________________
યશીય
૯૧ |
શબ્દાર્થ-ડિપા = મસ્તક મુંડાવવાથી કમળો = કોઈ શ્રમણ વિ = થઈ જતા નથી વારે = ૐ કારનું ઉચ્ચારણ કરવાથી જ ગંભળો = કોઈ બ્રાહ્મણ થતા નથી રાખવામાં = અરણ્યવાસ-વનમાં નિવાસ કરવા માત્રથી જ મુળ = કોઈ મુનિ બની જતા નથી જે = વૃક્ષની છાલ પહેરવાથી જ તાવતો = કોઈ તાપસ બની જતા નથી. ભાવાર્થ :- કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ થઈ જતા નથી; માત્ર ઓમકાર(ૐ–ૐ)નો ધ્વનિ કરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતા નથી; જંગલમાં રહેવા માત્રથી કોઈ મુનિ બની જતા નથી, વલ્કલ-ઝાડની છાલનાં વસ્ત્રો પહેરવાથી કોઈ તપસ્વી બની જતા નથી.
समयाए समणो होइ, बंभचेरेण बंभणो ।
णाणेण य मुणी होइ, तवेण होइ तावसो ॥ શબ્દાર્થ – સમય = સમભાવ ધારણ કરવાથી કમળો = શ્રમણ રોડ = થાય છે. કહેવાય છે વંભરેખ = બ્રહ્મચર્ય પાલન કરવાથી સંબો = બ્રાહ્મણ થાય છે પણ = જ્ઞાનની આરાધના કરવાથી મુળી = મુનિ હો = થાય છે તપ = તપ કરવાથી તાવો = તપસ્વી હોદ્દ = થાય છે. ભાવાર્થ- સમભાવ ધારણ કરવાથી શ્રમણ, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ, જ્ઞાન પ્રાપ્ત કરવાથી મુનિ અને તપશ્ચરણ કરવાથી તાપસ કહેવાય છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં વાસ્તવિક શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તપસ્વીનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેઓની ઓળખ બાહ્યવેશ, લિંગ કે ચિહ્ન ઉપરથી થતી નથી અર્થાત્ માથે મુંડન, ૐકારનો ઘોષ, અરણ્યવાસ અને વલ્કલ ધારણ કરવા, તે બાહ્ય ચિહ્નો છે; આ બાહ્ય ચિહ્નોથી નહીં પરંતુ શ્રમણત્વના, બ્રહ્મત્વના, મુનિપણાના અને તપસ્વીના આંતરિક ગુણો હોય, તો જ વ્યક્તિ શ્રમણ, મુનિ કે તપસ્વી કહેવાય. પ્રસ્તુતમાં ૐકારના ઉચ્ચારણનો ઉલ્લેખ છે. તેમ છતાં અન્ય કોઈ પણ પ્રકારના શબ્દોચ્ચાર કે ધ્વનિ માત્રથી બ્રહ્મત્વ કે શ્રમણત્વ સિદ્ધ થતું નથી પરંતુ તત્સંબંધી શાસ્ત્રોક્ત ગુણો હોવા જરૂરી છે. મુખ પૂણસ્થાન ગુણ, ન વ વય, ન ચ શિi | ગુણીજનોના ગુણો આદરપાત્ર છે અર્થાત્ ગુણોદ્વારા જ ગુણીજનો પૂજાય છે. તેમની વય, બાહ્યવેશ કે લિંગ આદરપાત્ર થતા નથી. સમાપ સળો હો :- આ ગાથામાં શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસના આંતરિક ગુણોનું કથન છે. જેનામાં સમભાવ હોય, જે રાગદ્વેષાદિ વિષમ ભાવોથી મુક્ત થઈ સમભાવમાં સ્થિત થાય, તે શ્રમણ છે. વમળ મળો :- (૧) બ્રહ્મચર્યનું પાલન કરે, તેને બ્રાહ્મણ કહે છે. (૨) બ્રહ્મ એટલે આત્મા. આત્મ સ્વભાવમાં રહે તે બ્રાહ્મણ છે. (૩) બ્રહ્મચર્યનો એક અર્થ(આચારાંગ પ્રમાણે) સંયમ પણ છે. તે અનુસાર બ્રહ્મવર્લેન સંયમેન બ્રાહ્મUT: બ્રહ્મચર્યથી એટલે સંયમ પાલનથી બ્રાહ્મણ કહેવાય છે.
મુખિ - જ્ઞાનથી મુનિ થાય છે. જ્ઞાનથી જ છોડવા યોગ્ય અને આચરવા યોગ્ય તત્ત્વનો વિવેક થાય છે અને તે વિવેકથી જ વ્યક્તિ ત્યાગ કરવા યોગ્ય તત્ત્વોનો ત્યાગ કરીને ઉપાદેય એવા બ્રહ્મચર્ય, સંયમની આરાધના કરી શકે છે; જ્ઞાનથી જ નિપણાના ગુણો પ્રગટ થઈ શકે છે. તબ તોફ તાવતો:- તપની આરાધના કરનાર તપસ્વી-તાપસ કહેવાય છે. ઈચ્છાનિરોધ તે તપ કહેવાય છે. તેથી જે વ્યક્તિ ઇચ્છાનિરોધ કરી બાર પ્રકારના તપનું અનુષ્ઠાન કરે છે, તે તપસ્વી છે.