________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૯૯]
લંચન કરવું (૫) સફેદ ચોલપટો પહેરવો (૬) શરીરના ઉપરના ભાગમાં સફેદ પછેડી ધારણ કરવી (૭) ખુલ્લા પગે ચાલવું (૮) છત્રી ધારણ કરવી નહીં (૯) નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરવો. તે મુનિનો આદર્શ બાહ્ય વેશ છે અને તે બાહ્ય પ્રતિરૂપતા છે. આ બધા પ્રગટ લિંગ(ચિહ્ન) છે.
પ્રતિરૂપતા ધારણ કરનાર સાધક શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વ્યવહારથી નિવેશ ધારણ કરે છે. તેમજ તે ભાવોથી પણ આગમોક્ત સાધુના ગુણોથી સંપન્ન બનવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. તે મુનિ શાસ્ત્રોક્ત મર્યાદિત ઉપકરણો જ ધારણ કરે છે, તેથી દ્રવ્યથી લઘુતા-હળવાશ અનુભવે છે અને મંદ કષાયી બની ભાવથી પણ લાઘવતાને પામે છે. તે સાધક સાધનામાં વિશેષ સાવધાન બનીને વિચરણ કરે છે; તેથી અપ્રમત્ત ભાવોની પ્રાપ્તિ કરે છે. આ રીતે સંયમ આરાધનામાં આગળ વધતો તે વિશુદ્ધ ઉચ્ચકોટિની સાધનાને અને સમભાવને પ્રાપ્ત કરે છે.
અંતઃકરણની વિશુદ્ધિ થઈ જવા છતાં બાહા વેશની અત્યંત આવશ્યકતા રહે છે. પ્રગટ અને પ્રશસ્ત સાધુવેશ જીવને કેટલાય દુષ્કૃત્યોથી બચાવે છે. સર્વ પ્રાણીઓનો તે વિશ્વાસપાત્ર બની જાય છે અને અનેક ભવ્ય જીવો તેના ઉપદેશથી સન્માર્ગમાં પ્રવૃત્ત થાય છે. તેથી સાધકને મુનિવેશમાં રહેવું અત્યંત આવશ્યક અને લાભદાયક છે. સૂત્રકાર સમિતિ શબ્દનો પ્રયોગ અહીં યતના અર્થમાં કર્યો છે.
આ રીતે પ્રતિરૂપતા એટલે ઈમાનદારીપૂર્વક આગમોક્ત મુનિ લિંગ અને શ્રમણાચારને યોગ્ય યથાર્થ આચરણ કરવાથી સૂત્રોક્ત લાભને જીવ પ્રાપ્ત કરે છે. સત્ત સમ સમ - સત્ત = સત્ત્વ, સર્વ પ્રાણીઓ પ્રતિ, સમિ-સમિતિ, સમ્યક વ્યવહાર, યતનાપૂર્વકનો વ્યવહાર સમ7-સમત્વભાવ. સર્વ જીવો પ્રતિ યતના અને વિવેકપૂર્વકના વ્યવહારથી તે સાધક સમભાવને પામે છે. કોઈ પણ પ્રાણીની હિંસા ન થાય, જીવોને કોઈ પણ પ્રકારે પીડા ન થાય તેવા લક્ષપૂર્વકનો તેનો સમભાવયુક્ત વ્યવહાર થઈ જાય છે. આ રીતે બાહ્યક્રિયામાં શુદ્ધિ સાથેની આંતરિક ભાવવિશુદ્ધિ તે જ સાધનાની સફળતા છે. અકિદે બિલ્ડિ- અહીં અપ્રતિલેખન શબ્દ ઇન્દ્રિય વિષયોની ગવેષણા અર્થાતુ લાલસાના નિષેધ માટે છે. ચારિત્રની શુદ્ધિ થતાં સાધકને વિષયોની લાલસા રહેતી નથી. તે પરમ જિતેન્દ્રિય થઈ, વિપુલ તપ-સંયમનો આરાધક બને છે. વૈયાવચ્ચ - ४५ वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वेयावच्चेणं तित्थयर-णामगोयं कम्मं णिबंधइ । શબ્દાર્થ – વેવિશ્વેv = વૈયાવૃત્યથી, શ્રમણોની સેવા-પરિચર્યા કરવાથી તિસ્થરણામોથે c— = તીર્થકર નામ-ગોત્ર કર્મનો નિબંધ = બંધ કરે છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- વૈયાવૃત્ય-સેવા કરવાથી જીવ તીર્થકર નામ-ગોત્ર કર્મનો બંધ કરે છે. વિવેચનઃ
નિઃસ્વાર્થ અને નિષ્કામભાવે શ્રમણોની શારીરિક સેવા કરવી, તેમને આહારાદિ લાવી આપવા, તેમની