________________
૨૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
:
શબ્દાર્થ :- ત્તિ = ઉપર બતાવેલા જે ગુણો છે તેનાથી વિવાસે - વિપરીત અવગુણોના કારણે રાવોલ-સનિય - રાગદ્વેષથી સંચિત કરેલાં કર્મોને નહT = જે પ્રકારે મિવ = ભિક્ષુ વેડ્ ક્ષય કરે છે તેં – તે વિધિને નમળો = એકાગ્ર ચિત્ત થઈને સુખ = સાંભળો.
ભાવાર્થ :- ઉપરોક્ત ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગદ્વેષ આદિ અવગુણોથી સંચિત કરેલા કર્મોને, જે વિધિથી ભિક્ષુ નષ્ટ કરે છે, તે તમે એકાગ્રચિત્ત થઈને સાંભળો.
जहा महातलायस्स, सण्णिरुद्धे जलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि, पावकम्म णिरासवे । भवकोडी संचियं कम्मं, तवसा णिज्जरिज्जइ ॥
६
=
શબ્દાર્થ:- નહીં - જે રીતે મહાતલાયસ્સ = કોઈ મોટા તળાવના નલામે = જળ આવવાના માર્ગોને સપ્પિન્દ્રે = રોકી દેવામાં આવે તો, તે તળાવનું પાણી ૩સ્લિવળાÇ = ઉલેચાઈ જવાથી તથા સવળાQ = સૂર્યના તાપ દ્વારા મેળ = ક્રમથી, ધીરે-ધીરે સોલળા મને – સુકાઈ જાય છે ત્ત્વ તુ = આ રીતે સંનયાવિ = સંયમી સાધુઓના પાવમણિરાસવે = પાપકર્મોના નિરાશ્રવથી, નવીન પાપકર્મો રોકી દેવાથી ભવોડીસનિય - કરોડો ભવોના સંચિત કર્મો તવસા = તપ દ્વારા બિખ્તરિન્ગર્ = ક્ષય થઈ જાય છે.
વિવેચન :
ભાવાર્થ :- જે રીતે કોઈ મોટા તળાવમાં પાણીનો પ્રવાહ આવતો રોકાઈ જાય, જૂનું પાણી ઉલેચાઈ જાય અને સૂર્યના તાપથી તે તળાવનું પાણી કાળક્રમે સુકાઈ જાય છે, તેવી જ રીતે સંયમી જીવોને પાપકર્મ આવવાનો માર્ગ બંધ થઈ જવાથી કરોડો ભવોના સંચિત થયેલા કર્મોની તપ દ્વારા નિર્જરા થાય છે. ।। ૫-૬ ।।
પ્રસ્તુત ગાથાઓમાં અનાશ્રવનું સ્વરૂપ અને તપનું માહાત્મ્ય પ્રદર્શિત કર્યું છે.
તપથી કર્મોની નિર્જરા થાય છે. તપથી આત્મવિશુદ્ધિ થાય છે. આત્મ વિશુદ્ધિના ઇચ્છુક સાધકોએ કર્મોનો ક્ષય કરતાં પહેલાં નવા આવતાં કર્મોના પ્રવાહને રોકવો જરૂરી છે. જો કર્મોનો પ્રવાહ ચાલુ જ હોય તો આત્મ વિશુદ્ધિનું કાર્ય થઈ શકે નહીં. તેથી જ સૂત્રકારે તપના વર્ણનનો પ્રારંભ કરતાં પહેલાં અનાશ્રવ એટલે આત્મામાં આવતાં કર્મ રોકાય તેવા સંવર પ્રધાન ગુણોનું નિરૂપણ કર્યું છે.
સંવરના ઉપાય ઃ– પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, તે પાંચ અવ્રતથી વિરામ પામવું તેમજ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો; પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન કરવું; ચાર કષાયો ઉપશાંત કરવા; પાંચ ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ છોડી જિતેન્દ્રિય બનવું; ઋદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ, તે ત્રણ પ્રકારના ગારવ–અભિમાનથી રહિત બનવું; માયા, નિદાન અને મિથ્યાત્વ તે ત્રણ શલ્યનો ત્યાગ કરી નિઃ શલ્ય બનવું; ઉપરોક્ત ગુણોની આરાધનાથી આશ્રવનો નિરોધ અર્થાત્ સંવર થાય છે અને તે-તે ગુણોથી વિપરીત આચરણ કરવાથી કર્મોનો આશ્રવ થાય છે.
તવસા નિષ્નરિષ્નદ્ :– આવતાં કર્મો રોકાઈ જવાથી સંવરની સાધના થાય છે અને ત્યારપછી બાર પ્રકારના તપની આરાધનાથી આત્માના પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય છે અને ત્યારે કર્મ મુક્તિની સાધના સફળ થાય છે.