________________
[ ૧૬૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પ્રત્યેની તીવ્ર ઉત્કંઠા, તે સંવેગ છે. (૩) ધર્મ અને ધર્મફળમાં પરમ ઉત્સાહ તે સંવેગ. (૪) ધાર્મિક પુરુષો પ્રત્યે અનુરાગ તે સંવેગ (૫) પંચપરમેષ્ઠિ પ્રત્યે ભક્તિ ભાવ તે સંવેગ. (૬) ધર્મ અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા, હિંસાદિથી વિરતિ, રાગ દ્વેષ, મોહાદિ સર્વ ગ્રંથીઓથી રહિત નિગ્રંથ ગુરુઓમાં અવિચલ અનુરાગ થવો, તે સંવેગ છે.
(૭) આ રીતે મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઝંખના અને તે દિશાના પુરુષાર્થનો પ્રારંભ, તે સંવેગ છે. (૮) સાધકને કર્મથી મુક્ત થવાની અદમ્ય ઇચ્છા હોય, કર્મમુક્તિના માર્ગ પર અને તે માર્ગ પર પુરુષાર્થ કરતા સાધકો પર કે કર્મમુક્ત થયેલા પૂર્ણ પુરુષો પર સહજ અનુરાગ થાય, તે સંવેગ ભાવ છે. સવેગન ફળ :- સુત્રકારે તેના ક્રમિક પ્રાપ્ત થતાં એક-એક ફળને પ્રદર્શિત કર્યા છે– (૧) સંવેગ અર્થાતુ મોક્ષાભિલાષાથી શ્રુતધર્મ આદિની શ્રદ્ધા થાય છે. (૨) શ્રદ્ધાથી તીવ્ર સંવેગ- વૈરાગ્યને કારણે વિષયોનો રાગ છૂટી જાય છે. (૩) તેના પ્રભાવથી અનંત સંસારવર્ધક અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભનો ક્ષય થાય છે. (૪) તેનો ક્ષય થવાથી મિથ્યાત્વ જનિત નવા કર્મોનો બંધ થતો નથી. (૫) તે સાધક સમ્યકત્વનો આરાધક બની જાય છે. (૬) સમકિતના અતિચારોને દૂર કરીને નિરતિચાર દર્શનની આરાધના કરે છે. દર્શનની વિશુદ્ધિથી અત્યંત શુદ્ધ થઈને કોઈ જીવ તે જ ભવમાં મોક્ષે જાય છે. તાત્પર્ય એ છે કે કોઈ જીવને કર્મો ભોગવવાના બાકી રહ્યા હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે. જે જીવને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યનો બંધ થયો ન હોય, તો તે જીવ તે જ ભવમાં મોક્ષે જાય છે અને પહેલાં આયુષ્યબંધ થઈ ગયો હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે. યુગલિકનો આયુષ્યબંધ થયો હોય તો ચોથે ભવે અવશ્ય મોક્ષે જાય છે. ની વિ નાય:- જીવને શું લાભ થાય છે? પ્રસ્તુત અધ્યયનના પ્રત્યેક બોલ સાથે આ પ્રશ્ન સૂચક વાક્યાંશ જોડાયેલો છે. આ વાક્ય જે બોલ સાથે હોય, તે બોલથી જીવને શું લાભ થાય છે? તેમ પ્રત્યેક બોલમાં અર્થ સમજવો. તેના ઉત્તરમાં તે-તે ગુણથી પ્રાપ્ત થતાં ફળનું કથન પ્રત્યેક સૂત્રમાં છે. Mવં — વધઃ - જેના અનંતાનુબંધી કષાયો સર્વથા ક્ષીણ થઈ જાય છે, જેનું દર્શન વિશુદ્ધ થઈ જાય છે તે જીવને મિથ્યાદર્શનજનિત કર્મબંધ થતો નથી. નિર્વેદ - | ४ णिव्वेएणं भंते ! जीवे किं जणयइ?
णिव्वेएणं दिव्व-माणुस्सतेरिच्छिएसुकामभोगेसु णिव्वेयं हव्वमागच्छइ, सव्व विसएसु विरज्जइ, सव्व विसएसु विरज्जमाणे आरंभपरिग्गहपरिच्चायंकरेइ, आरंभ परिग्गह परिच्चायं करेमाणे संसारमग्गं वोच्छिदइ, सिद्धिमग्गं पडिवण्णे य भवइ । શદાર્થ:- foળે = નિર્વેદ(સંસારની વિરક્તિ)થી જીવ વિશ્વ-માપુરચ્છિ = દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સર્વ પ્રકારના શાકમો = કામભોગોથી = શીઘ્રષ્યિ = વૈરાગ્ય, ઉદાસીનતા આચ્છ = પ્રાપ્ત કરે છે સબ્સ વિરપણું = સર્વવિષયોથી વિશ્વના વિરક્ત થયેલો જીવ સારંગપરિદિપરિવાથે વરેફ = આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે આ મહિપરિવાયું
જેમા = આરંભ-પરિગ્રહનો ત્યાગ કરતો સલામ = સંસાર માર્ગનો અર્થાત્ ભવ પરંપરાનો વોન્ટવ = વ્યવછેદ, નાશ કરે છે કિમિ = સિદ્ધિમાર્ગ, મોક્ષમાર્ગનો પડિવોને = પ્રતિપન્નક, પથિક ભવ= બની જાય છે. ભાવાર્થ:- પ્રહન- હે ભગવાન્ ! નિર્વેદથી જીવને શું લાભ થાય છે?