________________
સમાચારી
છવ્વીસમું અધ્યયન : : : છે છે કે આ એક છે. આ છે છે કે છે આ રેક
પરિચય
આ અધ્યયનમાં સંયમ-જીવનના આચારોનું દિનચર્યા રૂપે વર્ણન હોવાથી તેનું નામ સમાચારી છે. સમાચારીનો અર્થ સમ્યક વ્યવસ્થા થાય છે. તેમાં સાધકના પરસ્પરના વ્યવહાર અને કર્તવ્યનો સંકેત છે. જેનું આચરણ કરીને, પાલન કરીને સાધુ શારીરિક અને માનસિક દુઃખોથી મુક્ત, સિદ્ધ અને બુદ્ધ થઈ શકે છે. આચારના બે પાસા છે. વૃતાત્મક અને વ્યવહારાત્મક. પંચમહાવ્રતનું તેમજ અન્ય નિયમોનું પાલન કરવું, તે વ્રતાત્મક પાસુ છે અને ગુરુકુલવાસી સાધુઓનો પરસ્પરનો વ્યવહાર તેમજ સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ, તે વ્યવહારાત્મક પાસુ છે. પ્રસ્તુત અધ્યયનમાં બીજા વ્યવહારાત્મક પાસાનું વિશ્લેષણ છે - ગુરુકુળમાં સંઘીય જીવન સુવ્યવસ્થિત રાખવા માટે સાધકને અન્ય સહવર્તી સાધકો પ્રત્યે ઉદારતા, પ્રેમ, સંગઠનના ભાવ તેમજ ઉચિત વ્યવહાર રાખવો જરૂરી બની જાય છે. સંયમ જીવનની સફળતા માટે નિયમોપનિયમ યુક્ત વ્યવસ્થિત દિનચર્યા(૨૪ કલાકનો કાર્યક્રમ) પણ આવશ્યક બને છે. પરસ્પરના વ્યાવહારિક શિષ્ટાચારનું વર્ણન આવશ્યકી આદિ દશ સમાચારીના માધ્યમથી કર્યું છે. ૧) આવશ્યકી- સાધુ કાર્યવશ ઉપાશ્રયની બહાર જાય તો ગુરુજનોને સૂચિત કરીને તેમજ આગમની પ્રણાલી મુજબ “આવસ્સહિ-આવસ્સહિ” ઉચ્ચારણ કરીને જાય છે. તે શબ્દોના ઉચ્ચારણથી મુનિ પોતાના આત્માને, અન્ય શ્રમણ સમુદાયને તેમજ ગુરુને સૂચિત કરે છે કે હું સંયમ કે શરીરના અત્યંત આવશ્યક પ્રયોજનથી જ બહાર જઈ રહ્યો છું. (૨) નૈવિકી– મુનિ કાર્ય પૂર્ણ કરીને પાછો ફરે ત્યારે ગુરુને જાણ કરે. તેમાં પણ આગમ પ્રણાલી મુજબ તે નિદિ નિસ્ફટિ તેમ ઉચ્ચારણ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. તે શબ્દોના ઉચ્ચારણથી મુનિ એ સૂચિત કરે છે કે હું જે આવશ્યક કાર્ય માટે બહાર ગયો હતો તે કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું. (૩) પૃચ્છના કોઈ પણ કાર્ય ગુરુને પૂછીને કરે. (૪) પ્રતિકૃચ્છના– સ્વયંના કાર્ય સાથે અન્યનું કાર્ય કરવાનું હોય તો પણ ગુરુની આજ્ઞાપૂર્વક કરે. (૫) છંદના- પોતે લાવેલા આહાર-પાણી માટે ગુરુ અને રત્નાધિકોને નિમંત્રણ આપે. (૬) ઇચ્છાકાર- અન્યનું કાર્ય કરવા કે અન્ય પાસેથી કાર્ય કરાવવા પોતાની ઇચ્છા પ્રગટ કરે, સૂત્રપાઠ કે સૂત્ર વાચના લેવા માટે પણ ગુરુ આદિની ઇચ્છા (અનુકૂલતા) જાણે. (૭) મિથ્યાકાર પોતાની ભૂલોનું મિચ્છામિ દુક્કડ કરે. (૮) તથાકાર- ગુરુના વચનોને “તહત્તિ' (સત્યવચન) કહીને સ્વીકારે.૯) અભ્યત્થાનગુરુજનો આવે ત્યારે કેનજીકથી નીકળે ત્યારે ઊભા થઈને વિનયભાવ પ્રગટ કરે. (૧૦) ઉપસંપદાપોતાના આચાર્ય, ગુરુ આદિ જેમની પાસે શાસ્ત્ર અધ્યયન માટે કે વિચરણ કરવા માટે રહેવાનું કહે તો તેની ઉપસંપદાને ધારણ કરે. સાધુ જીવનની દિનચર્યાનું ક્રમિક વર્ણન દિવસ અને રાત્રિના આઠ પહોરના માધ્યમથી કર્યું છે. તેમાં સામાન્યતઃ ચાર પહોર સ્વાધ્યાયના, બે પહોર ધ્યાનના એક પહોર ભિક્ષાનો અને એક