________________
[ ૨૧૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અનંત સંસાર પરિભ્રમણના કારણે રાગ-દ્વેષ અને મિથ્યાત્વ વિજયના પરિણામનું કથન છે.
જીવ સાધના માર્ગમાં પ્રવેશ કરે ત્યારથી તેનો સમગ્ર પુરુષાર્થ રાગ-દ્વેષ અને મિથ્યાત્વના નાશ માટે જ હોય છે, જ્યારે તેનો સંપૂર્ણ નાશ થાય ત્યારે સાધના પૂર્ણ થાય છે. જીવ પોતાના તીવ્ર કે મંદ પુરુષાર્થથી રાગ-દ્વેષ આદિ પ્રવૃતિઓને ક્યારેક ઉપશાંત કરે, ક્યારેક તેનો ક્ષયોપશમ કરે, ક્યારેક કેટલાક અંશોનો ક્ષય કરે, તેની સાથે જ સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રની આરાધના પણ આંશિક રીતે કરે છે. પરંતુ જ્યાં સુધી રાગ-દ્વેષ કેમિથ્યાત્વના દલિકો હોય ત્યાં સુધી તેની ચારિત્રની આરાધના પણ દૂષિત થતી
જ્યારે રાગ-દ્વેષ અને મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ થાય ત્યારે રત્નત્રયની આરાધના વિશુદ્ધ થાય છે. તેથી સૂત્રકારે, રાગાદિના વિજયથી રત્નત્રયની આરાધનામાં ઉદ્યમવંત થાય છે તે પ્રમાણે કથન કર્યું છે.
જીવ રાગ-દ્વેષ રૂપ મોહનીય આદિ કર્મપ્રકૃતિઓનો ક્ષય કયા ક્રમથી કરે છે, તેનું વિસ્તૃત વિવેચન વૃત્તિકારે કર્યું છે. તે આ પ્રમાણે છે– ક્ષપક શ્રેણીના પ્રારંભમાં સૌથી પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાય ચતુષ્ટયના અનંત ભાગોને અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરે છે, શેષ અનંતમા ભાગને મિથ્યાત્વના પુદ્ગલોમાં પ્રક્ષિપ્ત કરે છે. પછી તે પ્રક્ષિપ્ત પુદ્ગલોની સાથે મિથ્યાત્વના મોટા ભાગના દલિકોને ક્ષીણ કરે છે અને તેના(બાકી રહેલા) અંશને મિશ્ર મોહનીયમાં પ્રક્ષિપ્ત કરે છે. પછી તે પ્રક્ષિપ્ત યુગલો સાથે મિશ્ર મોહનીયને ક્ષીણ કરે છે. ત્યારપછી તે જ રીતે મિશ્ર મોહનીયના અંશ સહિત સમ્યક્વમોહનીયના પુદ્ગલોને ક્ષીણ કરે છે. ત્યારબાદ સમ્યક્ત મોહનીયના બાકી રહેલા પુદ્ગલો સહિત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુને ક્ષીણ કરવાનો પ્રારંભ કરે છે. તેના ક્ષયકાળ માં નરક-તિર્યંચ તે બે ગતિ; નરકાનુપૂર્વી-તિર્યંચાનુપૂર્વી તે બે આનુપૂર્વી; એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; તે જાતિ ચતુષ્ક; આતાપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ; નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ત્યાનષ્ક્રિનિદ્રાને ક્ષીણ કરે છે. ત્યાર પછી તેના અવશિષ્ટ અંશને નપુંસક વેદમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે, તેના શેષ રહેલા દલિકોને સ્ત્રીવેદમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે, તેના શેષ રહેલા દલિકોને હાસ્યાદિ ષટ્કમાં પ્રક્ષિપ્ત કરીને તેને ક્ષીણ કરે છે. મોહનીય કર્મને ક્ષીણ કરનાર જો પુરુષ હોય તો પુરુષવેદના બે ખંડોને અને સ્ત્રી અથવા નપુંસક હોય તો પોતપોતાના વેદના બે-બે ખંડોને હાસ્યાદિ ષટ્રકના શેષ રહેલા દલિકો સહિત ક્ષીણ કરે છે. પછી વેદના ત્રીજા ખંડ સહિત સંજ્વલનના ક્રોધને ક્ષીણ કરે છે, આ રીતે પૂર્વાશ સહિત સંજ્વલન માન-માયા-લોભને ક્ષીણ કરે છે. ત્યાર પછી સંજ્વલન લોભના સંખ્યાત ખંડ કરે છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક અંતર્મુહૂર્તમાં ક્ષીણ કરે છે. તેના અંતિમ ખંડના અસંખ્યાત સૂક્ષ્મ ખંડ થાય છે. તેમાંથી પ્રત્યેક ખંડને એક-એક સમયમાં ક્ષીણ કરે છે. તેના પણ અંતિમ ખંડના અસંખ્યાત સૂમ ખંડ બને છે. તેમાંથી પ્રત્યેક ખંડ એક એક સમયમાં ક્ષીણ કરે છે. આ રીતે દશમા ગુણસ્થાનના અંત સમયે સૂમ લોભનો નાશ થઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ સર્વથા ક્ષીણ થઈ જવાથી તે જીવ બારમા ક્ષીણ મોહનીય ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. ત્યાં તેને છદ્મસ્થ વીતરાગ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. જ્યારે તેના અંતિમ બે ખંડ શેષ રહે છે ત્યારે પહેલા સમયમાં નિદ્રા, પ્રચલા, દેવગતિ, દેવાનુપૂર્વી, વૈક્રિય શરીર, વજ8ષભ નારાજ સિવાયના શેષ સંહનન