________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૫૫ ]
રૂપ ચારિત્ર તે પરિવાર વિશુદ્ધ ચારિત્ર છે. તેની વિધિ આ પ્રકારની છે– ૯ સાધુ સાથે મળીને આ ચારિત્રની આરાધના કરે છે. તેની સ્થિતિ ૧૮ માસની હોય છે. પ્રથમ ૬ માસમાં ૪ સાધુ તપસ્યા કરે, બીજા ચાર સાધુ તેમની સેવા કરે અને એક સાધુ ગણ-પ્રમુખતા ધારણ કરે. બીજા છ માસમાં તપસ્યા કરનાર સેવા કરે અને સેવા કરનારા તપસ્યા કરે છે તથા એક સાધુ ગણપ્રમુખ રહે છે. ત્યાર પછી ત્રીજા છ માસમાં ગણપ્રમુખ તપસ્યા કરે છે, શેષ સાધુ તેની સેવા કરે છે અને કોઈ પણ એક સાધુગણની પ્રમુખતા સ્વીકારે છે.
તપસ્યા કરનાર સાધુ ઉનાળામાં એક, બે કે ત્રણ ઉપવાસ, શિયાળામાં, બે, ત્રણ કે ચાર ઉપવાસ અને ચોમાસામાં ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે. તપના પારણે બધા સાધક આયંબિલ કરે છે. આ પ્રકારે આ ચારિત્રમાં વિશિષ્ટ તપ સાધનાથી આત્મશુદ્ધિ કરવામાં આવે છે. આ રીતે ૧૮ માસનો એક કલ્પ પૂર્ણ થયા પછી તે સાધુઓ ગચ્છમાં આવી જાય અથવા જીવન પર્યત તે જ રીતે ક્રમપૂર્વક તપસાધના કરતા રહે છે. આ ચારિત્ર પણ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં જેણે છેદોપસ્થાપનીય ચારિત્રનો સ્વીકાર કર્યો હોય તેને જ હોય છે.
આ ચારિત્રનો સ્વીકાર તીર્થકરની બે પાટ સુધી જ હોય છે. તેમાં છઠ્ઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે. તેની આરાધનાથી ઘણા કર્મોનો નાશ થાય છે અને આત્માના જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે. સુથમ સંપરાય ચારિત્ર - સામાયિક અથવા છેદોષસ્થાપનીય ચારિત્રની સાધના કરતાં-કરતાં જ્યારે ક્રોધાદિ ત્રણ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે અને કેવળ લોભ કષાય સૂક્ષ્મરૂપે બાકી રહે છે, આ અવસ્થાને સુક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. આ ચારિત્ર દશમા ગુણસ્થાનવર્તી સાધુને હોય છે. પરિહાર વિશુદ્ધિવાળા સાધુ પણ જ્યારે સાતમા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચઢે છે ત્યારે છેદોપસ્થાપનીય ચારિત્રમાં પ્રવેશ કર્યા પછી જ આઠમું, નવમું ગુણસ્થાન પાર કરીને આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત કરે છે. યથાખ્યાત ચારિત્ર:- જ્યારે ચારે કષાયો સર્વથા ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે, તે સમયની ચારિત્રની અવસ્થાને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ ચારિત્ર ગુણસ્થાનની અપેક્ષાએ અનેક ભાગોમાં વિભક્ત છે(૧) ૧૧માં ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર છદ્મસ્થ ઉપશાંત કષાય યથાખ્યાત ચારિત્ર કહેવાય છે (૨) ૧રમા ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર છદ્મસ્થ ક્ષીણ કષાય યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. (૩,૪) તેરમા અને ચૌદમાં ગુણસ્થાનવાળા સાધકનું ચારિત્ર ક્રમશઃ સયોગી કેવળી યથાખ્યાત ચારિત્ર અને અયોગી કેવળી યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ રીતે તેમાં ૧૧ થી ૧૪ પર્યતના ચાર ગુણસ્થાન હોય છે. સમ્યક્ તપ અને તેના પ્રકાર:રજા તો ય કુવિહો કુત્તો, નાદિરમંતર તહાં
बाहिरो छव्विहो वुत्तो, एवमब्भतरो तवो ॥ શબ્દાર્થ-તવો તપ વિહો = બે પ્રકારના કુત્તો = કહ્યા છે વારિર૦મંતર ત = બાહ્ય તપ અને આત્યંતર તપ વદિ = બાહ્ય તપ છબિંદો = છ પ્રકારના પર્વ = એ પ્રમાણે અમતરો = આત્યંતર તપ. ભાવાર્થ તપના બે પ્રકાર કહ્યા છે– બાહા તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ પ્રકાર છે અને તે જ રીતે આવ્યંતર તપના પણ છ પ્રકાર છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં મોક્ષના ચોથા સાધન–તપના ભેદ-પ્રભેદનું કથન છે.