________________
તોમાર્ગ ગતિ
ર૭
(૪) પાવીહિયાન પતંગ વીથિકા – પતંગિયું જેમ આડી અવળી, ઉપર-નીચે ગમે તેમ ગતિ કરે, તેમ ક્રમ વિના આડા અવળા ગમે તે ઘરમાંથી ગોચરી કરવી, તેને પતંગવીથિકા ગોચરી કહે છે.
(૫) સંયુવા હું પપ્પાળયા- શંબુક એટલે શંખ, તેના આવર્તની જેમ ગોળાકારમાં રહેલા ઘરમાંથી ગોચરી લેવી, તેને શંખાવર્ત ગોચરી કહે છે. શંખાવર્ત ગોચરીના બે પ્રકાર છે. શંખાવર્તના વર્તુળાકારે જતાં ગોચરી કરે તો તે ગં શંખાવર્ત ગોચરી અને મહોલ્લાના બહારના ભાગથી અંદરના ભાગ તરફ વર્તુળાકારે પાછા ફરતાં ગોચરી કરે તે પ્રત્યાગતા શખાવાં ગોચરી કહેવાય.
(૬) આયયા તંતુ પન્નાનયા– એક પંકિતમાં જેટલા ઘરો હોય તે પંક્તિ બદ્ધ ઘરોમાં ગોચરી કરતાં જાય તે આયતાગંતુ ગોચરી કહેવાય અને તે પંક્તિ બહુ ઘરોના છેલ્લા ઘરથી ગોચરી પ્રારંભ કરીને ઉપાશ્રયે આવે તે આયતા પ્રત્યાગતા ગોચરી કહેવાય. આ રીતે આયત ગોચરીના પણ બે પ્રકાર છે.
આ રીતે ભિક્ષાચર્ચાના પાંચમા અને છઠ્ઠા પ્રકારના બે-બે ભેદો ગાતાં ભિક્ષાચર્યા ગોચરીના આઠ પ્રકાર પણ થાય છે. ભિક્ષાચર્યા તપના વર્ણનમાં આઠ પ્રકારની ગોચરીનું કથન છે. પ્રસ્તૃતમાં સંક્ષિપ્ત અપેક્ષાએ છ પ્રકાર કહ્યા છે.
ઉપરોકત સર્વ ભેદોમાં ક્ષેત્રની મર્યાદા થાય છે, તેથી તેને ક્ષેત્ર ઊણોદરી તપ કહે છે. કારણ કે તેને નિયત ક્ષેત્રમાંથી જેવો અને જેટલો આહાર પ્રાપ્ત થાય તેમાં જ સંતોષ રાખવાનો હોય છે; તેને અન્યત્ર જવાનો ત્યાગ હોય છે.
संबुक्कावट्टाययागंतुं पच्चागया :- • संबुक्कावट्टा + આવયા. અહીં 'શંબુકાવર્તા' અને 'આયતા' બે શબ્દો છે તે ભિક્ષાચર્યાના પાંચમા અને છઠ્ઠા પ્રકારના ક્ષેત્રના આકારને સૂચિત કરે છે. ત્યાર પછી ગંતું અને પ્રત્યાગતા આ બે શબ્દો છે, તેનો અન્વય પાંચમા અને છઠ્ઠા બંને પ્રકાર સાથે છે. તેથી તે બંનેના બે-બે ભેદ થાય છે. યથા– (૧) ગંદું શંખાવાં ગોચરી (૨) પ્રત્યાગતા શંખાવાં ગોચરી (૩) તંતું આયતા ગોચરી અને (૪) પ્રત્યાગતા આયતા ગોચરી.
(૩) કાલ ઊણોદરી– દિવસના ચાર પ્રહરમાંથી અમુક પ્રહર સંબંધી સમયની મર્યાદા નિશ્ચિત કરવી. આ રીતે અભિગ્રહપૂર્વક ગોચરી માટે જવું, તે પ્રમાણે નક્કી કરેલા સમયમાં જે મળે તે આહાર કરવાથી કાલની મુખ્યતાએ ઊણોદરી થાય છે. તેથી તેને કાલ ઊણોદરી તપ કહે છે.
ઉત્સર્ગ માર્ગમાં સાધુને ત્રીજી પોરસીમાં આહાર કરવાની વિધિ છે. તે અપેક્ષાએ ત્રીજી પોરસીના બે, ત્રણ, ચાર કે પાંચ વિભાગોની કલ્પના કરી તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી જવાનો અભિગ્રહ કરવો. વિશેષ અપેક્ષાએ કોઈ પણ પોરસીના કોઈ પણ વિભાગમાં ગોચરી જવાનો અભિગ્રહ કરી શકાય છે. (૪) ભાવ ઊણોદરી– ભાવની પ્રધાનતાથી અભિગ્રહ કરવો, તે ભાવ ઊણોદરી તપ છે. આ અંગે શાસ્ત્રકારે અભિગ્રહરૂપે વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. તે આ પ્રમાણે છે
(૧) સ્ત્રીના હાથે ભિક્ષા લેવી (૨) પુરુષના હાથે ભિક્ષા લેવી (૩) અમુક આભૂષણ પહેરેલી વ્યક્તિના હાથે ભિક્ષા લેવી (૪) અમુક આભૂષણ વિનાની વ્યક્તિના હાથે ભિક્ષા લેવી. આ જ રીતે (૫) ૧૬ વર્ષથી અલ્પવયસ્ક બાળક પાસેથી તેમજ (૬) યુવાન પાસેથી (૭) વૃદ્ઘ પાસેથી, (૮) અમુક વસ્ત્ર કે અમુક પોષાક(વેશ) પહેરેલી વ્યક્તિ પાસેથી (૯) રુદન કરતી, હસતી, બેઠી, ઊભી ઈત્યાદિ વિશેષતાવાળી વ્યક્તિ પાસેથી (૧૦) ગૌરવર્ણા, શ્યામવર્ણા વગેરે વ્યક્તિ પાસેથી (૧૧) ગુલાબ, સેંટ વગેરે ગંધ યુક્ત