________________
૧૪૮
શ્રી ઉત્તરાધ્યયન સ્ત્ર
શ્રદ્ધા કરે છે, તે ધર્મરુચિ છે, તેમ જાણવું,
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સમ્યગ્દર્શનની દશ રુચિનું કથન છે. સમ્યગ્દર્શન અનુભૂતિનો વિષય છે. અનુભૂતિના સ્તર પર પહોંચતાં પહેલાં સાધકને તત્ત્વોની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થવી અનિવાર્ય છે. તે દશ પ્રકારની રુચિને સમ્યક્ત્વ પ્રાપ્તિના નિમિત્ત પણ કહી શકાય છે. ભિન્ન-ભિન્ન કોટિના સાધકોને ભિન્ન-ભિન્ન નિમિત્તોથી ભિન્ન-ભિન્ન કક્ષાની તત્ત્વ શ્રહા થાય છે. તે દશ રુચિ આ પ્રમાણે છે. (૧) નિસર્ગ રુચિ ઃ− જિનકથિત ભાવોમાં અન્યના ઉપદેશ વિના સ્વાભાવિક રીતે જે રુચિ ઉત્પન્ન થાય, અથવા જાતિસ્મરણાદિ જ્ઞાનથી તત્ત્વોની શ્રદ્ધા થાય તેને નિસર્ગ રુચિ કહે છે.
(ર) ઉપદેશ રુચિ ઃ– જિનેશ્વરના ઉપદેશથી અથવા ગુરુ આદિના ઉપદેશથી તત્ત્વોની શ્રદ્ધા થાય, તે ઉપદેશરુચિ છે.
(૩) આશા રુચિ ઃ— જિનેશ્વરની કે ગુરુની આજ્ઞાથી તત્ત્વોની શ્રદ્ધા થાય, તે આજ્ઞારુચિ છે.
(૪) સૂત્ર રુચિ ઃ– જિનેશ્વર કથિત શાસ્ત્રાધ્યયનથી તેમજ તે અધ્યયનમાં અવગાહન કરવાથી તત્ત્વોની શ્રદ્ધા થાય તે સૂત્રરુચિ છે.
(૫) બીજ રુચિ ઃ- પાણીમાં નાંખેલા તેલબિંદુની જેમ જેનું જ્ઞાન વિસ્તાર પામે, એક પદના શ્રવણથી અનેક પદનું જ્ઞાન થઈ જાય અને તેના દ્વારા તત્ત્વોની શ્રદ્ધા થાય, તેને બીજરુચિ કહે છે. ઔત્પાતિકી આદિ બુદ્ધિના ધારક શ્રોતા બીજ રુચિને પ્રાપ્ત કરે છે.
(૬) અભિગમ રુચિ :– અંગસૂત્રને ઉપાંગસૂત્ર આદિ આગમના અર્થ ભણવાથી, તેના મર્મને સમજવાથી તત્ત્વોની જે શ્રદ્ધા થાય, તે અભિગમ રુચિ છે. અહીં સૂત્રકારે અગિયાર અંગ સૂત્રના કથન પછી બારમાં દૃષ્ટિવાદ અંગસૂત્રનો નામ નિર્દેશ કર્યો છે, તે દષ્ટિવાદ સૂત્રની પ્રધાનતા પ્રગટ કરવા માટે છે. પફળમાં:- પ્રકીર્ણક સૂત્ર. ચાર બુદ્ધિના ધારક શ્રમણો દ્વારા સંકલિત, સંગ્રહિત નોંધ કે નિબંધરૂપ રચના, તે પ્રકીર્ણક સૂત્ર કહેવાય છે. નંદીસૂત્રમાં અનેક પ્રકીર્ણક સૂત્રોના નામ છે અને તેમાંથી કેટલાક પ્રકીર્ણક સૂત્રો મુદ્રિત અને ઉપલબ્ધ પણ છે.
(૭) વિસ્તાર રુચિ :– સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયોનું પ્રત્યક્ષાદિ પ્રમાણ, વૈગમાદિ નય દ્વારા વિસ્તારપૂર્વક અધ્યયન કરવાથી તત્ત્વોની જે શ્રદ્ધા થાય, તેને વિસ્તાર રુચિ કહે છે.
(૮) ક્રિયા રુચિ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમિતિ, ગુપ્તિ અને તપ આદિ અનુષ્ઠાનોનું આરાધન કરતાં-કરતાં તત્ત્વોની શ્રદ્ધા થાય, તે ક્રિયા રુચિ છે.
(૯) સંક્ષેપ રુચિ ઃ— જેને અલ્પજ્ઞાન હોવા છતાં અંતરથી તત્ત્વોની શ્રદ્ધા હોય, તે સંક્ષેપ રુચિ છે. જેમ કે- વરુણનાગ-નન્નુઆના મિત્ર. તેનું જ્ઞાન અલ્પ હતું પરંતુ મિથ્યાગ્રહ ન હોવાથી તેને શ્રદ્ધા હતી.
:
(૧૦) ધર્મ રુચિ – જિન પ્રરૂપિત પદ્ભવ્યોના યથાર્થ જ્ઞાનપૂર્વક યથાર્થ શ્રદ્ધા રાખે તેમજ શ્રુતધર્મ(આગમ શાસ્ત્રોનો બોધ) અને ચારિત્ર ધર્મ પ્રત્યે પણ પૂર્ણ આસ્થા તથા પાલનની અભિલાષા રાખે તો તેને ધર્મરુચિ કહેવાય છે.
આ દશ રુચિનો સમાવેશ નિસર્ગરુચિ અને ઉપદેશરુચિ, તે બે રુચિમાં થઈ જાય છે.