ય, પ્રવચન પ્રભાવના, ચિત્તની એકાગ્રતા, આત્માની ધર્મમાં સુરક્ષા, અન્યને ધર્મ પ્રત્યે સુરક્ષિત રાખવા વગેરે અનેકાનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ હોવાથી તેના પાંચે ય પ્રકારોનું આચરણ (અનુષ્ઠાન) કરવાથી આઠેય કર્મોની અને વિશેષરૂપે જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. અંતે તે સાધક સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. (૫) આત્યંતર તપાઃ ધ્યાન :हा अट्टरुद्दाणि वज्जित्ता, झाएज्जा सुसमाहिए ।
धम्म-सुक्काई झाणाई, झाणं तं तु बुहा वए ॥