________________
[ ૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
અહીં શ્રમણાદિ ચારેયનું ભાવાત્મક સ્વરૂપ નિશ્ચયનયની દષ્ટિએ નિદર્શિત કર્યું છે પરંતુ તેનાથી બાહ્ય આચાર, વેશ આદિનો નિષેધ થતો નથી. વ્યવહાર અને નિશ્ચયનો સુયોગ્ય સમન્વય જ યથાર્થ ફલપ્રાપ્તિ કરાવે છે. વેષધારી શ્રમણો, બ્રાહ્મણો આદિ ઉપરોકત આંતરિક ગુણસંપન્ન બની જાય, ત્યારે તે શ્રમણપણાનો બ્રાહ્મણપણાનો કે મુનિપણાનો આધ્યાત્મિક આનંદ માણી શકે છે અને શ્રમણ, બ્રાહ્મણ આદિના આંતરિક ગુણસંપન સાધક જ્યારે જિનોક્ત બાહ્ય આચાર, વેષાદિ ધારણ કરી લે, ત્યારે જ તે આધારયુક્ત થઈ દીર્ઘકાલ સુધી સ્થિત રહી શકે છે. ભરત ચક્રવર્તીએ કેવળી થયા પછી પણ વેશ ધારણ કર્યું હતું. કર્તવ્યથી ચારે ય વર્ણ સ્વરૂપઃ
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ । २२ वइस्सो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ શબ્દાર્થ-વષ્ણુ-કર્મથી વંધળો બ્રાહ્મણ હોડું બને છે ઉત્તિઓ ક્ષત્રિય વલ્લો- વૈશ્ય સુકો- શૂદ્ર. ભાવાર્થ:- કોઈ પણ વ્યક્તિ કર્મથી અર્થાતુ પોતાના કાર્યોથી જ બ્રાહ્મણ બને છે તેમજ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પણ કાર્યોથી જ બને છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં કાર્યાનુસારી બ્રાહ્મણ, ક્ષત્રિય આદિને દર્શાવ્યા છે.
માનવમાત્ર સમાન છે અને મનુષ્યજાતિ એક જ છે. જ્યારે આ અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં મનુષ્યોની જરૂરિયાતો કલ્પવૃક્ષો દ્વારા પૂર્ણ થતી હતી ત્યારે વર્ણ વ્યવસ્થા ન હતી પરંતુ કાળ પરિવર્તન થતાં ત્રીજા આરાના અંત ભાગમાં કલ્પવૃક્ષો માનવીની જરૂરિયાત પૂરી કરતા બંધ થયા ત્યારે ઋષભદેવ ભગવાને અસિ, મસિ અને કૃષિ આદિ કળાઓ અને વિદ્યાઓ શિખવી. ત્યાર પછી સમયાંતરે મનુષ્યોના કાર્ય અનુસાર ચારવર્ણોની વ્યવસ્થા વિકાસ પામી છે. મહાભારતમાં પણ વર્ણન છે -एकवर्णमिदं सर्व, पूर्वमासीत युधिष्ठिर ! क्रियाकर्मविभागेन चातुर्वण्यं व्यवस्थितम्
મનુષ્યોના કાર્યો ઉપરથી ચાર પ્રકારની વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને સમયાંતરે સંકુચિતતામાં પરિણમી છે. વર્તમાનમાં વર્ણ વ્યવસ્થા અનુસાર કર્તવ્યો અત્યંત અલ્પ થઈ ગયા છે. ચાર જાતિઓની વ્યાખ્યા :- (૧) આત્મા નેત્તિ નાનાતિ તિ શાહ: – બ્રહ્મ-આત્માના સ્વરૂપને જાણે છે અને આત્મકલ્યાણ અર્થે જે પ્રવૃત્તિ કરે છે તે બ્રાહ્મણ કહેવાય છે. (૨) કરતા ત્રાયતે પતિ ફાત્રિયા જે પ્રાણીઓની રક્ષા કરે અને તેનાં દુઃખો દૂર કરે, તે ક્ષત્રિય કહેવાય છે. (૩) વૈશ વ્યાપારં વતિ ત વર: જે વ્યાપાર કરે તે વૈશ્ય કહેવાય છે. (૪) શુર્વ શવ અર્ઘ ૨ વતિ પૂરી પતિ તિ શુદ્ધ I જે શોક અને અશુચિને દૂર કરી સ્થાનને પવિત્ર કરે તે શૂદ્ર કહેવાય છે. બ્રાહ્મણનું અંતિમ લક્ષ્ય:
एए पाउकरे बुद्धे, जेहिं होइ सिणायओ । सव्वकम्म विणिमुक्कं, तं वयं बूम माहणं ॥