________________
[ ૨૦૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
આવશ્યકતા અનુસાર સાધનામાં અનુકૂળતા કરી આપવી; વગેરે પ્રવૃત્તિને વૈયાવચ્ચ કહે છે. વૈયાવચ્ચ કરનારને ગુણીજનો, વડીલો પ્રત્યે ભક્તિભાવ વધે છે, પોતાના સ્વચ્છેદ અને અહંકારનો નાશ થાય છે; વૈયાવચ્ચ કરતાં રત્નાધિકોનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે, તેનાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, શ્રદ્ધામાં દઢતા, ચારિત્રમાં પરિપકવતા વગેરે અનેક લાભ થાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે વૈયાવચ્ચની પરાકાષ્ટાના અંતિમ ફળને પ્રદર્શિત કર્યું છે. વૈયાવચ્ચ કરતાં જીવ જ્યારે તેમાં ઉત્કૃષ્ટ રસને પ્રાપ્ત કરે ત્યારે તે જીવ તીર્થકર નામ કર્મનો બંધ કરે છે. શાસ્ત્રમાં તીર્થકર નામ કર્મ બંધના વીસ કારણો કહ્યા છે, તેમાં વૈયાવચ્ચનો પણ એક કારણરૂપે સમાવેશ થાય છે. સર્વગુણ સંપન્નતા:४६ सव्वगुणसंपण्णयाए णं भंते ! जीवे किं जणयइ ?
सव्वगुणसंपण्णयाए णं अपुणरावत्तिं जणयइ । अपुणरावत्तिं पत्तए णं जीवे सारीरमाणसाणं दुक्खाणं णो भागी भवइ । શબ્દાર્થ – સબગુણસંપvu i = સર્વ ગુણ સંપન્નતાથી, જ્ઞાનાદિ સર્વ ગુણોથી યુક્ત થવાથી
પુનરાવરિંગ અપુનરાગમન, જન્મ-મરણરૂપ સંસારમાં ફરી ન આવવા રૂપ પર = પ્રાપ્ત થયેલા સારીમાન = શારીરિક અને માનસિક કુહાણ = દુઃખોનો મા = ભાગી નો અવરૂ= થતો નથી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વગુણસંપન્નતાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- સર્વગુણસંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિપદ(મુક્તિ) પ્રાપ્ત કરે છે. અપુનરાવૃત્તિપદ પ્રાપ્ત કરેલો અર્થાત્ મુક્ત થયેલો જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. વિવેચન : -
આત્માની પરિપૂર્ણતા માટે ત્રણ આત્મગુણોની પરિપૂર્ણતા આવશ્યક છે. કેવળજ્ઞાન, કેવળ દર્શન (ક્ષાયિક સમ્યકત્વ) અને પૂર્ણ યથાખ્યાત ચારિત્ર. આ ત્રણ ગુણ પરિપૂર્ણ થાય, ત્યારે આત્મા સર્વગુણ સંપન્ન થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થવાની સ્થિતિને સર્વગુણ સંપન્નતા કહેવાય છે. તે જીવ અપુનરાવૃત્તિ પદની પ્રાપ્તિ કરે છે અર્થાત્ જન્મ-મરણરૂપી સંસારમાં તેનું પુનરાગમન થતું નથી. અપુનરાવૃત્તિરૂપ મોક્ષપદ પ્રાપ્ત કરનાર જીવને શરીર અને કર્મ શેષ રહેતા નથી. તેથી તેને શારીરિક અને માનસિક કોઈ પ્રકારના દુઃખોની પ્રાપ્તિ થતી જ નથી. વીતરાગતા - ४७ वीयरागयाए णं भंते ! जीवे किं जणयइ ?
वीयरागयाए णं णेहाणुबंधणाणि तण्हाणुबंधणाणि य वोच्छिदइ, मणुण्णामणुण्णेसु सद्दफरिस-रसरूवगधेसु चेव विरज्जइ । શબ્દાર્થ - વીયરીયા f = વીતરાગતાથી નેહાપુર્વધાન = સ્ત્રી, પુત્ર, સગાંસંબંધીઓના સ્નેહ બંધનનો, આસક્તિનો, અતિરાગભાવનો ય = અને તાજુબંધ = ધન-ધાન્ય આદિની તૃષ્ણાના બંધનનો વછ = વિનાશ કરે છે મguખામgs = મનોજ્ઞ અને અમનોજ્ઞ, પ્રિય અને અપ્રિય