________________
[ ૧૩૮ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
Tણાગના તળું . જે ગુણોનું આશ્રયસ્થાન છે તે દ્રવ્ય છે; અનંતગુણોનો પિંડ, તે દ્રવ્ય છે. (૨) તેને જ સ્પષ્ટ કરતાં તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ગુખપર્યાયવર્ધ્ય મ્ અર્થાત્ જે ગુણ અને પર્યાયવાન છે તે દ્રવ્ય છે. (૩) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે સત્ છે અને જે સત્ છે તે દ્રવ્ય છે. (૪) જેમાં પૂર્વ પર્યાયનો નાશ થાય અને ઉત્તરપર્યાયની ઉત્પત્તિ થાય તે દ્રવ્ય છે. (૫) જેમાં અનંતગુણો છે અને સમયે-સમયે અવસ્થાઓનું પરિવર્તન થયા કરે છે તે દ્રવ્ય છે. આ સર્વે ય લક્ષણો પરસ્પર સાપેક્ષ અને અવિરુદ્ધ છે.
બૂસિયા ખા :-જેદ્રવ્યના આશ્રયે રહે છે તે ગુણ છે. એકદ્રવ્યના આશ્રયમાં અનેક ગુણો રહે છે પરંતુ તે એક ગુણમાં બીજા ગુણો હોતા નથી; સર્વ ગુણો સાથે મળીનેદ્રવ્યમાં રહે છે. એક ગુણમાં અનેક પર્યાયો હોય છે. ૩મઓ સિંથા ભવે :- ગાથાના આ ચરણમાં પર્યાયનું લક્ષણ સ્પષ્ટ કર્યું છે કે જે દ્રવ્ય અને ગુણ બન્નેના આશ્રયે રહે છે તે પર્યાય છે. પર્યાયના પણ વિભિન્ન અર્થ ઉપલબ્ધ થાય છે– (૧) જે ઉત્પન્ન અને વિનષ્ટ થાય છે તથા સમગ્ર દ્રવ્યમાં વ્યાપ્ત હોય છે, તે પર્યાય છે. (૨) જે સમસ્ત દ્રવ્યો અને સમસ્ત ગુણોમાં વ્યાપ્ત હોય છે તે પર્યાય કહેવાય છે. (૩) દ્રવ્ય અને ગુણ બંનેમાં સમયે-સમયે પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તન પામતી અવસ્થા, તે જ પર્યાય છે. (૪) પર્યાય એટલે “પરિવર્તન', સમયે-સમયે જે પલટાય છે તે પર્યાય.
સંક્ષેપમાં દ્રવ્યમાં બે પ્રકારના ધર્મ હોય છે– ગુણ અને પર્યાય. તેમાં સદભાવ : નમાવી પf: દ્રવ્યનો સહભાવી અને નિત્યરૂપે રહેનારો ધર્મ ગુણ છે અને ક્રમભાવી ધર્મ છે તે પર્યાય છે. દ્રવ્યમાં રહેલો “ગુણ” એક દ્રવ્યને અન્ય દ્રવ્યોથી પૃથસિદ્ધ કરે છે. ગુણ દ્રવ્યમાં કથંચિત્ તાદાભ્ય સંબંધથી રહે છે. જ્યારે પર્યાય દ્રવ્ય અને ગુણ બન્નેમાં રહે છે. જેમ કે આત્મા દ્રવ્ય છે. જ્ઞાન તેનો ગુણ છે, તે તેની પ્રત્યેક અવસ્થામાં સાથે રહે છે. મનુષ્યત્વ આદિ આત્મ દ્રવ્યની પર્યાય છે અને મતિજ્ઞાનાદિ આત્માના જ્ઞાનગુણની પર્યાય છે. તેમાં પરિવર્તન થયા કરે છે. છ દ્રવ્યો - | धम्मो अहम्मो आगासं, कालो पुग्गलजंतवो ।
___एस लोगो त्ति पण्णत्तो, जिणेहिं वरदंसीहिं ॥ શબ્દાર્થ - થો = ધર્માસ્તિકાય અદનો = અધર્માસ્તિકાય આ = આકાશાસ્તિકાય પુરાણ = પુદ્ગલાસ્તિકાય ગતવો = જીવાસ્તિકાય વોક કાળ પણ = આ છ દ્રવ્યરૂપ તો ત્તિ = લોક છે વરવહf = કેવળદર્શી, સર્વજ્ઞ-સર્વદર્શી નિÉ = જિનેશ્વર ભગવંતોએ પાછો = કહ્યું છે. ભાવાર્થ:- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યરૂપ લોક છે, એવું સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપિત કર્યું છે.
धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं ।
___ अणंताणि य दव्वाणि, कालो पुग्गल जंतवो ॥ શબ્દાર્થ-બં દ્રવ્ય વિક્રમાદિત્યં એક-એક કહ્યા છે અને અનંતાજ્ઞાનિક દ્રવ્યો. ભાવાર્થ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, તે ત્રણ દ્રવ્યો એક-એક છે. કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, એ ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે.
गइ लक्खणो उ धम्मो, अहम्मो ठाण लक्खणो । भायणं सव्वदव्वाणं, णहं ओगाह लक्खणं ॥