________________
[ ૨૩૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२४ दव्वे खेत्ते काले, भावम्मि य आहिया उ जे भावा ।
एएहिं ओमचरओ, पज्जवचरओ भवे भिक्खू ॥ શબ્દાર્થ –ળે = દ્રવ્ય હો = ક્ષેત્ર જાતે = કાળ બાવન = ભાવમાં જે = જો માવા = ભાવ માદિયા= કહ્યા છે પણ તેનાથી નવરો ઊણોદરી તપ કરનારોfમણૂક સાધુ બનવવરણો = પર્યાયથી ઊણોદરી કરનારો મને = હોય છે. ભાવાર્થ - [પૂર્વોક્ત ગાથાઓમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઊણોદરી અંગે જે જે વર્ણન કર્યું છે તે બધામાંથી એકી સાથે ઊણોદરી રૂપે અભિગ્રહ ધારણ કરનાર ભિક્ષુ પર્યવચરક ઊણોદરી તપ કરનાર થાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ભેદ-પ્રભેદના માધ્યમે ઊણોદરી તપનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. ઊણોદરી - ઊણ = ન્યુન, ઓછું. ઉદરી = ઉદરવૃત્તિ. પ્રમાણથી ઓછી ઉદરવૃત્તિ કરવી તે ઊણોદરી તપ છે. તાત્પર્ય એ છે કે આહારની મર્યાદાને ઘટાડવી તે આહાર ઊણોદરી તપ છે. તે સિવાય વસ્ત્ર-પાત્ર આદિની મર્યાદાને ઘટાડવી, તે ઉપકરણ ઊણોદરી અને ક્રોધ, માન આદિ કષાયોને ઘટાડવા તે ભાવ ઊણોદરી તપ છે. ઉપકરણ ઊણોદરી અને ભાવ ઊણોદરી વગેરેનું વર્ણન શ્રી ભગવતી આદિ સૂત્રોમાં છે.
પ્રસ્તુત અધ્યયનમાં માત્ર આહાર ઊણોદરી તપના ભેદોનું જ કથન છે. તેના પાંચ પ્રકાર છે(૧) દ્રવ્ય ઊણોદરી (૨) ક્ષેત્ર ઊણોદરી (૩) કાલ ઊણોદરી (૪) ભાવ ઊણોદરી અને (૫) પર્યવ ઊણોદરી. (૧) દ્રવ્ય ઊણોદરી- વ્યક્તિના ખોરાકનું જે પ્રમાણ હોય, તેનાથી કંઈક ન્યૂન આહાર કરવો તથા જઘન્ય એક કોળિયો પણ ઓછો આહાર ગ્રહણ કરવો, તે દ્રવ્ય ઊણોદરી તપ છે. (૨) ક્ષેત્ર ઊણોદરી– ક્ષેત્ર સંબંધી સીમા કરવી તે ક્ષેત્ર ઊણોદરી છે અર્થાતુ ગોચરીને યોગ્ય ગામ, નગર આદિ સંબંધી ક્ષેત્ર વિભાગની (શેરી આદિની) મર્યાદા નિશ્ચિત કરીને, તત્સંબંધી અભિગ્રહ ધારણ કરવો અને તે પ્રમાણે ગોચરી કરતાં જે આહાર પ્રાપ્ત થાય તે આહાર ગ્રહણ કરવો; તેને ક્ષેત્ર ઊણોદરી કહે છે. આ રીતે ક્ષેત્રની મર્યાદા કરવાથી પણ ઊણોદરી તપ થાય છે. તેથી જ સૂત્રકારે છ પ્રકારની ભિક્ષાચારીનો સમાવેશ ક્ષેત્ર ઊણોદરીમાં કર્યો છે. પેડ ય અ વેડા ય... - પ્રસ્તુત ગાથામાં ક્ષેત્રની મર્યાદા અને ક્ષેત્રના વિવિધ આકારોની કલ્પના કરીને ભિક્ષાચર્યાના છ ભેદોનું કથન છે.
(૧) - પેટીના આકારની જેમ ગોચરીના ક્ષેત્રની કલ્પના કરી, ચતુષ્કોણ પંક્તિમાં આવતા ઘરોમાં ગોચરી કરવી અને વચ્ચેના ઘરોમાં ગોચરી ન જવું, તે રીતની ગોચરીને પેલા ગોચરી કહે છે.
(ર) અખેડા- ઉપર્યુક્ત પેટી આકારવાળા ક્ષેત્રના બે સમવિભાગ કરી એક વિભાગના ઘરોથી ભિક્ષા લેવી, તેને 'અદ્ધ પેડા' ગોચરી કહે છે.
(૩) – ગાડીમાં જોડાઈને ચાલતા બળદના જમીન ઉપર પડતાં મૂત્રનો જે આકાર થાય તેના આકારની જેમ ગોચરીના ઘરોમાં ફરવું અર્થાતુ સામ-સામેનાં ઘરોમાંથી પ્રથમ જમણી બાજુનું ઘર, પછી ડાબી બાજુનું ઘર અને ત્યાર પછી ફરી જમણી બાજુનું ઘર; એ રીતે ગોચરી કરવી, તેને ગોમૂત્રિકા ગોચરી કહે છે.