________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૩૭ ]
ગુણ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમની વિલક્ષણતાના આધારે જ્ઞાનના પાંચ પ્રકાર થાય છે–
(૧) આભિનિબોધિક શાન– પાંચ ઇન્દ્રિય અને મનના માધ્યમથી જે જ્ઞાન થાય તેને તથા અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ચાર પ્રકારની મતિને આભિનિબોધિક જ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન કહે છે. (૨) ક્ષતજ્ઞાન– શ્રવણની મુખ્યતાએ જે જ્ઞાન થાય તેને તથા શાસ્ત્રના માધ્યમે જે જ્ઞાન થાય, તેને શ્રુતજ્ઞાન કહે છે. મતિ અને શ્રુત આ બંને જ્ઞાન ઇન્દ્રિયાદિ બાહ્ય માધ્યમથી થાય છે તેથી તેને પરોક્ષજ્ઞાન કહ્યા છે. (૩) અવધિજ્ઞાન- ઇન્દ્રિય આદિ બાહ્ય માધ્યમ વિના સાક્ષાત્ આત્માથી થતાં રૂપી પદાર્થોના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. (૪) મન:પર્યવાન- ઇન્દ્રિયાદિ માધ્યમ વિના સાક્ષાત્ આત્માથી અઢી દ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન મનઃ પર્યવજ્ઞાન છે. (૫) કેવળજ્ઞાનત્રણે લોક અને ત્રણે કાલના સર્વ ભાવોને પૂર્ણપણે જાણનારું જ્ઞાન કેવળજ્ઞાન છે. અંતિમ ત્રણે જ્ઞાનમાં ઇન્દ્રિય આદિ બાહ્ય સાધનોની જરૂર નથી તે સાક્ષાત્ આત્માથી જ થાય છે, આ અપેક્ષાએ શાસ્ત્રમાં તે ત્રણેયને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. જ્ઞાનનું વિસ્તૃત વર્ણન શ્રી નંદીસૂત્ર અનુસાર જાણવું.
વં મણિવદ્ય-નંદીસુત્ર આદિ અનેક શાસ્ત્રમાં મતિજ્ઞાનની પ્રથમ જ્ઞાનરૂપે અને શ્રુતજ્ઞાનની બીજાજ્ઞાનરૂપે ગણના થઈ છે પરંતુ પ્રસ્તુત ચોથી ગાથામાં શ્રુતજ્ઞાનને પ્રથમ અને મતિજ્ઞાનને બીજું દર્શાવ્યું છે. તેનું કારણ બે રીતે સમજી શકાય છે– (૧) ગાથાના અનુપ્રાસના કારણે શબ્દોનો ક્રમ વ્યત્યય થઈ શકે છે (૨) શેષ ચારે ય જ્ઞાનનું સ્વરૂપ શ્રુતજ્ઞાનથી જ સમજી શકાય છે, તે અપેક્ષાએ તેની પ્રધાનતા પ્રદર્શિત કરવા તેનું પ્રથમ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.
M - પ્રસ્તુત ગાથાઓમાં જ્ઞાન શબ્દથી સમ્યગુજ્ઞાન માત્રનું જ ગ્રહણ સમજવું કારણ કે અહીં મોક્ષના ચાર કારણોનું કથન છે. મિથ્યાજ્ઞાન મોક્ષ માર્ગનું અંગ બની શકતું નથી.
Morખ નડુિ મને આ શબ્દો દ્વારા ગાથા-૩૫માં જ્ઞાનનું પ્રયોજન દર્શાવ્યું છે. અહીં એ બતાવ્યું છે કે– પાંચ જ્ઞાનમાંથી કેવળજ્ઞાન દ્વારા જીવાદિ સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને જાણી શકાય છે અને શેષ ચાર જ્ઞાનથી કેટલાક દ્રવ્યોના કેટલાક ગુણ-પર્યાયનો બોધ થાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય - का गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा ।
लक्खण पज्जवाण तु, उभओ अस्सिया भवे ॥ શબ્દાર્થ-બું = દ્રવ્ય ગુણ = ગુણોનો આસો = આશ્રય, આધાર છે બ્લસિલા = એક દ્રવ્યને આશ્રિત રહે છે | = ગુણો પાવાઈ = પર્યાયોનું સર્જન = લક્ષણ એ છે કે ૩મો = પર્યાય, દ્રવ્ય અને ગુણ બંનેને આસિયા = આશ્રિત રહેનાર મને = હોય છે. ભાવાર્થ:- ગુણોનો આધાર દ્રવ્ય છે. ગુણો કેવળ દ્રવ્યના આશ્રિત રહે છે. પર્યાયોનું લક્ષણ એ છે કે તે દ્રવ્ય અને ગુણ બંનેના આશ્રયે રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના લક્ષણનું પ્રતિપાદન કર્યું છે. દ્રવ્ય :- જૈન વાડગમયમાં વિભિન્ન અપેક્ષાએ દ્રવ્યનું લક્ષણ નિશ્ચિત કરવામાં આવ્યું છે– (૧)