________________
૧૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ઉત્તર– કષાયના પ્રત્યાખ્યાન કરવાથી જીવ વીતરાગભાવ પ્રાપ્ત કરે છે. વીતરાગભાવને પ્રાપ્ત થયેલો જીવ સુખ અને દુઃખમાં સમભાવ રાખનાર થાય છે.
વિવેચનઃ
કષાય—કષ = સંસાર, આય = આગમન. જેનાથી સંસારનું આગમન, સંસારની વૃદ્ધિ થાય છે, તે કષાય કહેવાય. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે. આ ચારે કષાયોના પ્રત્યાખ્યાન એટલે તેનો પરિત્યાગ કરવાથી વીતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. કષાયમુક્ત જીવ રાગદ્વેષથી રહિત થઈ જાય છે. તેને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખની પ્રાપ્તિમાં ઉદ્વેગ થતો નથી પરંતુ તે સુખ અને દુઃખમાં સમાનબુદ્ધિ રાખે છે. સમભાવથી ભાવિત થવું તે કષાય ત્યાગનું ફળ છે.
યોગ પચ્ચક્ખાણ :
३९ जोग-पच्चक्खाणेण भंते जीवे किं जणयइ ?
जोग-पच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगीणं जीवे णवं कम्मं ण बंधइ, पुव्वबद्धं च णिज्जरेइ ।
શબ્દાર્થ:- ગોપન્વવવાળેળ = મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિનો નિરોધ કરવાથી અનોત્ત - અયોગી અવસ્થાને, શૈલેશી ભાવને નળયજ્ઞ = પ્રાપ્ત કરે છે અનો†= અયોગી વ = નવા જન્મ = કર્મોનો
=
ળ વધજ્ઞ = બંધ કરતો નથી પુજ્વલદ્ધ = પહેલા બાંધેલા કર્મોની બિખ્તરેફ = નિર્જરા થાય છે.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! યોગના પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે ?
ઉત્તર– મન, વચન, કાયાના યોગોની પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરવાથી જીવ અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે. અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ નવા કર્મો બાંધતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. વિવેચનઃ
મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને યોગ કહે છે. યોગ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો હોય છે. યોગના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્મા મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી રહિત થઈ જાય છે. મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓથી રહિત થનાર જીવ અયોગી કહેવાય છે. અયોગી આત્મા નવા કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે. આ યોગ પ્રત્યાખ્યાનનું ફળ ચૌદમા ગુણસ્થાનની અપેક્ષાએ જાણવું જોઈએ; કારણ કે યોગનો સર્વથા નિરોધ અને અયોગી અવસ્થા જીવને ચૌદમા ગુણસ્થાનમાં જ થાય છે.
શરીર પચ્ચક્ખાણ -
४० सरीर-पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ?
सरीर-पच्चक्खाणेणं सिद्धाइसयगुणत्तणं णिव्वत्तेइ । सिद्धाइसयगुणसंपण्णे यणं जीवे लोगग्गमुवगए परमसुही भवइ ।
શબ્દાર્થ:- સી-૧ત્ત્વવાળે” = ઔદારિકાદિ શરીરના પ્રત્યાખ્યાન કરવાથી અર્થાત્ ત્યાગ કરવાથી
-