________________
સમદુપરામ
[૧૯૫]
વિદાયવુત્તિમાં સિદ્ધોના અતિશય ગુણવત્તે પ્રગટ કરે છે વિક્રાફયTrivજે સિદ્ધોના અતિશય ગુણથી સંપન્ન તો લોકાગ્રમાં સવાર=ગયેલો જીવ પરમસુઈ = પરમસુખી ભવ= થાય છે. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! શરીરના પ્રત્યાખ્યાનથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર– શરીરના પ્રત્યાખ્યાન કરવાથી જીવ સિદ્ધોના અતિશય ગુણોને પ્રગટ કરે છે. સિદ્ધોના અતિશય ગુણોથી સંપન્ન જીવ લોકાગ્રમાં પહોંચીને પરમ સુખી થાય છે. વિવેચના:
શરીરના પરિત્યાગથી અર્થાત્ શરીર-મમત્વ અને શરીર-પરિચર્યાના ત્યાગ કરવાથી તે સાધક સિદ્ધોના અતિશય ગુણોને એટલે પરમોત્કૃષ્ટ ગુણોને પ્રાપ્ત કરીને લોકના અગ્રભાગમાં(મોક્ષમાં) પહોંચી જાય છે. તે આત્મા સર્વ પ્રકારના કર્મબંધનથી મુક્ત થઈને સિદ્ધ, બુદ્ધ, અજર, અમર પદને પ્રાપ્ત કરીને, અનંત શક્તિ સંપન્ન થઈ પરમસુખી થાય છે. પ્રસ્તુતમાં યોગ પ્રત્યાખ્યાન અને શરીર પ્રત્યાખ્યાન એ બંને ક્રમભાવી અવસ્થા છે. યોગના ત્યાગથી અયોગી અવસ્થા પ્રાપ્ત થાય છે અને શરીરના ત્યાગથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. અયોગી અવસ્થામાં આશ્રવ અને બંધ બંને સમાપ્ત થાય છે; પૂર્ણ સંવર અને સર્વથા કર્મમુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મા શરીરથી સદાને માટે મુક્ત થઈ જાય છે. કર્મમુક્ત અને શરીરમુક્ત આત્મા લોકાગ્રે જઈને નિજ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે અને જ્ઞાનાદિ અનંત સ્વાભાવિક ગુણોથી સંપન્ન થઈ જાય છે. સિદ્ધાર્થનુણ સંપv -સિદ્ધોના અતિશય ગુણોથી સંપન્ન. સમવાયાંગ સૂત્રના ૭૧મા સમવાયમાં આઠ કર્મોનો ક્ષય થવાથી પ્રગટ થતાં સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ કહ્યા છે, તેને જ અહીં સિદ્ધોના અતિશય ગુણ કહ્યા છે. એકત્રીસ ગુણ આ પ્રમાણે છે– જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ, વેદનીય કર્મની બે, મોહનીય કર્મની બે, આયુષ્ય કર્મની ચાર, નામ કર્મની બે, ગોત્ર કર્મની બે અને અંતરાય કર્મની પાંચ, આ રીતે આઠ કર્મોની કુલ એકત્રીસ પ્રવૃતિઓ ક્ષય થવાથી એકત્રીસ ગુણ પ્રગટ થાય છે.
પ્રસ્તુત સૂત્ર ૩૪ થી સૂત્ર ૩૮ સુધીમાં દર્શાવેલા પ્રત્યાખ્યાન પરસ્પર સંબંધિત અને ક્રમિક છે. ઉપધિના પ્રત્યાખ્યાનથી બાહ્ય પરિગ્રહનો ત્યાગ; આહારના પ્રત્યાખ્યાનથી જીવન જીવવાની અભિલાષાનો ત્યાગ, કષાય પ્રત્યાખ્યાનથી આત્યંતર પરિગ્રહનો ત્યાગ; જોગ પ્રત્યાખ્યાનથી મન, વચન, કાયાની પ્રવૃત્તિનો ત્યાગ અને છેવટે શરીરના પ્રત્યાખ્યાનથી શરીરનો આંશિક પણ મમત્વભાવ અને શરીરનો ત્યાગ થાય છે. આ બધા ત્યાગના પરિણામે ક્રમશઃ આગળ વધતાં સિદ્ધોના એકત્રીસ અતિશય ગુણો પ્રગટ થાય છે. તે ગુણો પ્રગટ થતાં આત્મા લોકાગ્રે પહોંચીને પરમ સુખી થાય છે. સહાય પચ્ચકખાણ:४१ सहायपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ?
सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ । एगीभावभूए वि य णं जीवे एगत्तं भावेमाणे अप्पसद्दे अप्पझंझे अप्पकलहे अप्पकसाए अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समाहिए यावि भवइ । શબ્દાર્થ – સહાયરૂશ્વરવા = સહાયતાના પ્રત્યાખ્યાન કરવાથી અર્થાત્ બીજા મુનિઓની સહાય