________________
સમાચાર
[ ૧૦૯ ]
तम्मेव य णक्खत्ते, गयणचउब्भागसावसेसम्मि ।
वेरत्तियं पि कालं, पडिलेहित्ता मुणी कुज्जा ॥ શબ્દાર્થ -તન્નેવ = તે જ બહુ = નક્ષત્રના સયા વડન્માન સોવરેન = આકાશના ચોથો ભાગ શેષ ત્યારે મુળી = મુનિ ૬ = વૈરાત્રિકari fપ = કાલની પણ ડિદિરા = પ્રતિલેખના કરીને જોઈને ના = સ્વાધ્યાય કરે. ભાવાર્થ :- જ નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચતુર્થ ભાગમાં આવે ત્યારે રાત્રિનો અંતિમ ચોથો પ્રહર હોય છે, તેને વેરાત્રિક કાળ કહે છે; મુનિ તેની પ્રતિલેખના કરે.(અર્થાત્ તે રાત્રિવાહક નક્ષત્રના આધારે ચતુર્થપ્રહર આવ્યાનો નિશ્ચય કરી મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય.) વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રાત્રિના ચાર પ્રહરના કત્યો અને રાત્રિની પોરસી જાણવાની પદ્ધતિ પ્રદર્શિત કરી છે.
સામાન્ય રીતે દિવસની જેમ રાત્રિના પણ ચાર વિભાગ કરીને પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરવાનું વિધાન છે.
દિવસની પોરસીનું કાલમાન સૂર્ય પ્રકાશથી પડતી છાયાના આધારે નિશ્ચિત્ત થાય છે. તે જ રીતે રાત્રિની પોરસીનું કાલમાન રાત્રિ વાહક નક્ષત્રોની ગતિના આધારે નિશ્ચિત્ત થાય છે. દરેક મહિનાના રાત્રિ વાહક નક્ષત્ર નિશ્ચિત હોય છે અને તે કેટલા-કેટલા દિવસ સુધી રાત્રિ વહન કરે છે તે પણ નિશ્ચિત હોય છે. તે વર્ણન શ્રી જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વક્ષસ્કાર –૭, સૂત્ર ૧ઠ્ઠ થી ૧૭૭માં છે. તે અનુસાર શ્રાવણ માસમાં ચૌદ અહોરાત્ર સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર, ત્યાર પછી સાત અહોરાત્ર અભિજિત નક્ષત્ર, આઠ અહોરાત્ર શ્રવણ નક્ષત્ર અને એક અહોરાત્ર ધનિષ્ઠા નક્ષત્ર રાત્રિ વહન કરે છે અર્થાત્ સંપૂર્ણ રાત્રિ તે નક્ષત્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ સુધી ગમન કરે છે.
જે નક્ષત્ર પૂર્ણ રાત્રિ પર્યત રહેતું હોય તેની ગતિ અનુસાર જ્યારે તે નક્ષત્ર આકાશના ચોથા ભાગને પૂર્ણ કરે ત્યારે રાત્રિની એક પોરસી-પ્રહર વ્યતીત થયો ગણાય. આ રીતે તે નક્ષત્ર પોતાના ગમન માર્ગમાંથી અર્ધા ભાગને પૂર્ણ કરે, ત્યારે બે પ્રહર વ્યતીત થાય, તે નક્ષત્ર ગમન માર્ગના પોણો ભાગ એટલે ત્રણ ભાગને પૂર્ણ કરે, ત્યારે ત્રણ પ્રહર વ્યતીત થાય છે. આ રીતે નક્ષત્રની ગતિના આધારે રાત્રિનું કાલમાન જાણી શકાય છે. પદ પોલિી સાથે.... – રાત્રિના ચાર ભાગમાંથી પ્રથમ ભાગ રૂપે પ્રથમ પોરસીમાં સાધુ સ્વાધ્યાય કરે. જ્યારે તે રાત્રિનું નક્ષત્ર આકાશમાં પોતાના ગમનમાર્ગના ચોથા ભાગને પૂર્ણ કરે ત્યારે પ્રથમ પ્રહર એટલે પ્રદોષકાલ પૂર્ણ થાય છે અને બીજો પ્રહર શરુ થાય છે. ત્યારે સાધુ સ્વાધ્યાયથી વિરામ પામીને ધ્યાનમાં લીન બની જાય. સ્થવિરકલ્પી શ્રમણ મર્યાદિત સમયે ધ્યાન પૂર્ણ કરી શયન કરે અને જિનકલ્પી મુનિ સંપૂર્ણ બીજા પ્રહર સુધી ધ્યાન કરી ત્રીજા પ્રહરમાં શયન કરે. ત્રીજા પ્રહરના અંતે નિદ્રાથી મુક્ત થઈને નક્ષત્રની ગતિના આધારે કાલનું પ્રતિલેખન કરે અર્થાત્ કેટલો કાલ વ્યતીત થયો છે, તેની જાણકારી મેળવે. રાત્રિના ત્રણ પ્રહર વ્યતીત થઈ જાય, ચોથો પ્રહર શેષ રહે, ત્યારે મુનિ આકાશમાં ઉલ્કાપાત(તારો ખરવો) વગેરે સ્વાધ્યાયમાં બાધક તત્ત્વ છે કે નહીં તેને બરાબર જોઈને ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાયમાં લીન બની જાય.
આ પ્રકારની સુત્રોક્ત દિનચર્યા સાધુને અત્યંત સાવધાન અને અપ્રમત્ત બનાવે છે. તેમજ દિવસમાં સુર્યના આધારે તથા રાત્રિમાં નક્ષત્રની ગતિના આધારે કાલમાન જાણવામાં તે સાધુ અભ્યસ્ત અને