________________
સમાચારી
ગુરુ સમક્ષ એટલે પ્રગટ પણે ઉચ્ચારણ પૂર્વક આલોચના-પ્રતિક્રમણ કરે. આ રીતે સર્વ અતિચારોનું મિચ્છામિ દુવનું આપે.
ડિમિત્તુ નિસ્સન્તો – સર્વ અતિચાર દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરીને ફરીવાર તે દોષોનું સેવન ન થાય તેવા સંકલ્પથી તે આત્મા માયા-કપટ આદિ શલ્યથી રહિત થાય છે. આ રીતે પ્રતિક્રમણનો ચોથો આવશ્યક પૂર્ણ થાય છે. ત્યારપછી ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠથી ગુરુવંદન કરીને પાંચમા કાયોત્સર્ગ આવશ્યકની આજ્ઞા લે અને સર્વ દુઃખોથી મુક્ત થવા માટે સૂત્રોક્ત ધર્મધ્યાનનો કાયોત્સર્ગ કરે. પાંચમા આવશ્યકનો કાયોત્સર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્રની વિશુદ્ધિને માટે કરવાનો છે. દોષ રહિત અને જ્ઞાન, દર્શન આદિ ગુણોથી વિશુદ્ધ થયેલો આત્મા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. તેથી જ સૂત્રકારે કાયોત્સર્ગ માટે સહુવા- વિમોને વિશેષણનો પ્રયોગ કર્યો છે.
૧૨૧
ઘુશ્માત વાનળ :– પાંચમા આવશ્યકનો કાયોત્સર્ગ પાળીને ઉત્કૃષ્ટ ગુરુ વંદનના પાઠથી ગુરુ વંદન કરે અને ત્યારપછી નમોત્થણના પાઠથી પ્રતિક્રમણ સમાપ્તિ રૂપે સ્તુતિ મંગલ કરે. પ્રસ્તુત પ્રસંગમાં સંક્ષિપ્ત સંકલના હોવાથી પ્રતિક્રમણ વિધિનો સંકેતમાત્ર છે. પાંચમા આવશ્યકમાં શેનો કાયોત્સર્ગ કરવો ? કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી પ્રગટરૂપે લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરવું, ત્યાર પછી ઉત્કૃષ્ટ વંદનાના પાઠથી ગુરુવંદન કરીને છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક કરવો, વગેરે વિધિનો ઉલ્લેખ અહીં જણાતો નથી. તેથી તેનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આવશ્યક સૂત્રથી જાણવું.
દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવા માટે કાલની પ્રતિલેખના કરે. તેમાં આકાશ અવલોકન કરીને ગાજ-વીજ, દિગ્દાહ, તારો ખરવો વગેરે ઘટનાને જોઈને સ્વાધ્યાયકાલનો નિર્ણય કરે.
રાત્રિક ચર્ચા:
पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियाय । तइयाए णिद्दमोक्खं तु, सज्झायं तु चउत्थीए ॥
ભાવાર્થ:- રાત્રિનો ક્રમ– પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે.
४५
पोरिसीए चउत्थीए, कालं तु पडिलेहिया । सज्झायं तु तओ कुज्जा, अबोहंतो असंजए ॥
ભાવાર્થ:
શબ્દાર્થ:- અસંગÇ = અસંયમી પુરુષોને અવોહંતો = ન જગાડતાં સાાય = સ્વાધ્યાય રુખ્ખા = કરે. ભાવાર્થ :- ચોથી પોરસીના કાળનું પ્રતિલેખન કરીને અર્થાત્ ચોથી પોરસીનો સમય થતાં અસંયમી વ્યક્તિઓ જાગી ન જાય, તે રીતે મુનિ ધીમા સ્વરે સ્વાધ્યાય કરે.
૪૬
पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं । पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ॥
· ચોથા પહોરના ચોથા ભાગમાં(સ્વાધ્યાયનો અકાળ આવી ગયો છે, તેમ જાણીને) ગુરુને