________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રર
=
= કેવળી ભગવાનનું પર્વ - આ પાંચેય પ્રકારના ચારિત્ત - ચારિત્ર પવત્તિનું - સંચિત કર્મોના ખજાનાને રિક્ત(ખાલી) કરનાર શૅફ - છે આહિય - એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ:- કષાય રહિત પાંચમું યથાખ્યાત ચારિત્ર છદ્મસ્થ મુનિને અથવા કેવળી ભગવંતોને હોય છે. આ પાંચે ય પ્રકારના ચારિત્ર પૂર્વ સંચિત કર્મોને રિક્ત-ખાલી કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે.
વિવેચનઃ
૧૫૪
પ્રસ્તુત ગાથાઓમાં મોક્ષમાર્ગનું ત્રીજું સાધન સમ્યક્ ચારિત્ર અને તેના પ્રકારનું નિદર્શન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જીવનું અનંત સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય છે. સીમિત થયેલા સંસાર પરિભ્રમણનો નાશ કરવા માટે સાધકને સમ્યક્ ચારિત્રનો પુરુષાર્થ કરવો પડે છે. ચરિત્તર ચારિત્ત :– કર્મોને રિક્ત કરે તે ચારિત્ર. સામાન્યતઃ ચારિત્ર આશ્રવને રોકનારું કહેવાય છે. પરંતુ અહીં સૂત્રકારે ચારિત્ર શબ્દનો વ્યુત્પત્તિપરક અર્થ પ્રદર્શિત કર્યો છે. તેનું તાત્પર્ય એ છે કે સમ્યક્ચારિત્રમાં સમ્યજ્ઞાન, દર્શન અને તપનું અસ્તિત્વ હોય જ છે. તેથી ચારિત્ર સંચિત કર્મોનો ક્ષય કરે તે સમુચિત છે.
સાધક ચારિત્રનો સ્વીકાર કરીને ચારિત્રની પૂર્ણતાને પામે ત્યાં સુધીની તેની વિવિધ અવસ્થાઓના આધારે પ્રસ્તુત ગાથામાં ચારિત્રના પાંચ પ્રકાર કહ્યા છે.
સામાયિક ચારિત્ર ઃ- રાગ દ્વેષ રહિત થઈ સર્વ સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તેને સામાયિક ચારિત્ર કહે છે. વિવિધ અપેક્ષાઓથી કચિત છંદોપસ્થાપનીય આદિ શેષ ચાર ચારિત્ર પણ સામાયિક રૂપ જ છે. સામાયિક ચારિત્રના બે પ્રકાર છે– (૧) ઈત્યરિક- અલ્પકાલીન. ભરત-ભૈરવતક્ષેત્રમાં ૨૪ તીર્થંકરમાંથી પ્રથમ અને અંતિમ તીર્થંકર ભગવાનના શાસનમાં જે સામાયિક ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેની સ્થિતિ જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર માસ અને ઉત્કૃષ્ટ છ માસની હોય છે. ત્યાર પછી તેના સ્થાને છેદોપસ્થાપનીય ચારિત્ર અંગીકાર કરાવવામાં આવે છે. અર્થાત્ તે સામાયિક ચારિત્રનો છેદ કરી પુનઃ ચારિત્રનું ઉપસ્થાપન કરાવવામાં આવે છે. (૨) યાવઋચિત– જીવન પર્યંતનું, શેષ ૨૨ તીર્થંકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રના દરેક તીર્થંકરોના શાસનમાં દીક્ષા સમયથી જીવન પર્યંત સામાયિક ચારિત્ર જ રહે છે.
=
છંદોપસ્થાપનીય ચારિત્ર ઃ— જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવ્રતનું આરોપણ કરાય છે, તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. તેના પણ બે ભેદ છે
(૧) નિરતિચાર ·– પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં નવદીક્ષિત સાધુને જે વડીદીક્ષા અપાય છે, તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તે જ રીતે ત્રેવીસમાં તીર્થંકરના શ્રમણ ચોવીસમાં તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે તેને પંચ મહાવ્રતનું આરોપણ કરાવવામાં આવે છે, તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે.
(૨) સાતિચાર ઃ- કોઈ સાધુ મહાવ્રતનો ભંગ કરે, અન્ય મોટા દોષોનું સેવન કરે, ત્યારે તે સાધુને પ્રાયશ્ચિત્ત રૂપે પૂર્વની દીશા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતારોપણ કરવામાં આવે છે, તેને સાતિચાર છંદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. આ છેદોપસ્થાપનીય ચારિત્ર ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રથમ અને નિમ તીર્થંકરના શાસનમાં જ હોય છે. સામાયિક અને છંદોપસ્થાપનીય, તે બંને ચારિત્રમાં છઠ્ઠાથી નવમા પર્યંતના ચાર ગુલસ્થાન હોય છે.
(૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર :- ગચ્છ-સમૂહથી નિવૃત્તિ લઈને વિશિષ્ટ પ્રકારના તપની આરાધના