________________
સમ્યક્ પરાક્રમ
[ ૧૫ ]
ઉત્તર- નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોથી શીઘ્ર વૈરાગ્ય પામે છે. ક્રમશઃ સર્વ વિષયોથી વિરક્ત થઈ જાય છે. સર્વ વિષયોથી વિરક્ત થઈને તે આરંભ-પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ-પરિગ્રહનો પરિત્યાગ કરવાથી સંસારમાર્ગનો વિચ્છેદ-નાશ કરે છે અને સિદ્ધિ માર્ગ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિર્વેદથી પ્રગટ થતાં ગુણોનું નિરૂપણ છે. બ્લિયું - નિર્વેદના વિવિધ અર્થ છે– (૧) સાંસારિક વિષયોના ત્યાગની ભાવના (૨) સંસારથી વૈરાગ્ય (૩) સંસાર પ્રતિ ઉદ્વિગ્નતા (૪) સર્વ અભિલાષાઓનો ત્યાગ (૫) વિવિધ ઉદય ભાવોમાં સમભાવ. | સંવેગ અને નિર્વેદ એક સિક્કાની બે બાજુ છે. જ્યારે મોક્ષની તીવ્ર અભિલાષા રૂ૫ સંવેગ ભાવ પ્રગટે ત્યારે સંસારના ભોગો પ્રતિ નિર્વેદ-વૈરાગ્ય ભાવ જાગૃત થાય છે. આ રીતે સંવેગવિધિરૂપ છે જ્યારે નિર્વેદ નિષેધાત્મક–ત્યાગરૂપ છે. નિર્વેદન ફળ :- જીવનો સમગ્ર પુરુષાર્થ વેગપૂર્વક મોક્ષ તરફ થતો હોય ત્યારે તે જીવ સંસાર માર્ગથી પાછો ખસતો જાય છે. (૧) તે જીવને સર્વ કામભોગો અને વિષયોથી વિરક્તિ થાય છે. (૨) વિષયવિરક્તિના કારણે તે આરંભ-પરિગ્રહનો પરિત્યાગ કરે છે. (૩) તેથી તેની ભવ પરંપરાનો વિચ્છેદ થાય છે. (૪) તે જીવ મોક્ષ માર્ગનો પથિક બનીને અંતે રત્નત્રયની આરાધનારૂપ સિદ્ધિ માર્ગની પ્રાપ્તિ કરે છે. ધર્મ શ્રદ્ધા :५ धम्मसद्धाए णं भंते ! जीवे किं जणयइ ?
धम्मसद्धाए णं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, आगारधम्मं च णं चयइ, अणगारिए णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयण-संजोगाईणं वोच्छेयं करेइ, अव्वाबाहं च सुहं णिव्वत्तेइ । શબ્દાર્થ - થમ્મસાપ = ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવાથી સવાસોનુ = શાતા વેદનીયકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા સુખોમાં ગાવે = જીવ મા = અનુરાગ કરતો હતો તેમાં વિરાફ = વિરક્ત થઈ જાય છે મા IIRધ = આગાર ધર્મ-ગૃહસ્થ ધર્મનો યક્ = ત્યાગ કરે છે કપરા = અણગાર-મુનિ બનીને સારીરમાતા = શારીરિક અને માનસિક કુવા = દુઃખોનું છેમેય = છેદન ભેદન કરે છે સંબો = સંયોગ-વિયોગજન્ય દુઃખોનો વોઝેય = નાશ કરે = કરે છે અબ્બાવાહિં = અવ્યાબાધબાધા-પીડા રહિત) સુદ = મોક્ષ-સુખને foળ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! ધર્મ શ્રદ્ધાથી જીવને શું લાભ થાય છે?
ઉત્તર- ધર્મશ્રદ્ધાથી જીવ શાતાવેદનીય કર્મજનિત વૈષયિક સુખોની આસક્તિથી વિરકત થઈ જાય છે, આગારધર્મ-ગૃહસ્થ સંબંધી પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. તે અણગાર થઈને છેદન-ભેદન અને સંયોગ-વિયોગ જન્ય શારીરિક અને માનસિક દુઃખોનો વિનાશ કરે છે તથા અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મ શ્રદ્ધાથી પ્રગટ થતાં ગુણોનું નિરૂપણ છે.